🧄દોસ્તો, મોટા ભાગે આપણા કિચનમાં જ ઔષધિઓનો ભંડાર પડેલો છે. પરંતુ આપણે એનાથી અજાણ છીએ. અમુક એવી આયુર્વેદીક ઔષધ આપણા રસોડામાં જ હોય છે તો પણ આપણે તેને ઓળખી શકતા નથી. આજે આપણે એવા જ એક ઔષધ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે લસણ.
🧄આ લસણ આપણને તમામ જગ્યાએ મળી રહે છે. આ લસણ એક ઉત્તમ રસાયણ છે. પ્રાચીનકાળ થી ભારતમાં લસણનો ખાવામાં ઉપયોગ થતો જ આવે છે સાથે તેને એક ઔષધ તરીકે પણ વાપરવામાં આવે છે. શું તમને એ વાતનો ખ્યાલ છે કે આ લસણનું તેલ વાળ, સ્કીન અને બીજા દર્દ માટે પણ ખૂબ જ બેસ્ટ ઉપાય છે. તો દોસ્તો, આજના આ લેખમાં અમે તમને લસણના શું ફાયદા હોય છે તેના વિશે જણાવીશું.
🧄લસણના ફાયદાઓ : લસણ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લસણમા એન્ટિવાયરલ, એન્ટિ બેકટિરિયલ તેમજ એન્ટિ ફન્ગલ જેવા ગુણ રહેલા છે તે શરદી, ઉધરસ જેવા દર્દથી બચાવે છે. નાના બાળકોને કફથી બચાવવા માટે તેને 5 થી 6 કળી ફોલિને ગળામાં પહેરાવવાથી કફ દૂર થાય છે. લસણ બ્લડના વાઇટ સેલને વધારવા માટે મદદ રૂપ થાય છે.
🧄લસણ હાઇ બીપી અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાવાળા લોકો માટે પણ ફાયદાકારક છે, સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉત્તમ છે. લસણમાં રહેલું એલાયલ સલફાઈડ ફેફસાનો ક્ષય, ગ્રંથિક્ષય, અસ્થિક્ષય, ઉદરક્ષય અને ત્વચાક્ષય વગેરે માટે ઉત્તમ છે. આ તમામ દર્દ માટે તો છે જ પણ લસણ વાળ માટે ખૂબ જ ઉત્તમ છે તેનું તેલ બનાવીને વાળને લાંબા બનાવી શકાય છે.
🧄લસણનું તેલ બનાવવા માટેની રીત : લસણનું તેલ બનાવવા માટે તેમાં 7 થી 8 કળી લસણ તેમજ ઓલિવ ઓઇલ લો. સૌથી પહેલા તમારે લસણના બારીક ટુકડા કરીને ત્યારબાદ ગેસ પર એક નાની અને ઊંડી કડાઈમાં ઓલિવ ઓઇલને ગરમ કરવા મૂકવાનું છે થોડું ગરમ થાય કે તરત જ તેમાં લસણના બારીક ટુકડા ઉમેરવા તે બળી ના જાય તે માટે તેને બરાબર હલાવતા રહો. બસ થોડી જ મિનિટ તેને આ રીતે ગરમ કરી લો. તેને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ કરી લો. ઠંડુ પાડેલું આ તેલ ગાળીને એક સાફ અને ચોખ્ખી કાચની બોટલમાં ભરીલો.
🧄વાળ માટે લસણ તેલ શા માટે ઉત્તમ : લસણ જેવી ઔષધીય ચીઝને લઈને અનેક રિસર્ચ થયા છે તે અનેક દર્દ માટે તો વપરાય જ છે પણ વાળ માટે તો તે ખાસ છે તેવું કહેવામાં કઈ ખોટું નથી. આ લસણમાં વિટામિન બી 6 અને સી, સેલેનિયમ તેમજ મેંગેનીઝ પ્રચુર માત્રામાં રહેલા છે. આ તત્વો વાળને માટે ખૂબ જ જરૂરી છે. લસણમાં એન્ટિ વાયરલ અને એન્ટિ ફન્ગલ ગુણો હોય છે જે બેક્ટેરિયા અને કિટાણુઓથી લડીને માથાની સ્કીન અને વાળનું રક્ષણ છે.
🧄વર્ષ 2007 માં એક રિસર્ચ થયેલું તેમાં સામે આવ્યું છે કે એલોપેસિયા એરિટાથી ગ્રસ્ત લોકોને વાળ ખૂબ જ ઓછા હોય છે અથવા તો ટાલ જ હોય છે. એવા લોકો જો પોતાના માથા પર કાચા લસણની પેસ્ટ બનાવીને લગાવે તો ફરી વાળ ઊગવા લાગે છે.
🧄લસણના તેલથી વાળ લાંબા તો થાય છે જ સાથે ખરતા પણ અટકે છે. આ તેલ લગાવવાથી માથાની કોશિકા ના રક્ત પ્રવાહમાં પણ વૃધ્ધિ થાય છે.
🧄લસણનું તેલ અનેક રીતે ફાયદાકારક છે. તે ત્વચા સંબંધી ખંજવાળ જેવી સામાન્ય તકલીફ માટે પણ ઉપયોગી બને છે. આ તેલ ઓરલ તકલીફો માટે પણ એક સારો ઉપાય છે જે લોકોને દાંત કે પેઢાની કોઈ નાની-મોટી તકલીફ હોય તેમના માટે આ તેલ ખૂબ જ ઉત્તમ છે.
જો આ લસણના તેલ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.