બાળકોને આજકાલ બહારની આઈટમ વધારે ભાવતી હોય છે, પછી તે બાલાજી કે હલ્દીરામ જેવી કંપનીની વસ્તુઑ હોય છે. પણ આ વસ્તુઓમાં અનુક કેમિકલ એવા હોય છે કે, બાળકોના સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે. તો, તેની માટે આપણે આજે કંપની જેવી આલુસેવ ઘરે કેવી રીતે બનાવી શકાય તેની સિકેટ રેસીપી તમને આપીશું. તો આજે નવી 2 બટાકામાંથી બનતી આઇટમ શીખવીશું. (1) આલુ પૂરી અને (2) આલુ સેવ.
🍝 આલુ પૂરી- આલુપૂરીને તમે વન ડે પિકનીક માટે જતા હોવ ત્યારે સવારના નાસ્તા માટે સાથે લઈ જઈ શકો છો. આ પૂરીને તમે બે-ત્રણ દિવસથી વધારે સમય રાખી શકશો નહીં.
🍝 સામગ્રી- સૌથી પહેલા બટાકા બનાવવા માટે જોઇશે 300 ગ્રામ ઘઉંનો લોટ, 250 ગ્રામ બાફેલા બટાકા, અજમાનો પાઉડર અડધી ચમચી, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરૂ, 3 ચમચી કોથમીર, બે ચમચી તેલ, મીઠું સ્વાદ પ્રમાણે લેવું, પાણી જરૂર મુજબ, પૂરી તળવા માટે તેલ.
🍝 રીત- આ હતી પૂરી બનાવવા માટેની સામગ્રી, હવે જોઈએ કેવી રીતે બનાવીશું બટાકા પૂરી. 👉 સૌ પહેલા બટાકાને બાફી લેવા. બટાકા બફાઈ જાય એટલે તેની છાલ કાઢી, ક્રશ કરી નાખવા. એક વાસણમાં ઘઉંનો લોટ માપ પ્રમાણે ચાળી લેવો. પછી તેમાં બટાકાનો માવો નાખવો.
બટાકાનો માવો નાખ્યા બાદ, તેમાં મીઠું સ્વાદ મુજબ, હળદર, ધાણાજીરૂ, કોથમીર એડ કરવી. તેલ રેડી બરાબર મિક્સ કરી લેવું. પાણીની મદદથી લોટ બાંધવો. ધ્યાન રાખવુ કે પાણી જોઈએ તેટલું જ રેડવું વધારે પાણી પહેલાથી ન પડી જાય. નહીંતર લોટ ઢીલો થઈ જશે.👉 આ પૂરીનો લોટ થોડો કડક રાખવાનો હોય છે. કેમ કે બટાકામાં પાણી હોવાથી તે પાણી છોડશે. માટે બને તેટલો લોટ કડક બાંધવો.
👉 20 મિનિટ લોટને ઢાંકીને રહેવા દો. 👉 પછી તે એકદમ સોફ્ટ થઈ જશે. લોટમાં ફરી તેલ રેડી મસળવો. જેથી તે એકદમ નરમ બનશે. પૂરી પણ ફટાફટ વણાશે. હવે લોટના નાના નાના લૂઆ બનાવો અને પૂરી વણવાનું શરૂ કરો.👉 બધી સાઇડથી બરાબર પૂરી વણાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
👉 એક કડાઈમાં તળવા માટે તેલ મૂકો. તેલ બરાબર ગરમ થાય ત્યાર બાદ પૂરી નાખો. જેથી બધી પૂરી ફુલશે. આ પૂરી એક બાજુ થોડી બ્રાઉન કલરની થાય એટલે બીજી સાઇડ ફેરવી લો. બંને બાજુ બરાબર તળીને પ્લેટમાં કાઢો. 👉 આ પૂરીને તમે બટાકાની સૂકી ભાજી, રાયતું, દહીં કે અથાણા સાથે પણ ખાઈ શકો છો. સાથે નાસ્તામાં પણ બાળકોને લંચબોક્સમાં આ પૂરી આપી શકો છો.
આલુસેવ- ચોમાસાની સીઝન હોય કે ગરમીની જીભને ચટપટું ખાવાની ઇચ્છા થતી જ હોય છે. તેમાં ખાસ કરીને બાળકોને વધારે નમકીન પસંદ હોય છે. તો ચાલો આજે તેમના માટે બનાવીએ આલુસેવ.
સામગ્રી- 100 ગ્રામ ચણાનો લોટ લેવો, 8 મીડિયમ સાઈઝના બટાકા, એક ચમચી હળદર, એક ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ.
સેવ બનાવવાની રીત-👉 પહેલા બટાકા બાફી લેવા અને તેની છાલ કાઢી લેવી. હવે તેને ઝિણા છીણી લેવા. જેથી બટાકા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય.👉 હવે વાસણમાં ચણાનો લોટ ચાળવો, તેમાં છીણેલા બટાકા નાખવા. પછી તેમાં મીઠું જરૂર મુજબ. હળદર ગરમ મસાલો નાખો. બરાબર આ મિશ્રણને મિક્સ કરી લો.
👉 લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી રેડવું. કેમ કે બટાકામાં પાણી હોવાથી લોટ થોડો સમય પડી રહેશે તો પણ ઢીલો થઈ જશે. ઘણી વખત તો તમે પાણી વગર પણ લોટ બાંધશો તો પણ બંધાઈ જશે.
👉 લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. એક બાજુ તળવા માટે તેલ મૂકો. લોટને હવે ચેક કરો સોફ્ટ થઈ ગયો હશે. સેવ પાડવાનો સંચો લઈ તેમાં અંદરની બાજુ અને જે સાઇઝની સેવ પાડવાની હોય તેની જારી ઉપર તેલ લગાવી લો. આ મિશ્રણને સંચાની અંદર ભરી લો.
👉 તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સંચાની મદદથી સેવ પાડવાની શરૂ કરી લો. સેવ પાડતા એક વસ્તુનું ધ્યાન રાખવું કે તે એકબીજાની ઉપર ન પડે. આછા બ્રાઉન કલરની થાય એટલે સેવને બીજી સાઇડ ફેરવી લેવી.
👉 હવે બંને બાજુ તળાઇ જાય એટલે તેને સેવના ગુચ્છાને બહાર કાઢી લો. એક વાસણમાં પેપર નેપકીન પાથરીને રાખ્યા હોય તેમાં આ સેવના ગુચ્છા મૂકવા. જેથી તેલ બધું નીતરી જાય અને લાંબો સમય સેવને સ્ટોર રાખી શકો. આ સેવ તમે પીકનીક પર, ઓફિસમાં નાસ્તા માટે, કે ઘરે મહેમાન આવ્યા હોવ ત્યારે પણ આપી શકો છો.
તમને આ રેસીપી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી રેસીપી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.