🥕શિયાળો શરૂ થતાં જ બજારમાં લીલા શકાભાજી સાથે સલાડમાં ખવાતી વસ્તુઓ પણ સરળતાથી મળતી હોય છે. જેમ કે બીટ, ગાજર, આમળા, હળદર, મૂળા, ટામેટાં વગેરે. ઘણા લોકો શિયાળો શરૂ થાય એટલે તરત પાલક, આમળા, ગાજર, બીટનો જ્યૂસ કરીને પીતાં હોય છે. જેથી શરીરને ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે. તે સાથે જ લાલ ચટક જેવા ગાજર જોઈને આપણને હલવો યાદ આવી જતો હોય છે. આખા શિયાળામાં આપણે બે કે ત્રણ વખત ગાજરનો હલવો તો જરૂર બનાવતાં હોઈએ છીએ.
🥕ગાજરને ગુણકારી માનવામાં આવે છે. તે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એટલું જ નહીં સ્કીનને પણ ફાયદો આપે છે. ગાજરમાં કેરોટીન નામનું તત્વ હોય છે જે ત્વચાને ચમકાવે છે. ગાજરમાં તે સિવાય ગ્લુકોઝ, વિટામિન એ, સી, ડી, ઈ અને કે જેવા પોષક તત્વો હોય છે. જે શરીરની સાથે સ્કીનને પણ જાન આપે છે.
🥕ફેસ પર બ્લડ ફ્લોને બરાબર કરી નિખાર આપશે. રૂખી ત્વચાને રિપેર કરવાનું કામ જો નેચરલી કરવું હોય તો તમારે ગાજરનું માસ્ક અઠવાડિયામાં બે વાર લગાવાનું રહેશે. જેથી ફેસ પર પડેલી કરચલી, દાગ-ધબ્બા, ખીલ દૂર થઈ જશે. વાળનો ગ્રોથ પણ વધવા લાગશે. તો તમને જે રીતે ફેસની સમસ્યા હોવ તે પ્રમાણે ફેસ માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.
🥕કરચલી- જેના ચહેરા પર કરચલી પડવા લાગી હોય તેમણે ગાજર પીસી તેમાં એક ચમચી દૂધ, એક ચમચી ચોખાનો લોટ, ચપટી હળદર, નાની ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવવી આ પેસ્ટને 15 મિનિટ ફેસ પર લગાવી ધોઈ નાખો. એક દિવસ છોડી બીજા દિવસે આ પેસ્ટ લગાવશો ફાયદો થશે.
🥕રફ સ્કીન- જો સ્કીનને સોફ્ટ બનાવવી હોય તો એક ચમચી પીસેલું ગાજર લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી મધ મિક્સ કરવું. તેને ફેસ પર લગાવી 15 મિનિટ પછી થોડા હુંફાળા પાણીથી સાફ કરી નાખવું. આ ઉપાય વીકમાં બે વખત કરવો.
🥕ડલનેસ માટે- ગાજર સાથે સફરજન ક્રશ કરી નાખવું પછી તેમાં એક ચમચી ઓટ્સ લઈ પેસ્ટ ફેસ પર લગાવવી. આ માસ્કને સુકાતા 10 મિનિટ જેટલો સમય લાગશે. સુકાય જાય એટલે હળવા હાથે મસાજ કરી ચહેરો પાણી વડે સાફ કરી નાખવો.
🥕ચહેરો નિખારવા- એક ચમચી ચોખાનો લોટ, ચપટી હળદર અને નાની ચમચી મધ મિક્સ કરવું. આ પેસ્ટને 15 મિનિટ લગાવીને રાખો પછી પાણી વડે ફેસ ધોઈ નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં 2-3 વખત કરવો. 15 દિવસમાં તમારા ચહેરા પર ગ્લો આવવા લાગશે.
🥕ઓઈલી સ્કીન- જેની સ્કીન ઓઈલી હોય તેને ગાજરના જ્યૂસમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર નાખી મિક્સ કરવું. પછી રૂ વડે ફેસ પર લગાવવું. 10 મિનિટ દિવસમાં સવાર સાંજ આ પ્રયોગ કરવો.
🥕સૂકી ત્વચા- એક ચમચી ગાજર ક્રશ કરેવું, તેમાં એક ચમચી મલાઈ અને ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરી ફેસ પર લગાવો. 15 મિનિટ પછી ફેસ વોશ કરવો. ત્વચા મુલાયમ થઈ જશે.
🥕સોજા માટે- કેટલાક લોકો સવારમાં ઉઠે ત્યારે ફેસ પર સોજો આવી જતો હોય છે. તો તેમણે એક ચમચી ક્રશ કરેલું ગાજર, એક ચમચી બીટ, એક ચમચી બટાકો અને એક ચમચી દહીં મિક્સ કરવું. પછી તેને 15 મિનિટ ફેસ પર લગાવી ધોઈ નાખવું સોજો ઉતરી જશે.
જો ઘરેબેઠા બનાવેલ ફેસમાસ્કની આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.