કેળા એક એવું ફળ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ભાવતું હોય છે. તે ખાવામાં ખૂબ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકોનું પ્રિય ફળ કેળા હોય છે. શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી ફળ છે. કેળાનું જો તમે નિયમિત સેવન કરશો તો શરીરમાં તેની સકારાત્મક અસર જોવા મળે છે. કિડની, પાચન માટે ખૂબ જ ઉપયોગી છે કેળા.
આપણા બધાના મનપસંદ કેળા વધુ સમય ઘરમાં રહેતા હોતા નથી. જેથી તેની ખરીદી પણ વધારે કરી શકાતી નથી કેમ કે તે એક કે બે દિવસ પછી કાળા પડવા અને ગળવા લાગે છે. અંતે તેને ફેંકી દેવા પડતા હોય છે.
કેળાને બીજા ફળોની જેમ વધારે સમય સંગ્રહી શકાતા નથી. એ ઝડપથી બગડવા લાગે છે. કેટલીક વર્કિગ વુમન એક સાથે ડઝન કેળાં લેવાની ઇચ્છા ધરાવતી હોવા છતાં બગડી જવાના ડરથી લઈ શક્તિ નથી. માટે કોઈપણ ગૃહિણી જો કેળા સંગ્રહ કરવા માગતી હોય તો આજે તમને એક ટિપ્સ જણાવીએ જેનાથી ઘરમાં લાવેલા કેળાં અઠવાડિયા સુધી બગડશે નહીં અને તાજા રહેશે.
- કેવા કેળા ખરીદવા-
ઘણા લોકો કેળા ખરીદવામાં હંમેશાં ભૂલ કરતા હોય છે. થોડા ઢીલા લેતા હોવાથી તે ઝડપથી બગડી જાય છે અને તે એક દિવસમાં જ ગળી જતા હોવાથી ઘરના વ્યક્તિઓએ ઇચ્છા ન હોવા છતાં ખાવા પડતા હોય છે.
તેથી જો તમે કેળાં ખરીદતા હોવ તો થોડા કાચા અને કડક હોય તેવા કેળા ખરીદવા જોઈએ. થોડા પીળા અને લીલા રંગના, થોડા આછા પીળા હોય તેવા ખરીદવા જોઈએ. વધારે લીલા રંગના કેળાં થોડા સમયમાં બહારથી પીળા રંગની છાલ વાળા થઈ જશે પરંતુ ખાવ ત્યારે ખ્યાલ આવતો હોય છે કે તે અંદરથી કાચા હોય છે. મોટા હોય તેવા કેળાની પસંદગી કરવી નાના કેળા અંદરથી કાચા હોવાની સંભાવના રહેતી હોય છે.
એક વાત ખાસ યાદ રાખવી તમે બજારમાંથી કેળા લાવ્યા બાદ પોલિથિનમાંથી બહાર કાઢી નાખવા અને તેને સોડા વાળા પાણીથી પહેલા સાફ કરી નાખવા જોઈએ. અને થોડી વાર તે પાણીમાં મૂકી રાખો જેથી તે જલદી બગડશે નહીં.
જો તમારે જલદી બગડે નહીં તેવું કરવું હોય તો કેળાના ડીંટા દૂર કરી નાખવા જોઈએ. કેમ કે ત્યાંથી જ કેળાં બગડવાની શરૂઆત થતી હોય છે. કેળાંના ડીંટા કાપી અથવા એક એક કેળું છુટૂં પાડી પ્લાસ્ટિકથી કવર કરી લેશો તો પણ લાંબા ગાળા સુધી ખરાબ થશે નહીં.
- વિટામિન સીની ટેબ્લેટ વધુ મદદ કરશે-
વિટામિન-સી ટેબ્લેટનો ઉપયોગ આજકાલ દરેક ઘરમાં વધી ગયો છે. જે તમારી ઈમ્યુનિટી પણ વધારે છે સાથે બીજા અનેક રોગોથી આપણને બચાવે છે. એવી જ રીતે કેળાં માટે પણ વિટામિન-સીની ટેબ્લેટ ઉપયોગી નીવડે છે.
