બાળકોને અત્યારે ફાસ્ટ ફૂડ વધારે પસંદ હોય છે. અને તેમાં પણ જો મૂવી જોવા ગયા હોય તો બાળકોને પોપકોર્ન તો લેવાના જ હોય છે. સાથે સાથે અત્યારે ફ્રેન્ચ ફાઈસ, સ્માઈલી, પોટેટો બોલ, ચીઝ બોલ્સ જેવી વસ્તુ આજ કાલ બાળકોનું મનપસંદ ફૂડ થઈ ગયું છે. તેમાં ખાસ કરીને બાળકનો ફ્રેન્ચ ફાઈસ જ્યાં જાય ત્યાં લેવાનું નક્કી જ હોય છે.
આ ફ્રેન્ચ ફ્રાઈસ તમે ઘરે બનાવશો તો બાળક ગમે ત્યારે કહેશે તો તેને ફટાફટ તળીને આપી શકશો. કોઈ વાર ફ્રેન્ડ્સના બાળકો અથવા બર્થ ડે પાર્ટીમાં બહારથી લાવ્યા વગર ઘરે જ બાળકોનો મનપસંદ નાસ્તો બનાવીને આપી શકો છો. તો આજે બાળક માટે તમારે બહાર જેવી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, હોટેલ જેવી ફ્રેન્ચ ફાઈસ બનાવી છે તો કેટલીક ટિપ્સ તમને જણાવીશું, જેનાથી ઘરે એકદમ સરળતાથી મસ્ત મજાની ફ્રેન્ચ ફાઈસ બનાવશો.
ઉકાળીને આ રીતે મૂકવી- નાના મોટા દરેકને ફ્રેન્ચ ફ્રાઈસ પસંદ હોય છે. તો બહાર જેવી ફ્રેન્સ ફ્રાઈસ ભાવતી હોય છે. તો સાંજના સમયે તમે નાસ્તામાં બનાવી શકો છો. તેનાથી તમારું પેટ પણ બહુ નહીં ભરાય અને ભૂખ ઓછી થઈ જશે. તેના માટે સૌથી પહેલા બટાકાને ફ્રેન્ચ ફ્રાઈસના આકારમાં કાપવા જોઈએ. કપાય જાય પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા. તેને એક કડાઈમાં પાણી રેડી ઉકળવા માટે મૂકવા. બટાકા ઉકળવા મૂકો ત્યારે તમારે વારંવાર જોવાની જરૂર રહે નહીં તેના માટે એક વાર સમય જોઈને પાણીમાં નાખવા. લગભગ 5-7 મિનિટ સુધી ઉકળવા દેવા.
-ફ્રેંચ ફ્રાઈસ આકારના બટાકા બરાબર બફાઈ જાય એટલે તેને સૂકવી દેવી પછી ઝિપલોક બેગમાં પેક કરી 2 કલાક કે તેનાથી વધારે સમય માટે રાખવી હોય તો પણ રાખી શકો છો. જ્યારે પણ તમારે તળવી હોય ત્યારે ફ્રિઝમાંથી બહાર કાઢી ડીપ ફ્રાઇ કરી શકો છો. એકદમ રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ અને ટેસ્ટમાં પણ મસ્ત એવી ફેન્ચ ફ્રાઈસ તમે ઘરે બનાવીને ખાઈ શકશો.
ચોખા અને કોર્ન ફ્લોરનો ઉપયોગ- ફ્રેન્ચ ફ્રાઇસ ક્રિસ્પી અને સોફ્ટ બંને હોય તો જ ખાવાની મજા આવતી હોય છે. દેખાવમાં સારી લાગતી ફ્રેન્ચ ફ્રાઇસ અમુક સમયે એકદમ સોફ્ટ હોય તો ભાવતી હોતી નથી. ક્રિસ્પી બનાવવ માટે સૌથી પહેલા બટાકાને તે શેપમાં કટ કરી દેવા જોઈએ. પછી તેને પાણીથી સાફ કરી એક વાસણમાં પહોળા કરી તેના પર કાર્ન ફ્લોર અને ચોખાનો લોટ નાખવો જોઇએ. પછી તેના પર તમે મીઠું પણ નાખી શકો છો.
એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ થવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ બંને લોટથી કોટિંગ કરેલી ફ્રેન્ચ ફ્રાઈસને તળવાની શરૂ કરો. એક પછી એક તળાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવી જોઈએ. તે આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી તળવી જોઈએ. સર્વિંગ બાઉલમાં કાઢ્યા પહેલા નીચે ટિસ્યૂ પેપર રાખવા, જેથી બધું તેલ બરાબર શોષાય જાય. પછી તેના પર તમે સંચળ પાઉડર, મરી પાઉડર છાંટી શકો છો. ગરમા-ગરમ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. કોર્ન ફ્લોર લોટની જગ્યાએ તમે ચોખાના લોટનું પણ કોટિંગ કરી શકો છો.
પહેલા ઠંડા પાણીમાં પલાળો- સૌથી પહેલા તો બટાકાને ફ્રેન્ચ ફ્રાઈસના શેપમાં કટ કરી લેવાના છે. અને તે સ્લાઈસને તમારે ઠંડા પાણીમાં થોડો સમય રાખી મૂકવાની છે. એટલે કે અડધો એક કલાક જેટલી ફ્રેન્ચ ફ્રાઇસને તમારે ઠંડા પાણીમાં રાખવી. પછી જ તળવી જોઈએ. આપણે સૌથી પહેલી એ ભૂલ એ કરતા હોઈએ છીએ કે જેવા બટાકાને કટ કર્યા કે તરત તળવા લાગીએ છીએ. આ રીત તદ્દન ખોટી છે. તમારે તેને ઠંડા પાણીમાં રાખી પછી જ તળવી જોઈએ.
તમે જ્યારે પણ ઠંડા પાણીમાં આ ફ્રેન્ચ ફ્રાઈસના કટકા નાખો છો ત્યારે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખવું. જો ઠંડા પાણીમાં ન રાખવી હોય તો એક વાસણમાં પાણી ભરી તેને ફ્રિઝમાં થોડા સમય માટે મૂકી દેવી જોઇએ. પછી તેને ફ્રિઝમાંથી બહાર કાઢી બધું પાણી નીતારી લેવું, કોટન કપડા પર કોરી કરી લેવી જેથી પાણી શોષાઈ જાય.
હવે એક પેનમાં તેલને ગરમ થવા માટે મૂકો. તે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ પહેલા ફાસ્ટ રાખવી તેમાં ફ્રેન્ચ ફ્રાઈસ નાખ્યા પછી ગેસ ધીમો કરી નાખવો જોઈએ. ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે તેને બહાર કાઢી લેવી જોઈએ. ફ્રેન્ચ ફ્રાઈસને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.
જો તમારે બાળકો માટે વધારે બનાવીને સ્ટોર કરવી હોય તો આ રીતે બનાવી થોડી ઝિપલોક બેગમાં રાખી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. પરંતુ તેને ફ્રિઝરમાં રાખવી પડશે. એક મહિના સુધી તમે સ્ટોર કરીને રાખી શકશો. શરૂઆતમાં તમને એવું લાગે કે બરાબર નહીં બને પરંતુ એક વાર બનાવ્યા બાદ તમે અવારનવાર સરળતાથી બનાવી શકશો. આ મસ્ત મજાની વાનગી.
ફ્રેન્ચ ફ્રાઈસ દરેકને પસંદ હોય છે જ. તેમાં ખાસ કરીને બાળકોને નાસ્તામાં અથવા ઘરે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને આપી શકશો. બહારની ફ્રેન્ચ ફ્રાઈસમાં તેલનું પ્રમાણ વધારે હોય છે. કેમ કે તે લોકો બે વાર તળતા હોય છે. અને આપણે ઘરે આ ટ્રિક દ્વારા એક વાર તળીશું. જેથી તેલ પણ વપરાશે નહીં અને બાળકોના સ્વાસ્થ્યને પણ નુકશાન નહીં થાય.
તમને આ રેસીપી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good” જરૂર લખજો. આવી બીજી રેસીપી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.