👉શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને ગરમ પીણાં પીવાની આદત હોય છે. જેનાથી શરીરને એનર્જી મળી રહે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે. ઠંડા પીણા કરતાં ગરમ પીણાં વધારે ફાયદાકારક હોય છે અને હેલ્ધી પણ એટલા જ હોય છે. તો જો તમે બજારમાં મળતાં હેલ્ધી ડ્રિંક પીવાનું પસંદ ન કરતાં હોવ તો ઘરે ખૂબ જ સહેલાથી, ખૂબ જ ઓછા સમયમાં હેલ્ધી ડ્રિંક બનાવી શકો છો. જે તમારા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરશે.
🍵આર્યુર્વેદીક ટી- અમુક લોકોને એસિડીટી, ડાયાબિટીસ, વજન ઘટાડવું હોય તો ટી ખૂબ જ કારગત સાબિત થશે. ઘણા લોકો રોજ સવારે ગ્રીન ટી પીતા હોય છે. તો આ એવી જ ટી છે. જેમાં સૌથી પહેલા તમારે એક લીટર ગરમ પાણી કરવાનું છે. તેમાં નાના 5-5 કટકા આદુ, એક એલચી, એક તજ, ફુદિનાના પાન નાખો. હવે આ બધી વસ્તુ નાખ્યા બાદ તેને થોડી વાર માટે ઢાંકી ઉકળવા દો.
🍵10 મિનિટ ધીમા તાપે ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો. પછી તેને ગરણી વડે ગાળી લેવું. આ મિશ્રણને તમે સ્ટોર કરી શકો છો. જ્યારે પીવું હોય ત્યારે તેમાં લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરવું. રોજ આ પ્રમાણે ચા પીવા લાગશો તો દૂધવાળી ચા પીવાનું ભૂલી જશો સાથે તેનાથી સ્વાસ્થ્ય પણ સુધરશે.
🧋હોટ ચોકલેટ- ચોકલેટનું નામ આવે એટલે દરેકના ચહેરા પર સ્માઈલ આવી જતી હોય છે. તેમાં ખાસ કરીને બાળકોને ચોકલેટ વધારે ભાવતી હોય છે. તો હોટ ચોકલેટ બનાવીને રોજ પી શકો છો. એક વાસણમાં એક લીટર દૂધ લેવું તેમાં એક ચમચી કોકો પાઉડર એડ કરવો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું પીનટ બટર પાઉડર નાખવો. તેમાં તજનો નાનો કટકો નાખવો અને ગેસ પર ઉકળવા મૂકો. તે સતત હલાવતા રહેવું જોઈએ.
🧋5 મિનિટ ઉકળે એટલે ગેસ બંધ કરી બોટલમાં ભરી લેવું. પછી તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખવી અને સારી રીતે મિક્સ કરી લેવું. તો તૈયાર છે પીનટ બટર હોટ ચોકલેટ. ચોકલેટ તમારા શરીરને પ્રોટીનથી ભરપૂર બનાવશે સાથે મગજ માટે પણ લાભદાયી છે.
🥛અશ્વગંધા દૂધ- આ દૂધ રોગપ્રતિકારક શક્તિ આપવાનું કામ કરશે, સાથે તમારા શરીરમાં કમજોરી, થાક જેવી સમસ્યા હશે તેમાંથી છુટકારો મળશે. તો આ બનાવવાની રીતમાં સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ દૂધ લેવું તેને ગરમ કરવા મૂકવું. તેમાં એક ચમચી અશ્વગંધા પાઉડર નાખવો. એક એલચી, એક ચમચી હળદર, થોડો મરી પાઉડર અને અડધી ચમચી જેટલું ઘી નાખવું.
🥛પછી બીજા વાસણમાં બે બદામ, બે કાજુ, અખરોટ ક્રશ કરીને દૂધમાં નાખો. થોડી વાર ઉકાળી ગેસ બંધ કરી નાખો. તૈયાર થયેલા મિશ્રણને એક ગ્લાસમાં કાઢો. તેમાં એક ચમચી જેટલી ખાંડ અથવા સાકર ક્રશ કરી નાખી શકો છો. આ મિશ્રણને બરાબર હલાવી પી જાવ. રોજ રાત્રે જમ્યાના અડધા કે કલાક બાદ પીવું અને જો વજન ઘટાડવા માગતા હોવ તો જમવાની જરૂર નથી.
🥛સૂવાનો સમય થાય તેના એક કલાક પહેલા આ એનર્જી ડ્રિંક પીવું. જેથી શરીરને ગુણ કરશે. તેનાથી શરીર તો તંદુરસ્ત રહેશે સાથે સ્કીન પર નિખાર આવશે.
🥗વેજ ડિલાઈટ- આ ડ્રિંકમાં તમે દરેક શાકભાજી એડ કરી શકો છો. એક વાસણમાં અડધું લીટર પાણી લેવું. તેને ગેસ પર ગરમ થવા મૂકવું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં 2 લવિંગ પછી સમારેલા ઝીણા ગાજર, ફણસી, લીલા વટાણા સાથે જે પણ શાકભાજી ભાવતા હોય તે નાખી શકો છો. તેમાં પછી મીઠુંના બદલે સંચળ, થોડો મરી પાઉડર એડ કરો. હવે તેને 7થી 8 મિનિટ સુધી ચડવા દેવું. પછી ગેસ બંધ કરી એક ગ્લાસમાં કાઢો. લીંબુ નીચોવી પી જાવ. આ પીણું ખૂબ જ હેલ્ધી છે. તમારા શરીરને ઠંડકમાં અંદરથી ગરમાવો આપવાનું કામ કરશે.
🥣ચણાના લોટનો શીરો- આ શીરો તમારા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તેનાથી ઇન્યુનિટી સિસ્ટમમાં પણ વધારો થાય છે. સૌથી પહેલા એક જાડું વાસણ લો. તેમાં અડધી ચમચી ઘી નાખો. તેમાં 1/2 ચમચી ચણાનો ઝીણો લોટ લો. બેસનને સતત હલાવતા રહેવું. ત્યાર બાદ તેમાં 4-5 બદામ નાખવી. તે પછી 3-4 મિનિટ સતત હલાવતા રહેવું. બેસનનો રંગ બદલાય નહીં ત્યાં સુધી શેકવું.
🥣થોડો શેકાવા લાગશે એટલે સુગંધ આવવા લાગશે. હવે એક મોટો ગ્લાસ દૂધ તેમાં એડ કરો. પછી એક ચમચી જેટલી ખાંડ કે સાકર મિક્સ કરો અને થોડો મરી પાઉડર નાખો. આ બધું 2 મિનિટ સુધી ચડવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારો હેલ્ધી શીરો.
🥣જેને વારંવાર શરદી થઈ જતી હોય તેના માટે આ શીરો ફાયદાકારક સાબિત થશે. તેમાં તમે સૂંઠ અને ગંઠોડા પણ નાખી શકો છો. જેથી વધારે હેલ્ધી શીરો બનશે. જો તમે શિયાળાની ઋતુમાં આટલી વસ્તુનું સેવન કરશો તો આજીવન નિરોગી રહેશો.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.