ન્હાવાનો સાબુ આપણે નવો કાઢીએ ત્યારે મોટો અને સુગંધીદાર હોય છે. પછી ધીમેધીમે તે નાનો થતો જાય છે. થોડા સમયમાં તે પૂરો થવા આવે ત્યારે આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. કાંતો નવો સાબુ કાઢીએ ત્યારે તેની પર જૂના સાબુનો ટુકડો ચોંટાડી દેતા હોઈએ છીએ. કેટલાક લોકો સાબુના ટુકડા ફેંકી દેતા હોય છે.
પરંતુ તમે ખ્યાલ નહીં હોય કે આ સાબુના ટુકડામાંથી જ તમે મસ્ત મજાનું ઘરે હેન્ડવોશ માટે લિક્વીડ બનાવી શકો છો. બજારમાં મળતા લિક્વીડ કરતા વધારે પ્રમાણમાં સારું અને સસ્તું પણ પડશે. તો આજે તમને જણાવીએ હેન્ડવોશ ઘરે કેવી રીતે બનાવવું.
હેન્ડવોશ બનાવવા માટેની રીત- આજથી સાબુના ટુકડા બચાવવાના ચાલુ કરી દેશો તો તમારે મહિના કે બે મહિના ચાલે તેટલું લિક્વીડ બનશે. તેના માટે જોઈશે માત્ર 10 મિનિટનો સમય. વેસ્ટમાંથી બેસ્ટ લિક્વીડ હેન્ડવોશ બનાવીએ.
-સૌથી પહેલા તમારે એક સાબુ જેટલા કટકા ભેગા કરવાના રહેશે. જો એટલા ટુકડા ન થતા હોય તો તમે બજારમાંથી 10 રૂપિયાનો નવો સાબુ પણ લાવી શકો છો.
-પછી તેને કટ કરીને સ્લાઇસ કરવી. જો સાબુના ટુકડા પાતળા જ હોય તો કટ કરવાની જરૂર રહેતી નથી. જેટલા સાબુના ટુકડા હોય તે પ્રમાણે તેમાં ડેટોલનું પાણી એડ કરવાનું રહેશે.
-જો એક સાબુ હોય તો ચાર ચમચી જેટલા સાબુના ટુકડા નાખવાના રહેશે અને તેનાથી વધારે હોય તો તે પ્રમાણે માપ વધારી દેવાનું રહેશે.
-હવે એક મિક્સરમાં બધા સાબુના ટુકડા ચોખ્ખા પાણીથી સાફ કરી ક્રશ કરવા માટે નાખો. ક્રશ કરો ત્યારે તેમાં થોડું કટકા ડૂબે તેટલું પાણી નાખી દેવું. તેને મિક્સરમાં ક્રશ કરી નાખો. તે બરાબર ક્રશ થયું છે કે નહીં ચમચી વડે ચેક કરી લેવું.
– બરાબર ક્રશ થઈ ગયું હોય તો તેને એક વાસણમાં કાઢી લો. પછી તેમાં બહુ ગરમ નહીં કે બહુ ઠંડુ નહીં તેવું એક ગ્લાસ પાણી એડ કરો. થોડી વાર માટે બરાબર હલાવો. ફરી તેમાં એક ગ્લાસ જેટલું પાણી રેડવું.
-લિક્વીડને બહાર જેટલું સોફ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો. તેની સાથે મિશ્રણ ઠંડુ પણ થઈ જશે અને ગાઢ બની જશે.
-તમે 5 કે 6 મિનિટ સતત હલાવતા રહેશો તો આ લિક્વીડ બહાર જેવું જાડું થઈ ગયું હશે. તમે ચેક કરી શકો છો. ચેક કરવાથી તમને લાગે કે આ લિક્વીડ વધારે જાડું એટલે કે ગાઢ છે તો તેમાં ફરી પાણી એડ કરી શકો છો.
-પરંતુ ઠંડું પાણી ન રેડવું, થોડું ગરમ કરેલું પાણી એડ કરવું. ફરી પાછું એ રીતે સતત હલાવતા રહેવું. થોડી વારમાં કન્સીસટન્સી બહાર જેવી આવી જશે. જો ઘરમાં વધારે સાબુના ટુકડા ભેગા થયા હોય તો તમારે તે પ્રમાણે ડેટોલ એડ કરવું. અને તમારા લિક્વીડને વધારે સારી ગુણવત્તા વાળું બનાવું હોય તો ડેટોલ એડ કરવાથી સારું બનશે.
-હવે આ લિક્વીડમાં ડેટોલ નાખી ફરી બરાબર હલાવવું. જેથી મિશ્રણમાં ડેટોલ એડ થઈ જાય. તૈયાર થયેલા લિક્વિડને તમે ખાલી હેન્ડવોશની બોટલમાં ભરીને ઉપયોગમાં લઈ શકો છો. -આ રીતે સામાન્ય ખર્ચમાં તમે ઘરે હેન્ડવોશ બનાવી શકો છો. બહારથી આવતી કોઈ વ્યક્તિને ખબર પણ નહીં પડે કે આ સાબુમાંથી બનાવેલું લિક્વિડ છે.
આ હેન્ડવોશ બજારમાં મળતા લિક્વીડ કે સાબુ કરતાં વધારે સારું બનશે. તેની ચિકાશથી તમારા હાથ એકદમ ચોખ્ખા થઈ જશે, હાથ પર લાગેલો મેલ પણ સાફ થઈ જશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.