આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. દરેક વ્યક્તિના વાળ ખરવા લાગ્યા છે. એવી જ સમસ્યા અકાલે વાળ સફેદ થવાની હોય છે. જંકફૂડ, મેંદાની વસ્તુ, ચાઈનીઝ વાનગી આ બધી વસ્તુઓનું તમારા શરીરમાં વિટામિનની ઉણપ ઊભી કરે છે. તે સિવાય કામનું પ્રેશર, અપૂરતી ઉંઘ, અનિયમિત જમવાનું વગેરેને કારણે પણ ઉંમર કરતાં વહેલા વાળ સફેદ થવા લાગ્યા છે.
પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે વાનગીમાં સ્વાદ વધારતો મીઠો લીમડો તમારા હેર ગ્રોથની સાથે સફેદ થતાં હેરને પણ અટકાવી શકે છે. મીઠા લીમડામાં પ્રોટીન અને બીટા-કેરોટીન હોય છે જે વાળને નુકસાનથી બચાવે છે. મીઠો લીમડો વાળના મૂળને નવજીવન પ્રદાન કરે છે. ચાલો નીચે તેના કેટલાક ઘરેલુ ઉપચાર જાણીએ. જે તમારા વાળને અનેક રીતે ફાયદો અપાવશે.
🌿 મીઠા લીમડાના પાનનો આ રીતે કરવો ઉપયોગ-🌿
🌿સૌથી પહેલા તમારે 300 થી 350 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન લેવા. તે પાનને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવા. એક બાજુ એક ગ્લાસ જેટલું પાણી એક વાસણમાં લઈ ગેસ પર ગરમ થવા મૂકવું. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખવા. આ પાણીને બરાબર ઉકાળવું જોઈએ. જ્યાં સુધી પાણી લીલા કલરનું એક દમ જાડું ન થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવું. હવે ગેસ બંધ કરી દેવો. ઠંડું થાય એટલે તેને ગાળી લેવું જોઈએ.
🌿-આ પાણીની પેસ્ટને તમે માથામાં લગાવો. તમને લાગે કે પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. તો તેને તમે અડધો લીટર જેટલું પાણી ગરમ કરી શકો છો. જેથી તે વાળમાં સારી રીતે લગાવી શકો.
🌿-મીઠા લીમડાનું પાણી માથામાં લગાવ્યા બાદ તેને અડધો કલાક સુધી રહેવા દેવું. પછી તેને ઠંડા પાણી અથવા થોડું હુંફાળું ગરમ કરી ધોઈ નાખવું. તમે શેમ્પૂનો ઉપયોગ કરીને પણ માથું સાફ કરી શકો છો.
- આ રીતે પણ કરી શકો મીઠા લીમડાનો ઉપયોગ-🌿
🌿- તે સિવાય પણ તમે કોપરેલના તેલમાં મીઠો લીમડો નાખીને હેર ટોનિક બનાવી શકો છો. તે માટે કોપરેલના તેલમાં મીઠો લીમડો નાખી બંને વસ્તુને સારી રીતે ઉકાળવી. તે બરાબર ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ થાય એટલે એર ટાઈટ તેલની બોટલ હોય તેમાં ભરી લેવું. વાળમાં આ તેલથી મસાજ કરવી. જેથી વાળ મજબૂત બનશે.
🌿-તાજા લીમડાના પાનને ક્રશ કરી દહીંમાં નાખીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને વાળ પર લગાવો. થોડી વાર રહેવા દઈ પછી વાળ સાફ કરી નાખો. 30-60 મિનિટ સુધી રાખવું જોઈએ – તેનાથી પરિણામ સારું મળશે
🌿- તમારા વાળ વધારે રફ થઈ ગયા હોયતો મીઠો લીમડો ઘણો ફાયદો આપે છે. 2 કપ પાણીમાં લીમડાના 10-15 જેવા પાન નાખી ઉકાળો. તેનો ઉપયોગ શેમ્પૂ વડે વાળ સાફ કર્યા પછી કરવો. તમારા વાળ સિલ્કી અને સોફ્ટ થઈ જશે.
🌿-જો તમારા સફેદ થતા વાળને અટકાવવા હોય તો અઠવાડિયામાં બેથીત્રણ વાર આ લીમડાનો પ્રયોગ કરવો. બે મહિનામાં તમારા માથામાં નવા વાળ આવવા લાગશે. સાથે કાળા અને ગ્રોથ પણ થશે.
👉 આમ ઘરેલુ ઉપચાર કરીને તમે હેરને નેચરલ રીતે કાળા બનાવી શકો છો. જો તમે ઉપરનો કોઈ પણ પ્રયોગ કરતાં હોવ ત્યારે એક સાથે એક પ્રયોગને જ કરવામાં ધ્યાન રાખવું તેનાથી તમને સારું રિજલ્ટ મળશે. એક સાથે 2 પ્રયોગ પર ધ્યાન ના આપવું જોઈએ.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.