મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેના વાળ એકદમ ચમકદાર, સુન્દર, મજબુત અને લાંબા બને ખાસ કરીને દરેક સ્ત્રી આવું ઈચ્છતી હોય છે. પણ આજની વ્યસ્ત રહેલી જીંદગીમાં વાળની કેર કરવી એ પણ ખુબ અઘરું કામ છે. કારણ કે, વાળની કેર કરવા માટે પુરતો સમય જોઈએ અને તે આજના યુગની લાઈફ સ્ટાઈલને જોતા સંભવ નથી.
બધી સ્ત્રીઓ ઈચ્છે છે કે, તેના વાળ લાંબા, મુલાયમ, અને સુંદર બને. આ માટે તે અનેક પ્રોડક્ટ્સ નો પણ ઉપયોગ કરે છે. પણ જો તમે કોઈ વધુ ખર્ચ ન કરવા માંગતા હો તેમજ ઓછા સમયે વાળની સારી એવી સંભાળ કરવા માંગતા હો તો થોડા ઘરેલું ઉપાયો અપનાવી જુઓ.
આજના યુગમાં વાળ ખરાબ થવાનું એક કારણ આપણી લાઈફ સ્ટાઈલ છે. આ સિવાય આપણો ખોરાક પણ એવો થઈ ગયો છે કે વાળને જે પોષણ મળવું જોઈએ તે નથી મળતું. જેના કારણે વાળ દિવસે દિવસે ખરાબ થતા જાય છે. આથી જો તમે વાળને ઓછા સમયમાં વધુ સારા કરવા માંગો છો તો આ રીતે એક વખત જરૂર અપનાવી જુઓ.
તમારે પોતાના વાળની કેર કરવા માટે પોતાની ડાયેટમાં બે વસ્તુઓ કાકડી અને આદુનો સમાવેશ કરવો જોઈએ. આ બંને વસ્તુઓ તમારા વાળને સુંદર, મજબુત અને ચમક આપવાનું કામ કરશે. તેમજ આદુમાં અનેક પોષક તત્વો જેવા કે, મેગ્નેશિય, પોટેશિયમ, ઘણા પ્રકારના વિટામીન રહેલા છે જે વાળને સારા બનવામાં મદદ કરે છે.
આમ આદુ અને કાકડી બંને તમારા વાળનું આરોગ્ય સારું રાખવામાં મદદ કરે છે. તેમાં તેહલ પોષક તત્વો વાળને લાંબા અને સુંદર બનાવે છે. આ સિવાય આદુ એ શરીર માટે પણ ખુબ સારું છે. આનાથી તમારા ખરતા વાળ અટકી જશે અને વાળનો ગ્રોથ વધશે, વાળ લાંબા થશે.
ડુંગળી અને આદુના રસનો ઉપયોગ કરી રીતે કરવો
- સામગ્રી
- ડુંગળી – એક મોટી ડુંગળી તેમજ તેનો રસ કાઢવો
- આદુ – એક મોટો ટુકડો અને તેનો રસ કાઢી લો
બનાવવાની રીત
- સૌથી પહેલા ડુંગળીને એકદમ ઝીણી સમારી લો અથવા તો પીસી નાખો અને પછી એક સ્વસ્છ કપડામાં તેનો રસ નીચોવી નાખો. ત્યાર પછી આદુને પણ આ રીતે પીસી નાખો અને તેનો રસ એક કપડામાં નાખીને રસ કાઢી લો.
- હવે આ બંને રસને એક વાટકીમાં મિક્સ કરી લો. ત્યાર પછી તેને સારી રીતે હલાવીને આ રસને માથાની જડ સુધી પહોચે એ રીતે લગાવો.
- હવે આ રસને વાળમાં 30 મિનીટ સુધી રહેવા દો અને પછી શેમ્પુ વડે વાળ ધોઈ નાખો. તમે આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો. થોડા જ દિવસોમાં તમારા વાળનો ગ્રોથ વધવા લાગશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે.
- તમને જણાવી દઈએ કે વાળ માટે સલ્ફર ખુબ જ જરૂરી તત્વ છે અને ડુંગળીમાં આ સલ્ફર ભરપુર હોય છે અને આદુ વાળ માટે ખુબ સારું છે. તેમજ આદુને તમે લીંબુ સાથે મિક્સ કરીને પણ વાળમાં નાખી શકો છો. ડુંગળી અને આદુનો રસ વાળની થીક્નેસ વધારે છે અને વાળ ઓછા સમયમાં લાંબા પણ થાય છે. આ માટે ડુંગળી અને આદુનો ઉપયોગ કરી શકો છો.
આદુ, કાકડી, નારીયેર તેલ અને તુલસીનું તેલ ઉપયોગ
- સામગ્રી
- આદુ – એક મોટી ચમચી પીસેલું આદું
- કાકડી – અડધો કપ પીસેલી કાકડી
- નારીયેર તેલ – 1 મોટી ચમચી
- તુલસીનું તેલ – 1 મોટી ચમચી
બનાવવાની રીત
- સૌથી પહેલા આ બધી જ સામગ્રીને એકઠી કરી લો પછી આદુ અને કાકડીને પીસી નાખો.
- આદુ અને કાકડી પીસી લીધા પછી તેમાં નાળીયેરનું તેલ અને તુલસીનું તેલ મિક્સ કરી પછી આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી લો.
- આમ આ બધાની પેસ્ટ બની જાય એટલે તેને માથામાં જડ સુધી લગાવો. આખા માથામાં લગાવ્યા પછી તેને અર્ધી કલાક સુધી રહેવા દો. ત્યાર પછી સ્વચ્છ પાણી વડે વાળને ધોઈ નાખો.
આ બધી જ વસ્તુઓમાં ખુબ જ પોષક તત્વો રહેલા છે. આથી વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. તેમજ જો તમને ખોડાની તકલીફ હોય તો તેને પણ દુર કરે છે. આમ તમે ઉપર આપેલ આ બે રીત થકી તમારા વાળને ચમકદાર, સુંદર અને મજબુત બનાવી શકો છો. તેમજ વાળનો ગ્રોથ વધારવા માટે પણ આ વસ્તુઓ ખુબ અસરકારક રીતે કામ કરે છે. આથી એક વખત આ પ્રયોગ અપનાવી જુઓ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.