મિત્રો આપણું આયુર્વેદ ખુબ મોટું શાસ્ત્ર છે જેમાં અનેક ઔષધિઓ ના અસંખ્ય લાભ વિશે જણાવવામાં આવ્યું છે. વિશ્વમાં ઘણી એવી જડીબુટ્ટી મળે છે જેના ઉપયોગ થી તમે તમારું શરીરી તંદુરસ્ત રાખી શકો છો. જો કે તમને આયુર્દેવમાં ઈલાજ કરતા સમય લાગે છે પણ રોગનો ઈલાજ જડમૂળથી થાય છે.
આપણા આયુર્વેદમાં અનેક ઔષધીઓને સંજીવની માનવામાં આવે છે. ગંભીરથી ગંભીર બીમારીના ઈલાજ માટે આયુર્વેદ હંમેશા તૈયાર રહે છે. આમ આયુર્વેદને એમ કહી શકાય કે તે માણસ માટે કોઈ વરદાનથી ઓછું નથી. આથી જો તમે પણ કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો તેનો ઈલાજ આયુર્વેદમાં રહેલ છે.
આપણા શરીરની ગંભીર બીમારીઓ જેવી કે હરસ, સંતાન પ્રાપ્તિ, માસિક સમસ્યા, અલ્સર, ડાયાબીટીસ, કેન્સર, પેટના રોગો, સાંધાના રોગો, હાડકા ના રોગો વગેરે માં આયુર્વેદ ખુબ જ સરળ રોતે મળી રહે છે. આવી અનેક બીમારી માટેના ઈલાજ માટે આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવીશું જેમાં આવા રોગોને જડમૂળ થી દુર કરવાના ગુણ રહેલા છે.
આયુર્વેદિક ઔષધિ.
આ આયુર્વેદિક ઔષધી નું નામ નિરંજન ફળ છે. તે એક કાચી જડીબુટ્ટી છે. તે એક કુદરતી ઔષધિના રૂપમાં મળે છે. પણ આ ઔષધિનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આ ઔષધિનો ઉપયોગ કરતા પહેલા તેને બરાબર સાફ કરી લો, તેને સારી રીતે ધોઈ નાખો. તેમજ તેને ધોઈ લીધા પછી તેમાં ભીનાશ ન રહે તે માટે તેને બરાબર સુકવવું પણ જરૂરી છે અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમે તેને સાચવવાની કાળજી નથી લેતા તો તે ખરાબ પણ થઈ શકે છે. આ સિવાય તમે જયારે તેને બજારમાંથી લાવો છો ત્યારે તેની પેકિંગ તારીખ જરૂર વાચી જોવી, પછી જ તેનો ઉપયોગ કરવો. જો કે આ ઔષધિને એક વર્ષ સુધી સારી રહે છે પણ તેનો ઉપયોગ તમારે 6 મહિનાની અંદર કરી લેવો જોઈએ.
આ આયુર્વેદિક ફળનો ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં પાઉડર રૂપે થાય છે. તમને આ ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળશે. આ ફળનું વધુ ઉત્પાદન મલેશિયામાં જોવા મળે છે. તેને મલેશિયામાં માસબંકુસ કહે છે અને ભારતમાં તેને માલવા ફળ પણ કહે છે. ચાલો તો તેના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.
- ગર્ભધારણ થઈ શકે છે
જો કોઈ દંપતી સંતાન પ્રાપ્ત કરવા માંગે છે તો તે માટે આ ફળ ખુબ લાભદાયી છે. સ્ત્રીગર્ભ ધારણ કરવા માંગે છે તો પતિ અને પત્ની બંનેને આ ફળનું સેવન કરવું. આ માટે 3 જેટલા નિરંજન ફળ પાણીમાં પલાળીને રાત્રે મૂકી. તેને સવારે 5 થી 10 ગ્રામ સાકર સાથે બંને પતિ-પત્ની ખાઈ લો. જો કે સ્ત્રી અને પુરુષમાં બંનેમાં વીર્ય અને રાજમાં વિકાર આવી જાય ત્યારે આ ફળ ઉપયોગી છે. તેનાથી વીર્યનું ઉત્પાદન પણ વધે છે.