થોડા પાણીમાં વિટામિન-સીની ટેબ્લેટ નાખો. તે ઓગળી જાય તે પછી તેમાં કેળાં મૂકી દો. કેળાંને અડધો એક કલાક તે પાણીમાં મૂકી રાખો અને તે પાણીમાંથી કાઢ્યા બાદ સામાન્ય રૂમ ટેમ્પેરેચર પર જ રાખવા. લાંબા સમય સુધી કેળાં ફ્રેશ રહેશે. જલદી કાળા કે ઢીલા પડશે નહીં.
- હેંગરનો ઉપયોગ કરવો-
કેળાં તાજા રાખવા મહિલાઓ અવનવા પ્રયોગ કરતી હોય છે. જેથી તે બગડે નહીં. તેમાં એક આ ઉપાય પણ કરી શકો છો. જેનાથી કેળા લાંબા સમય સુધી બગડશે નહીં અને તે ટેસ્ટમાં પણ સારા રહેશે. બનાના હેંગરમાં તમે કેળાંને લટકાવી શકો છો. જે લાંબા સમય સુધી નહીં બગડે. આ બનાના હેંગર તમને બજારમાં સરળતાથી મળી રહેશે. આ હેંગરમાં લટકાવાથી તે ઝડપથી ઢીલા પડતા નથી.
- ફ્રિઝમાં ન રાખો-
કેટલાક લોકો કેળાને કાળા અને જલ્દી ઓગળી ન જાય તે માટે ફ્રિઝમાં રાખતા હોય છે. પરંતુ તે સાવ ખોટી આદત છે. તેને ક્યારેય ફ્રિઝમાં ન રાખવા જોઈએ. ફ્રિઝમાં રાખવાથી કેળાની છાલ કાળી પડવા લાગે છે. અને તે તરત અંદરથી ખરાબ થઈ જશે.
જેથી કેળાંને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર જ રાખવા જોઈએ. હા, તમે 1-2 દિવસ માટે રાખી શકો ફ્રિઝમાં. પરંતુ તેનો સ્વાદ તમને બદલાયેલો લાગશે. જે તમે તાજા કેળાં લાવો ત્યારે મીઠા લાગે તેવો ટેસ્ટ આવશે નહીં. ફ્રિઝમાં રાખવાથી કેળાંનો ટેસ્ટ પણ બદલાય જશે, ખાવામાં ફિક્કા લાગવા લાગશે. માટે બજારમાંથી લાવેલા કેળાં તાજા રાખવા માટે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર જ રાખવા જોઈએ.
ફ્રિઝમાં રાખેલું અમુક ફ્રૂટ તમારા સ્વાસ્થ્યને લાંબા ગાળે નુકસાન કરે છે. માટે બને તો ફ્રિઝમાં ફ્રૂટ મૂકવાનું ટાળવું જોઈએ. બીજી વાત જણાવીએ કે કેળાંમાં ઓક્સડેજ નામનું એન્જાઈમ ફ્રિઝમાં રાખવાથી ઉત્પન્ન થાય છે. જેના કારણે તે ઉપરથી કાળા પડશે અને અંદરથી ધીમેધીમે ખરાબ થવા લાગશે.
- પ્લાસ્ટિકની થેલીથી રેપ કરો-
જો તમારે કેળાં લાંબા સમય સુધી સડતા બચાવવા હોય તો બજારમાંથી લાવ્યા બાદ તેના ડિંટા તોડી નાખો. ત્યાર બાદ કેળાંને એક પોલિથિન કે પ્લાસ્ટિકની બેગથી રેપ કરો. જેનાથી કેળાંને બહારની હવા લાગશે નહીં અને કેળાં લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. તે કેળાં તમે અઠવાડિયા સુધી ખાઈ શકશો. જો કેળાંને તાજા રાખવા માટે તમે આ ટિપ્સ અપનાવશો તો ક્યારેય તમારા કેળાં બગડશે નહીં અને તમે રોજ ખાઈ શકશો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.