બધા જાણતા હશે કે, આપણાં આયુર્વેદમાં ઘણા એવા રોગોની દવા કીધેલી છે, જે અત્યારની દવાનો નથી મટાડી શકતી. તો આજે આપણે એવી દવા કે ઔષધિ વિષે જાણીશું જે ઘણા રોગોમાં કારગર સાબિત થાય છે. ઘણા એવા રોગો છે તેની સામે અત્યારની દવાઓ કામ નથી કરતી. આપણાં શરીરના ઘણા રોગો વર્ષોથી હોય છે તેને કાઢવા માટે આપણે ઘણી મહેનત કરતાં હોઈએ છીએ પણ દવાઓ કામ નથી આવતી. આજે આપણે જે ઔષધિ વિષે જાણવાના છીએ તે લગભગ બધાએ જોઈ હશે પણ તેનો ઉપયોગ ક્યારે નહીં કર્યો હોય.
તમે બધા ઉનાળાના સમયમાં કેરીઓ હોશે હોશે ખાતા હશો પણ ખબર નહીં હોય કે, કેરીઓ જે વૃક્ષમાં થાય છે તે વૃક્ષ આયુર્વેદમાં ઘણી દવાઓમાં કામ આવે છે. તેના મૂળ અને પાન બંને આયુર્વેદમાં ઘણી દવાઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. આજે તે આંબાના પાન વિષે જણાવીશું જે ઘણી મોટી બીમારીઓમાં કારગર છે. તે ઔષધિથી ડાયાબિટીસ જેવો રોગ મૂળથી નીકળી જાય છે અને સાથે નાના નાના રોગો પણ આસાનીથી કાઢે છે.
પાન જ્યારે તાજા હોય છે ત્યારે તેનો કલર લીલો હોય છે તે જાણતા હશો. પણ આંબાના પાન જ્યારે પણ સુકાઈ ત્યારે તેનો કલર બ્લૂ કલર જેવો થઈ જાય છે. તેની અંદર ઘણા વિટામીન્સ મળી આવે છે. જેવાકે, વિટામિન C, B and A મળી આવે છે. તે માટે આંબાના પાનનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે. આંબાના પાનનો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુજા પાઠમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.
- આંબાના પાન ક્યાં ક્યાં રોગમાં કામ આવે છે
આંબાના પાન બ્લડ પ્રેશરની સમસ્યામાં વધારે ઉપયોગી છે. તેનો ઈલાજ કરવા માટે 10 આંબાના પાનનો રસ કાઢી રોજે સવારે એક ગ્લાસ નાસ્તો કર્યા વગર પીવો જોઈએ. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આંબાના પાનના અનોખા ગુણના કારણે તે બ્લડ પ્રેશરની સમસ્યા જલ્દીથી કાઢવામાં મદદ કરે છે. પાનમાં રહેતા તત્વો લોહીની નસોને શુદ્ધ કરીને મજબૂત બનાવે છે.
બીજો ઈલાજ છે મગજનો ટ્રેસ (માનસિક તણાવ) લોકોને કામના ટેન્શનના કારણે વધારે ટ્રેસમાં રહે છે. અમુક લોકોને ઘર પરીવારનો પણ ટ્રેસ હોય છે. જેના કારણે લોકો બીમાર વધુ પડે છે. ટ્રેસને દૂર કરવા માટે પણ આંબાના પાનનું જ્યુસ ખુબજ ઉપયોગી છે. તે મગજની નસોને શાંત કરે છે રોજે સવારે કે રાત્રે જ્યુસનું સેવન કરવાથી વધારે ફાયદો રહે છે. સાથે સાથે આંબાના પાનનો રસ જ્યારે પણ ન્હાવા માટે જવ ત્યારે ગરમ પાણીમાં અર્ધો ગ્લાસ મિક્સ કરવો જોઈએ તેનાથી સ્કીન પ્રોબલમ દૂર રહે છે.
- ડાયાબીટીસ કંટ્રોલ
હવે વાત કરીએ કે ડાયાબિટીસમા પાન કેવી રીતે ઉપયોગ કરવા. સૌથી પહેલા આંબાના પાનને તડકામાં સુકાવો જેથી તેનો પાવડર બની શકે. તે પાવડર સવારે નાસ્તો કર્યા પહેલા એક ચમચી પાણી સાથે લેવો. પછી તેની 30 મિનિટ સુધી ઉપર કઈ ખાવું નહીં તેનાથી પાવડરની અસર જલ્દીથી થશે અને ડાયાબિટીસના રોગી માટે સારું પડશે. અને વધુમાં, આ પાવડરનો ઉપયોગ કરતાં પહેલા તમારી આજુ બાજુમાં કોઈ આયુર્વેદિક ડોકટર હોય તેની સલાહ લેવી જરૂરી છે કારણકે, બધાજ લોકોની શરીરના ટ્રકચર અલગ અલગ હોય છે.
પાવડરની સાથે સાથે તમે આંબાના મુલાયમ પાનનો ઉપયોગ પણ કરી શકો છે. તે પણ શરીરમાં શુગરનું પ્રમાણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે પાનને રાત્રે એક પાણી ભરેલા ગ્લાસમાં રાખીદો. તે પાનનું સેવન સવારે કરવું તેનાથી શરીરમાથી શુગરનું લેવલ ઓછું કરવા મદદ કરશે.
- આ પાન પેટની પણ ઘણી સમસ્યામાં ઉપયોગી થાય છે.
પથરીની સમસ્યામાં આંબાના પાનનું સેવન ખુબજ ગુણકારી છે. પાથરીને તોડીને કાઢવા માટે આંબાના પાનને સારી રીતે સૂકવી તેનો પાવડર બનાવી તે પાવડરને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવો અને તે પાણીને સવારે ઉપયોગ કરવું. તેવું નિયમિત કરવાથી પથરી જલ્દીથી તૂટી મૂત્રમાર્ગથી બહાર આવી જશે.
શરીરના બીજા દર્દો માટે પણ આંબાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કાનનો દુખાવો થતો હોય છે ત્યારે, આંબાના પાનને વાટીને તેનો રસ અર્ધી ચમચી રાત્રે સૂતા પહેલા કાનમાં નાખી દેવો તેનાથી કાનનો દુખાવો ઓછો થશે. જ્યારે પણ ગળામાં દુખાવો થાય ત્યારે આંબાના પાનનો ધૂપ સ્વાસથી અંદર બહાર કરવાથી ગળાને રાહત મળે છે. તેમજ વધારે હેડકી પણ ધુમાડો સૂંઘવાથી મટે છે.
આંબાના પાન નો ઉપયોગ દાજેલભાગને રાહત આપે છે. જ્યારે પણ કોઈ શરીરનું અંગ આગમાં દાજી જાય છે અને બળતરા થાય છે ત્યારે તેની ઉપર આંબાના પાનની રાખ નાખવાથી બળતરમાં રાહત મળે છે. પેલા તે પાનની રાખ બનાવવી પછી તેને દાજેલા ભાગ ઉપર લગાવી તેનાથી બળતું ઓછું થાય છે. આ તમામ માહિતી ઈન્ટરનેટના માધ્યમથી લખાયેલી છે, તો બની શકે કે, થોડો ચેન્જ હોય શકે છે. ઉપરના તમામ ઉપયોગો જો આયુર્વેદના જાણકારની અનુમતિથી કરશો તો ખુબ સારું પરિણામ જોવા મળશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.