- સંતાન પ્રાપ્તિમાં વરદાન રૂપ છે
જે દંપતી સંતાન વિહીન છે તેમના માટે નિરંજન ફળ એક વરદાન રૂપ છે. જે સ્ત્રીઓ ગર્ભધારણ નથી કરી શકતી તેમના માટે ખાસ જરૂરી છે. તેના સેવનથી પુરુષોમાં વીર્ય ઠંડુ પડે છે અને ગર્ભ રહી શકે છે. આમ મોટેભાગે પુરુષોના ઉષ્ણ વિર્યતાના કારણે સ્ત્રીઓને ગર્ભ નથી રહેતો. પુરુષોએ એક અઠવાડિયા સુધી નિરંજન ફળના ઉપરના ફોતરા કાઢીને સેવન કરે છે તો વીર્ય ઠંડુ પડે છે અને ગર્ભ રહી શકે છે. આ ફળનું સેવન પુરુષોએ કરવું જોઈએ.
- માસિક સમસ્યા દુર કરે છે
સ્ત્રીઓમાં જોવા મળતી માસિક સમસ્યા જેવી કે માસિક વધુ આવવું, મોડું આવવું, તેમજ માસિક દરમિયાન રક્ત સ્ત્રાવ વધુ થવો. જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે નિરંજન ફળનું સેવન કરી શકો છો. આ માટે જો તમને રક્ત સ્ત્રાવ વધુ થતો હોય તો તે માટે રાત્રે એક નિરંજન ફળ પાણીમાં પલાળી રાખો, સવારે ખાલી પેટે તેને ખુબ મસળીને પી જાવ, તે રક્તના સ્ત્રાવને રોકવામાં રામબાણ ઈલાજ છે.
ઘણી વખત સ્ત્રીઓમાં માસિક 6 થી 7 દિવસ ચાલે છે જેના કારણે સ્ત્રીમાં નબળાઈ આવી જાય છે. આ માટે આ ફળને પાણીમાં બે કલાક પલાળી રાખવાથી તે મોટું થાય છે પછી તેને મસળી, નીચોવી લો અને 2 કે 3 ગ્રામ સાકર સાથે ખાઈ લો તેનાથી સ્ત્રાવ કાબુમાં આવી જશે.
- અલ્સર માટે લાભકારી છે
જે લોકો અલ્સરની બીમારીથી પીડાય છે તેમના માટે નિરંજન ફળ ખુબ જ અસરકારક ફળ માનવામાં આવે છે. આથી તેઓએ પોતાના આયુર્વેદિક ઉપચાર રૂપે નિરંજન ફળનો દવા તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેના સેવનથી અલ્સર જેવી બીમારી ઓછી થઈ શકે છે અને એક સમયે તે નાબુદ પણ થઈ શકે છે. આથી જે લોકો અલ્સરથી પીડિત છે તેમણે નિરંજન ફળનો દવા રૂપે સેવન જરૂર કરવો જોઈએ.
- હરસ-મસા માં અસરકારક છે
જો તમને હરસ-મસા ની તકલીફ છે તો તમે તેના ઈલાજ માટે નિરંજન ફળનો ઉપચાર રૂપે પ્રયોગ કરી શકો છો. આ તકલીફથી પરેશાન લોકોએ રાત્રે આ ફળ પાણીમાં પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાવું તેનાથી હરસ-મસા સાવ મટી જશે. આ સિવાય તમે હરસ મસાના ઈલાજ માટે આ ફળને પાણીમાં ખુબ મસળીને પી પણ શકો છો. હરસ-મસા માટે તે એક રામબાણ ઈલાજ કહી શકાય છે.
આમ નિરંજન ફળ એ ખુબ જ ઉપયોગી ફળ છે અને આ ફળની બજારમાં કિંમત ખુબજ સામાન્ય છે તેથી તેની માટે તમારે કોઈ વધુ ખર્ચ પણ કરવાની જરૂર નથી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.