🧼સુંદર દેખાવા માટે દરેક મહિલા બ્યુટી પાર્લરમાં જઈ અઢળક પૈસા ખર્ચે છે. અથવા ઘરે એટલી કોસ્મેટીકની વસ્તુ લાવે છે. જેનાથી ચહેરો ચમકવા લાગે છે. પરંતુ તે ચમક આપણને થોડા દિવસ માટે જ મળતી હોય છે. હંમેશાં માટે મળતી હોતી નથી.
🧼ઘણા એવા સોપ આવે છે જે ગોરા બનાવવાનો દાવો કરે છે. પણ તેનાથી લાંબા ગાળે ચામડીને નુકસાન પહોંચતું હોય છે. તો આજે તમને એક એવા સાબુ વિશે જણાવીશું જેનાથી તમારી ત્વચા સુંદર બની જશે. એટલું જ નહીં આ સાબુ દૂધમાંથી બનતો હોવાથી કેમિકલ વગર બનશે જેથી ચહેરા પર કોઈ આડઅસર જોવા મળશે નહીં.
🧼આ સાબુના ફાયદા :-
🧼-આ સાબુ બકરીના દૂધમાંથી બનશે. જે તમારી ડેડ સ્કીનને દૂર ભગાડશે. ખીલનો પ્રોબ્લેમ આ સાબુના ઉપયોગથી દૂર થઈ જશે અને સ્કીન પર નેચરલી નિખાર આવશે.
🧼-તે સિવાય ઉંમરની સાથે ફેસ પર કરચલીઓ પડવા લાગતી હોય છે. દાગ ધબ્બા દેખાય છે તો તેને પણ દૂર કરવાનું કામ આ સાબુ કરશે. આ સાબુમાં વિટામિન-એની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી સ્કીનના જે ટિસ્યુ હોય છે તે સારા થતાં હોય છે.
🧼સાબુ બનાવવા માટે સામગ્રી- 100 ગ્રામ સાબુ બનાવવા માટે, 400 ગ્રામ બકરીનું દૂધ શુદ્ધ, 400 ગ્રામ ઓલીવ ઓઈલ, 350 ગ્રામ નાળિયેર તેલ, 170 ગ્રામ સોડિયમ ડાઈડ્રોક્સાઈડ, 350 ગ્રામ તાડનું તેલ- તાડની ચરબી પણ લઈ શકો, 30 ગ્રામ જેટલું તમને જે સુગંધ પસંદ હોય તેનું તેલ લઈ શકો છો.
🧼સાબુ બનાવવાની રીત– જે પણ સાબુ બનાવવાની વસ્તુ છે તેને ભેગી કરી, બકરીના દૂધને ફ્રિઝરમાં જામ થાય ત્યાં સુધી રાખો. દૂધ બરાબર થીજી જાય પછી તેના ટુકડા કરી દેવા, ત્યાર પછી તેમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડનો અડધો ભાગ તેમાં મિક્સ કરી દેવો.
🧼-પછી બરફ નાખો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને ઠંડું ખાસ રાખવાનું છે. તેથી થોડો વધેલો સોડિયમ હાઈડ્રોક્સાઈડ પણ એડ કરવો. બરાબર મિક્સ કરવો.
🧼-આ મિશ્રણને બરાબર હલાવવું, જ્યાં સુધી બકરીના દૂધના જે ટુકડા થીજેલા છે તે ઓગળી ન જાય ત્યાં સુધી મિક્સ કરવા. આ મિશ્રણને હળવા પીળા રંગનું થવા દેવું. પછી મિશ્રણને એક બાજુ મૂકી દેવું.
🧼-પછી બીજું મિશ્રણ રેડી કરવાનું છે. આ મિશ્રણમાં ઉપર જે તેલ લેવાના હતા તે બધા જ ભેગા કરવાના છે. અને તેને 45થી 50 ડિગ્રી ગરમ કરવાના છે. જ્યારે આ બીજું મિશ્રણ બરાબર ગરમ થાય એટલે તેમાં પહેલું મિશ્રણ મિક્સ કરી દેવું.
🧼-પછી મિશ્રણને વધારે ઘાટું બનાવવા ઇમર્સન બ્લેન્ડરનો ઉપયોગ કરવો. ઘાટું થવા લાગે એટલે તેને જે શેપ આપવો હોય તેમાં સેટ કરવું. જે બીબામાં રાખો, તેમાં 24 કલાક રાખવાનું રહેશે. પછી તેને ધીમે રહી બહાર કાઢવાનો છે.
🧼-હવે તૈયાર છે તમારો બકરીના દૂધમાંથી બનેલો સાબુ. આ સાબુ 3થી 4 વીક સુધી ઉપયોગ કરી શકો છો. કોઈ પ્રકારની આડઅસર થશે નહીં.
જો વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.