👉 સીંગ એવી વસ્તુ છે, જે નાના-મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે. નાનું બાળક જો એક વખત સીંગનો ટેસ્ટ કરે તો તેને વારંવાર ખાવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ ખારી સીંગ બજારમાંથી લાવીએ તો આપણે તેની ડબલ કિંમત આપવી પડતી હોય છે. તો એવી રીત શીખવીએ જેથી તમને બજાર જેવી ખારી સીંગ ઘરે જ ખાવા મળશે. બહારથી લાવવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
👉સામગ્રી :- 500 ગ્રામ મગફળીના દાણા, 2 ચમચી મીઠું, પાણી.
👉 બનાવવાની રીત :-
👉 સૌથી પહેલા એક મોટુ વાસણ લો. તેમાં બે ચમચી મીઠું નાખી 10 ચમચી જેટલું પાણી રેડો. પાણીમાં મીઠું બરાબર ઓગળી જાય એ રીતે મિક્સ કરો. પછી તેમાં સીંગદાણા નાખો. ધ્યાન રાખો કે બધા જ સીંગદાણા પર પાણી બરાબર લાગી જવું જોઇએ.
👉 સીંગદાણા નાખ્યા બાદ તેમાં પાણી થોડું રેડવા જેવું લાગે તો રેડી શકો છો. પરંતુ બહુ જ સામાન્ય રેડવું. હવે આ સીંગદાણાને 10-12 મિનિટ ઢાંકીને બાજુ પર મૂકી દો. 10 મિનિટ થાય એટલે એક વાર ફરી સીંગદાણાને હલાવો અને ઢાંકીને મૂકી દો. આ રીતે 20 મિનિટ જેટલો સમય સીંગદાણાને મીઠાના પાણીમાં રાખવાના રહેશે.
👉 20 મિનિટ રાખ્યા બાદ તે બધી જ સીંગમાં બરાબર મીઠાનું પાણી લાગી ગયું હશે. જેથી બધી સીંગ ફૂલી ગયેલી દેખાશે. ત્યાર બાદ બધી સીંગને ગરણીમાં કાઢી તેમાંથી વધારાનું પાણી કાઢી લેવું જોઇએ. એક જાડી કડાઇ લેવી, તેને ગેસ પર ગરમ થવા માટે મૂકો.
👉 તે કડાઇમાં 2-3 કપ જેટલું મીઠું નાખો. તેને પણ ફુલ ફ્લેમ પર ગરમ થવા દો. 5 મિનિટ પછી તેમાં સીંગદાણા નાખો અને હલાવતા રહો. થોડીવાર પછી ગેસની ફ્લેમ ધીમી ધીમી કરી લેવી જોઇએ. જેથી ધીમા તાપે બધા જ સીંગદાણા બરાબર શેકાઇ જાય.
👉 શેકાતી વખતે તમે જોશો કે કેટલાક સીંગદાણાનો રંગ બદલાવા લાગશે અને દાણા ફૂટતા પણ હોય છે. અમુક સીંગની તો છાલ પણ નીકળી જશે. તમારી ખારી સીંગ તૈયાર છે. ગેસ બંધ કરો અને પૂરી તળવાનો જારો લઇ બધી સીંગ એક પ્લેટમાં કાઢી લો. આ રીતે કરવાથી સીંગ પર લાગેલું વધારાનું મીઠું નીકળી જશે.
👉 થોડીવાર પછી ટેસ્ટ કરશો તો એકદમ બજારના જેવી જ અને ટેસ્ટી ખારી સીંગ લાગશે. એકદમ સરળતાથી અને ઓછા ખર્ચે ઘરે જ આ રીતે તૈયાર કરો ખારી સીંગ.
જો ખારી શીંગ ઘરે બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.