🪔દોસ્તો હમણાં જ થોડા દિવસોમાં આ દિપાવલીનો તહેવાર આવે છે. આપણા સૌના ઘર અનેક પ્રકારના દિવાઓથી જળહળી ઉઠે છે. કોઈ માટીના કોડિયાનો ઉપયોગ કરે છે, કોઈ મીણબત્તીનો ઉપયોગ કરે છે, કોઈ તો વળી લોટના રંગ બે રંગી દિવાઓ બનાવીને પોતાના ઘરને સજાવે છે. પરંતુ દોસ્તો આજે અમે તમારા માટે એક અલગ પ્રકારના જ દીવા ઘરે કેમ બનાવવા તે જણાવવા જઈ રહ્યા છીએ. આ દિવાઓ એકદમ યુનિક છે જે સૌ કોઈનું ધ્યાન આકર્ષે છે.
🪔આ દિવા બનાવવા માટે તમારે બજારમાં કોઈ પણ પ્રકારની વસ્તુની ખરીદી કરવા જવાની જરૂર જ નથી. આ દીવામાં જે પણ સામાનની જરૂરત છે તે તમામ તમારા ઘરમાંથી જ તમને મળી રહેશે. આ દીવામાં તેલ પણ ઓછું જોશે અને તે ખૂબ જ સુંદર દેખાશે. તો ચાલો જોઈએ તે કેમ બનાવવા.
🪔પાણીમાં કલરફૂલ દિવડાઓ બનાવવાની પધ્ધતી :
🪔આ દિવાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાની મુખ્ય સામગ્રી જોઈએ તો પાણી, તેલ, કાચના ગ્લાસ, પ્લાસ્ટિક પેપર, રૂની લાંબી વાટ અને બીજી કેટલીક આકર્ષક વસ્તુઓ કે જે આપણે આગળ જોવાના છીએ તો તેનો પણ તમને ખ્યાલ આવી જશે.આમાં તમે તમારી ક્રિએટિવ સૂજ મુજબ વેરીએશન કરી શકો છો.
🪔હવે આપણે દીવો બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા તો તમારે કાચના ગ્લાસમાં પાણી ભરવાનું છે. આ ગ્લાસને માત્ર પોણા ભાગ સુધી જ પાણી ભરવાનો છે. ત્યાર પછીનો સ્ટેપ છે આ પાણી ભરેલા ગ્લાસમાં જે ભાગ બાકી છે તેને તેલથી ભરી દેવાનો છે. આ દીવામાં તમે જેટલું તેલ ઉમેરશો તેટલો સમય વધારે દીવો પ્રજ્વલલિત રહેશે.
🪔ત્યારબાદ તમારે એક પ્લાસ્ટિકની થેલી લેવાની છે યાદ રહે કે તે હોટર કલરની જ હોવી જોઈએ એટલે કે તેની આરપાર જોઈ શકાવું જોઈએ. તેને ગ્લાસના મોઢા કરતાં થોડો નાની સાઈજનો નળાકાર કાપવાનો છે. આ કાગળમાં બરાબર વચ્ચે એક નાનો હોલ પાડવાનો છે જેમાંથી પેલી રૂની વાત પસાર થઈ શકે.
🪔હવે આ પ્લાસ્ટિક પેપરમાંથી રૂની લાંબી વાતને પોરવિલો. તેને અડધી અંદર અને અડધી બહાર રહે તેમ રાખવી. આમ ગોઠવીને પછી તેને ગ્લાસમાં બરાબર રીતે સેટ કરી દો. વાટના ઉપરના ભાગને થોડો તેલવાળો કરી લો. એટલે તે સરળતાથી જગી શકે. બસ તૈયાર છે તમારી આકર્ષક હોટર કેન્ડલ.
🪔દીવાને ઔર સુંદર, આકર્ષક કેમ બનાવવા તે જાણો નીચે :
🪔આ દીવાને જો તમારે કલરફૂલ લુક આપવો છે તો પાણીમાં વિવિધ રંગોનું મિશ્રણ કરીને તે કરી શકો છો. તમે ગ્લાસમાં નાના મોટા પથ્થરને પણ નાખી શકો છો, કોઈ નાની ગુલાબની કળી કે અન્ય ફૂલને પણ મૂકી શકો છો. આથી વિશેષ તમે પેલા ક્રિસટલ બોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસટલ બોલવાળો દીવો સૌથી આકર્ષક બને છે. જે સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેચે છે.
🪔દોસ્તો આના સિવાય પણ બીજી ઘણી વસ્તુ હોય છે કે જેનો ઉપયોગ તમે તમારા દીવાને એક ન્યુ લુક આપવા માટે કરે શકો છો. આ દિવા જોવામાં એટલા સુંદર લાગે છે કે સૌ કોઈને તે પસંદ આવે છે. 👉જ્યારે તમે આ દીવો બનાવો છો તો સૌથી પહેલા તેના પર જે વેરીએશન કરવાનું છે તે કરીને પછી જ છેલ્લે વાટ ગોઠવવી એટલે કોઈ જ પ્રોબ્લેમ વગર સુંદર દીવો તૈયાર થઈ જશે.
જો આ પાણીના દીવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.