👉પૂજામાં મોટાભાગે આપણે ગલગોટાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. અને તે જ ગલગોટો કોઈપણ વસ્તુ શણગારવી હોય તો તેના પણ ઉપયોગમાં આવતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે ગલગોટાનો ઉપયોગ માત્ર પૂજામાં થાય છે, તે ચહેરો ચમકાવાનું કામ પણ કરે છે. એટલું ઓછું હોય તેમ ઘણી ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે.
👉કેટલાક લોકો આ વાતથી અજાણ હશે કે ગલગોટાની ચા પણ બનતી હોય છે. સામાન્ય પૂજામાં ઉપયોગમાં આવતો ગલગોટો ચહેરાને એ રીતે ચમકાવે છે કે તમારે પાર્લરમાં જઈ વધારાના પૈસા ખર્ચવાની જરાપણ જરૂર પડશે નહીં. તેના કરમાયેલા ફૂલમાંથી ફેસ માસ્ક બનાવી ચહેરા પર લગાવાથી તેના પર ગ્લો આવતો દેખાશે. જાણીએ ફેસ માસ્ક બનાવવાની રીત.
👉તેના માટે જોઈતી સામગ્રી- ગલગોટાનું એક ફૂલ, બદામનું તેલ-80 મિલી, એક કાચની બરણી. (નીચે આ ફેસપેક બનાવવાની રીત આપી છે સ્ટેપ બાય સ્ટેપ.
👉બનાવવાની રીત- એક વાસણમાં બદામનું જે તેલ છે, તેમાં રેડો, પછી ગલગોટાના ફૂલની પાંખડીઓ ડુબાડો. આ પાંખડીઓને તેલમાં 15 દિવસ સુધી એમ જ રહેવા દો. હવે 15 દિવસ બાદ આ મિશ્રણને એક કપડાંની મદદથી ગાળી લેવું.
👉તૈયાર થયેલું તેલ બરણીમાં ભરી લો. આ તેલ રોજ રાત્રે સૂતા પહેલા લગાવો અને સવારે ઉઠી નવશેકું પાણી કરી સાફ કરી નાખવું. શિયાળાની સીઝનમાં આ પેક ખૂબ જ ફાયદો આપશે. કેમ કે તે સમયે સ્કીન ડ્રાય હોય છે, તો સારો ગ્લો આપશે.
👉હવે ઇન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય તો આ રીતે સામગ્રી લેવી- ગલગોટાની 1-2 કપ પાંખડી, ગુલાબજળ 5 મોટા ચમચા, અને સફરજન 1/4 કપ.
👉બનાવવાની રીત- આ બધી સામગ્રી માપ પ્રમાણે સારી રીતે મિક્સ કરી લેવી. પછી તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી નાખવી. હવે તૈયાર કરેલી પેસ્ટને 15 મિનિટ સુધી ફેસ પર લગાવી રાખો. તે સુકાય જાય તે પછી ચહેરો પાણી વડે સાફ કરો. આ પેક તમારે વીકમાં 2-3 વખત જરૂર લગાવવું. ચહેરો એકદમ નિખરવા લાગશે.
👉નોર્મલ સ્કીન માટે પેક બનાવું હોય તો સામગ્રી- 1 મોટો ચમચો ગલગોટાના ફૂલની પેસ્ટ, 1 ચમચો મોટો બેસન એટલે ચણાનો લોટ, કાચું દૂધ 1 મોટો ચમચો.
👉બનાવવાની રીત- સૌ પ્રથમ બધી વસ્તુ મિક્સ કરીને પેક તૈયાર કરવું. હવે આ પેકને ફેસ પર લગાવો. જરૂર લાગે તો ગરદન પર પણ લગાવી શકો છો. બરાબર સુકાય જાય તે પછી થોડું નવશેકું પાણી કરી ફેસ અને ગરદન સાફ કરી નાખવા. આ ફેસ પેક તમે અઠવાડિયામાં 3-4 વખત લગાવો. સ્કીન પર ગ્લો આવતો દેખાશે.
👉હવે ઓઈલી સ્કીન માટે- ગલગોટાના ફૂલની પેસ્ટ એક ચમચો મોટો, દહીં એક મોટો ચમચો, લીંબુનો રસ 1/2 ચમચી, ગુલાબજળ એક મોટો ચમચો.
👉બનાવવાની રીત- બધી વસ્તુ ભેગી કરી પેસ્ટ તૈયાર કરવી. આ પેકને ફેસ પર લગાવ્યા બાદ સારી રીતે સુકાવા દેવું. તે સુકાય જાય એટલે નવશેકા પાણીથી સાફ કરો. આ પેકનો ઉપયોગ ઓઈલી સ્કીનવાળા શિયાળા કરતાં ઉનાળામાં કરે તો વધારે સારું રહેશે. કેમ કે ગરમીમાં તેમની સ્કીન વધારે ડલ પડતી હોય છે. માટે ઉનાળામાં આ પેક અઠવાડિયામાં બે વખત લગાવશો તો સ્કીન પર ગ્લો આવતો દેખાશે.
જો આ ગલગોટાના ફેસપેક બનાવવાની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.