મિત્રો શરીરમાં કેલ્શિયમની કમી થવાથી માંસપેશી અને હાડકા સંબંધી બીમારી થાય છે. શરીરમાં કેલ્શિયમની કમીથી અનેક વિકૃતિઓ આવે છે. કેલ્શિયમની ઉણપથી હાડકા ઉપરાંત રક્ત સંબંધી અનેક રોગો થઇ શકે છે. આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે કફ ની સમસ્યા પણ કેલ્શિયની કમીથી થાય છે. કેલ્શિયમ એક માઈક્રોન્યુટ્રીયંટ છે જે સુક્ષ્મ પોષક તત્વ છે જે શરીરમાં રહે ત્યારે જ અન્ય પોષક તત્વ રહે છે. અને 2 રૂપિયામાં મળતો ચૂનો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શરીરને અનેક બીમારીથી બચાવે છે.
પુરુષત્વ વધારે છે – ઘણા પુરુષોમાં શુક્રાણુ ન બનવાની સમસ્યા જોવા મળતી હોય છે. એવામાં જો શેરડીના રસ સાથે ચૂનાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભરપુર માત્રામાં શુક્રાણુ બનવાનું શરુ થઇ જાય છે. પુરુષો માટે ખુબ ફાયદેમંદ છે ચૂનો, પણ તેનું સેવન કેવી રીતે કરવું તે લેખમાં નીચે આપેલું છે તે રીતે જ કરવું.
ગર્ભવતી સ્ત્રી માટે – ગર્ભાવસ્થા દરમિયાન ચૂનાનું સેવન બાળક અને માતા બંને માટે લાભદાયી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેને કેલ્શિયમની ખાસ જરૂરીયાત હોય છે. એવામાં ચૂનો કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. તેના માટે ગર્ભવતી મહિલાએ આ રીતે ચૂનાનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ દાડમનો રસ લેવો તેમાં એક ઘઉંના દાણા બરાબર ચૂનો ઉમેરવો અને તેનું રોજે નિયમિત નવ મહિના સુધી સેવન કરવું.
આ રીતે જો ગર્ભવતી મહિલા નવ મહિના સુધી ચૂનાનું સેવન કરે છે તો સૌપ્રથમ તો બાળકને જન્મ આપતા સમયે તકલીફ ઓછી થશે અને નોર્મલ ડીલેવરી થશે. આ ઉપરાંત હૃષ્ટ પૃષ્ટ અને તંદુરસ્ત બાળક જન્મે છે. તેમજ જે બાળકની માતા ચૂનાનું સેવન કરે છે તેનું બાળક જીવનમાં ઝડપથી બીમાર નથી પડતું અને સ્વસ્થ રહેશે. આ ઉપરાંત તે બાળક હોશિયાર અને બુદ્ધિમાન બને છે.
વિદ્યાર્થીઓ માટે – વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબ જ ફાયદાકારક છે. ચુનાના સેવનથી લંબાઈ વધે છે. તેના માટે એક ઘઉંના દાણા બરાબર ચૂનો લઇ તેને દહીં સાથે ખાવામાં આવે તો લંબાઈ વધે છે તેમજ વિદ્યાર્થીને સ્મરણ શક્તિ પણ વધે છે. જો દહીં ન હોય તો તમે દાળ અથવા પાણી સાથે પણ તેનું સેવન કરી શકો છો.
મંદ બુદ્ધિ બાળક માટે – જે બાળકોની બુદ્ધિનો વિકાસ નથી થતો તેમજ મંદ બુદ્ધિ છે તેમના માટે પણ ચૂનો અસરકારક ઉપાય છે. જે બાળકોમાં બુદ્ધિ ઓછી છે અથવા તો મગજ થોડું ધીમે કાર્ય કરે છે. આ ઉપરાંત ધીમે વિચારે છે તો તેવા બાળકોને ચૂનો ખવડાવવામાં આવે તો તે ઠીક થઇ જાય છે.
માસિક ધર્મ સંબંધી સમસ્યા – માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે માસિક ધર્મમાં અનિયમિતતા, તેમજ દુઃખાવો થાય છે તેના માટે સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો. આ સમસ્યાઓ માટે મહિલાઓએ પાણી અથવા દાળ સાથે ઘઉંના દાણા બરાબર ચૂનાનું સેવન કરવું જોઈએ.
હાડકા સંબંધી દરેક સમસ્યા દુર કરે છે – આપણા કરોડરજ્જુના મણકામાં ગેપ વધી જતા કરોડરજ્જુ સંબંધી સમસ્યા થાય છે તેમાં ચૂનો ખુબ જ ફાયદાકારક રહે છે. જયારે હાડકું તૂટી જાય છે ત્યારે તેને જોડવા માટે ચૂનો સૌથી કારગાર સાબિત થાય છે. તૂટેલા હાડકાને ઝડપથી જોડવા માટે રોજે સવારે ખાલી પેટ ચૂનાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગોઠણ, કમર તેમજ ખભાનો દુઃખાવો ઠીક થાય છે.
મોં માટે અને લોહીની ઉણપ સંબંધી બીમારી – મોં માં સેન્સીવીટી એટલે કે કંઈ પણ ગરમ કે ઠંડુ વસ્તુના સેવનથી દાંતમાં દુઃખાવો થતો હોય તેમજ મોં માં ચાંદા પડ્યા હોય તો તેના માટે ચૂનાનું પાણી પીવાથી તે ઠીક થઇ જાય છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી હોય તેમજ એનેમિયા જેવી સમસ્યા હોય તો તે વ્યક્તિએ સંતરાના રસ સાથે ઘઉંના દાણા બરાબર ચુનાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઝડપથી રક્ત બનવા લાગશે.
મહત્વનો સવાલ કે, કેટલી માત્રામાં ચૂનાનું સેવન કરવું – મિત્રો જયારે પણ તમે ચૂનાનું સેવન કરો છો ત્યારે તમારે માત્ર ઘઉંના દાણા બરાબર ચૂનાનો ઉપયોગ કરવાનો છે. ચુનાનું દહીં, છાશ અથવા તો પાણી સાથે સેવન કરવું. આ ઉપરાંત દાળમાં ચૂનો મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ચૂનાનું આ રીતે સેવન 15 દિવસ સુધી નિયમિત કરવું જોઈએ ત્યાર બાદ થોડા દિવસ માટે છોડી દેવું. છ મહિના સુધી આવું કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી દુર થશે. અને તેની સાથે અનેક સમસ્યા દુર થશે. તમને જાણીને નવાઈ લાગશે આયુર્વેદના મહાન આચાર્ય વાગ્ભટ્ટએ ચૂનાના અનેક ફાયદા જણાવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જયારે પણ પાન ખાઓ તો ચૂનાની સાથે ખાવું જોઈએ.
આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે.