🌸 દરેક લોકો પોતાના ઘરમાં અલગ-અલગ રંગબેરંગી ફૂલ છોડ ઉછેરવાનો ઘણો શોખ અથવા પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય છે. જેથી ઘરમાં લોકો જગ્યાને અભાવે ફૂલ-છોડ ઉછેરવા કુંડા રાખતા હોય છે. જેથી ઘરની સુંદરતામાં પણ વધારો થાય છે. ઉપરાંત સુગંધિત ફૂલોથી ઘરનો માહોલ ખુશનુમાં બની જાય છે.
🌸 ઘણી વાર આ ફૂલ-છોડ અમુક કારણોસર બળી જતાં હોય છે અથવા તેમાં રોગ લાગી જતો હોય છે. જેથી ઘણા સમયથી આ ફૂલછોડ ઉછેરવા પાછળ કરેલી મહેનત પાણીમાં જાય છે. એવામાં અમે તમારા માટે એવા ઉપાય લઈને આવ્યા છીએ, જેનાથી તમારા ઘરમાં રહેલા ફૂલ-છોડ ક્યારેય સુકાશે નહીં અને વધારે વિકાસ પણ પામશે. ફૂલ-છોડનો સારો વિકાસ કરાવવા માટે તેમા ખાતરની જરૂર પડે છે. જેથી આપણે ખાતર કઈ રીતે બનાવવું તેની વિગતવાર ચર્ચા કરીશું.
🍂 હોમ મેડ ઓર્ગેનિક ખાતર બનાવવાની રીત :-
🍂 સૂકા પાનનો ઉપયોગ :- ઘણા લોકો વૃક્ષો અથવા છોડના પાન સુકાઈને ખરી જતા હોય તેને કચરામાં ફેકી દેતા હોય છે. પરંતુ આ સુકાઈ ગયેલા પાનથી ઘરમાં રહેલા છોડનો વિકાસ સારી એવી ગતિથી થાય છે. જેથી આ ઉપાય કરવા માટે સુકાઈ ગયેલા પાનને હાથ વડે મસડી અને ભૂકો કરી લેવો. ત્યાર બાદ આ પાનના ભૂકાને છોડના ફરતે વેરી દેવો.
🍂 કુંડા અથવા ક્યારામાં પાણી નાખવું જોઈએ. જેથી બધા ગુણો માટીમાં ઉતરી જાય છે. સૂકા પાન સાથે સડી ગયેલા પાનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જેથી તમારા ઘરમાં રહેલા ફૂલ-છોડ સારી રીતે વિકસી શકે.
🍂 પાન અને ગાયના છાણથી બનતું ખાતર :- ઘરેલુ ખાતર બનાવવા માટે તેમાં તમે સુકાઈ ગયેલા પાન અને ગાયના છાણનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમારે સૌપ્રથમ થોડા સૂકા અથવા સડેલા પાન લઈ લેવા અને તેમાં છાણ મિક્સ કરી લેવું અથવા તમે પાનના ભૂકા અને છાણનું પડ પણ પાથરી શકો છો.
🍂 થોડા દિવસ પછી તમે જોશો કે, પાનનો રંગ કાળો થવા લાગ્યો છે. આ ઘરેલુ ખાતર તમારે કંપોસ્ટીંગ થતાં 1 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાર બાદ તમારું હોમમેડ ખાતર તૈયાર થઈ જાય છે. હવે આ ખાતરને તમે ફૂલ-છોડની માટીમાં નાખી શકો છો. ત્યાર બાદ તેમાં પાણી નાખવું. આ ઉપાયથી ફૂલ-છોડ સારી રીતે ખીલી ઉઠશે.
🍂 અલગ-અલગ પાનથી ખાતર બનાવવાની રીત :- આ ખાતર બનાવવા માટે તમારે અલગ-અલગ વૃક્ષ અને છોડના સૂકા અથવા સડી ગયેલા પાન એકત્રિત કરવા જોશે. ત્યાર બાદ તેને એક પ્લાસ્ટિકના વાસણમાં સ્ટોર કરી દેવું.
🪴 આ ખાતર તૈયાર થતાં તમારે મહિના જેટલો સમય લાગશે, આ ખાતર તૈયાર થઈ જતાં તમે તેને કાઢી અને ફૂલ-છોડ અથવા વૃક્ષના થડની આસ-પાસની માટીમાં નાખી અને તેમાં પાણી નાખી દેવું. આ ખાતરના ઉપયોગથી તમારા ફૂલ-છોડ એકદમ ખીલી ઉઠશે અને સારી રીતે વિકાસ પામશે.
🪴 આ રીતે તમે હોમ મેડ ઓર્ગેનિક ખાતર તૈયાર કરી શકો છો. જેમાં તમારે વધારે મહેનતની પણ જરૂર પડતી નથી. જેથી ખૂબ સરળ રીતે તમે તમારા ઘરના ફૂલ-છોડને ખરાબ થતાં બચાવી શકો છો અને તેનો સારો એવો વિકાસ સાધી શકો છો.
જો ફૂલછોડ માટે હોમ મેડ ખાતર બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.