👝મોટાભાગના પુરુષોને આદત હોય છે પાકીટ પાછળના ખિસ્સામાં રાખવાની. અત્યારથી નહીં વર્ષોથી દરેક પુરુષ પાકીટ પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકતા હોય છે. કોઈ વખત બેસવાનું હોય ત્યારે પાકીટ કાઢીને સાઈડમાં મૂકી દેતા હોય છે. જેથી તેમને બેસવામાં તકલીફ ન પડે.
👝જમાના સાથે કદમ મિલાવતી મહિલાઓ પણ પાછળના ખિસ્સામાં પાકીટ રાખતી થઈ ગઈ છે. કેમ કે દરેક મહિલા જીન્સ પહેરે તે સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ પુરુષની જેમ તે પણ પાછળના ખિસ્સામાં પાકીટ રાખે છે. એટલું જ નહીં તે આજકાલ ફેશન ગણાય છે. પરંતુ આ ફેશન તેમને જીવનમાં ભારે પડી શકે છે. તેનો ખ્યાલ નહીં હોય. જિન્સમાં કે ફોર્મલ પેન્ટમાં ગમે ત્યાં પાકીટ પાછળ રાખશો તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે આ આદત તમારે બદલી નાખવી જોઈએ. તેનાથી આ પ્રકારના નુકશાન થાય છે, તે જોઈએ.
👝-પાછળના ખિસ્સામાં પાકિટ રાખવાથી સીધા બેસી શકાતું નથી. આ વાત સંશોધનમાં પણ જોવા મળી છે. તમે કોઈ પણ જગ્યાએ જાણ સીધા બેસવામાં તકલીફ પડવાથી પગ પર પગ ચઢાવીને અથવા થોડા ત્રાંસા બેસની કોઈ સાથે વાતચીત કરવા પડે છે. જેના લીધે તમને લાંબા ગાળે કરોડરજ્જુની તકલીફ થતી જોવા મળે છે. તેના બેલેન્સ અને જેસ્ચરમાં બદલાવ આવે છે. એટલું જ નહીં પગની માંસપેશીઓ પણ દબાય છે. કારણ કે તમે જ્યારે પણ બેસો ત્યારે તમારે ત્રાંસા જ બેસવું પડતું હોય છે.
👝-આ આદતના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધી તથા શરીરને લગતી કેટલીક તકલીફો થઈ શકે છે. જેમ કે તમારી બોડીનું જે લોઅર બેલેન્સ હોય છે. તે બગાડી નાખે છે આ આદત. કેમ કે વોલેટ રાખવાના કારણે તમે સીધા બેસી શકતા નથી અને કોઈવાર બેસી જાવ તો નસો દબાવાનું શરૂ થઈ જાય છે. જે તમારા શરીર અને સ્વાસ્થ્ય બંનેને નુકસાન પહોંચાડી શકે છે.
👝-તે સિવાય આ ટેવના કારણે તમારી કરોડરજ્જુને નુકસાન પહોંચે છે. અને એકવાર તેમાં તકલીફ થવાથી સ્લીપ ડિસ્ક ખસી જતું હોય છે. અને તેનું નિરાકણ જલદી આવી શકતું નથી ઘણી વખત એવું પણ બને છે કે જીવીએ ત્યાં સુધી આ તકલીફ રહે. આ તકલીફ ઘણી જ પીડાદાયક હોય છે.
👝-આ આદતના કારણે સાંધાનો દુખાવો, માંસપેશીઓની તકલીફ, સ્નાયુઓનો દુખાવો વગેરે થાય છે. કેમ કે શરીરનું બેલેન્સ બગડે છે. કરોડરજ્જુ સીધી રહેતી હોય તો આપણા શરીરમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી, પરંતુ જો સીધા બેસવાનું ન થાય તો આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
👝-એટલા માટે જો તમને પણ આ ટેવ પડી ગઈ હોય તો દૂર કરશો. જેથી આગળ જતા કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. મોટાભાગના ડૉક્ટરો પણ પાકીટ પાછળના ખિસ્સામાં ન રાખવાની સલાહ આપતા હોય છે. ચોરને ચોરી કરતાં સારું ફાવે પાછળના ખિસ્સામાં વોલેટ રાખો તો એટલે આદત બદલાવાથી આપણને બે ફાયદા થશે. 1, શરીર સારું રહેશે કરોડરજ્જુની તકલીફ નહીં થાય. 2. પાકીટ ભીડ વાળી જગ્યાએ ચોરાય જવાનો ડર નહીં રહે.
👝તે સિવાય જો આદત ન છુટતી હોય તો ઘરેથી નીકળો ત્યારે વોલેટ તમારી ઓફિસમાં બેગમાં મૂકી દો. જેથી બાઇક કે ગાડી ચલાવતી વખતે તકલીફ ન પડે. ઓફિસમાં જઈ તમારા ડેસ્ક પર પણ રાખી શકો છો.
જો પાછળના ખિસ્સામાં પાકીટ ન રાખવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.