👉 આજ-કાલ લોકોને બજાર અથવા હોટેલમાં મળતું ભોજન વધારે ભાવે છે. પરંતુ લોકોને તે રોજિંદા જીવનમાં ફાવતું નથી. આપણું ગુજરાતી ખાવાનું આપણે રોજ ખાઈએ છતાં આપણને તેના વિશે અરુચિ થતી નથી. કારણ કે, આપણાં ગુજરાતીના ઘરે બનતી વસ્તુમાં મીઠાંશ અને ચટકો હૉય એટલા માટે જ આ ભોજન વધારે ભાવે છે.
👉 આપણાં ઘરમાં મહિલાઓ રોજ અલગ-અલગ વાનગી બનાવતી હૉય છે. જેમાં તે રોજ શાકભાજી અથવા કઠોળનો ઉપયોગ કરતી હૉય છે. પરંતુ આજે અમે જે રસોઈની ટિપ્સ જણાવા જઈ રહ્યા છીએ. તે તમે ક્યારેય ઘરમાં એપ્લાઈ નહીં કરી હૉય.
👉 આ ટિપ્સના પ્રયોગથી રસોઈનો સ્વાદ એકદમ લાજવાબ થઈ જશે અને તમારી રસોઈનું કામ બિલકુલ આસાન કરી નાંખશે. મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ લીંબુ, મરચાં અને આદું વિશે. તો જાણીએ શું છે આ રસોઈની ટિપ્સ.
🍋 લીંબુ :- આપણે સૌકોઈ લીંબુ વિશે તો જાણતા જ હશું કે લીંબુ માત્ર ખાવા-પીવાની વસ્તુનો સ્વાદ વધારવા અથવા ખટાશ વધારવા થાય છે. પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે, લીંબુનો ખાવા-પીવાની વસ્તુ સિવાય અનેક કાર્યમાં કામ આવે છે.
🍋 લીંબુ આપણી ત્વચા માટે પણ ઘણું ફાયદાકારક છે. ઉપરાંત જે લોકોને રસોઈ કર્યા બાદ અથવા ભોજન કર્યા બાદ હાથમાં સ્મેલ આવતી હોયય તો એક વાટકામા નવશેકું પાણી નાખી અને તેમાં 1 લીંબુ નિચોવી અને આ પાણી વડે હાથ થોડી વાર ઘસવાથી હાથની બધી સ્મેલ જતી રહે છે. ઉપરાંત તમારા હાથ ક્લીન પણ થઈ જાય છે.
🍋 લીંબુનો ઉપયોગ માંસને સુરક્ષિત રાખવા માટે પણ થાય છે. જેમાં માંસ કટિંગ કરતી વખતે માંસને ઢીલું કરવા માટે અથવા મેરેટિન કરવા માટે પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુની અંદર રહેલ એસ્કોરબીક એસિડ માંસને વધારે સમય સુધી ખરાબ થવા દેતું નથી.
🍋 જે લોકો શાકભાજીને કટિંગ પેડ પર કટ કરતાં તેમાં ઘણી વાર દાગ પડી જતાં હોય છે અને અનેક પ્રયાસો બાદ પણ તે જતાં નથી. એવામાં જો તમે લીંબુનો ઉપાય કરશો. તો બધા દાગ દૂર થઈ જશે. આ ઉપાય કરવા માટે લીંબુને બે ભાગમા કાપી લેવું અને એક ભાગને આ કટિંગ બોર્ડ પર થોડી વાર ઘસવો. હવે તેને 30 મિનિટ સુધી એમનમ રાખી મૂકો ત્યાર બાદ તેને સાબુ અથવા પાવડર વડે ધોઈ નાખો, આ ઉપાય કરવાથી બધા દાગ આસાનીથી દૂર થઈ જશે અને કટિંગ પેડ નવા જેવુ બની જશે.
🍋 ઘણી વાર આપણે ફળ કાપી અને તેને એમનમ રાખી દેતા હોય છીએ. જેથી તે લાલ અથવા કાળા રંગનું થઈ જતું હોય છે. એવામાં જો તમે લીંબુનો ઉપાય કરો તો આ સમસ્યા નહીં થાય. તેના માટે તમારે અડધા ગ્લાસ પાણીને થોડું ગરમ કરવું અને તેમાં લીંબુનો રસ નાખી હલાવી લેવું. ત્યાર બાદ આ પાણીને કોઈ પણ ફળ પર રેડવું. આ ઉપાય કરવાથી તમારા ફળ વધારે સમય સુધી તાજા રહેશે એ કાળા અથવા લાલ પણ નહીં થાય.
👉 આદું :- આદુંનો પ્રયોગ આપણે અમુક રસોઈ અથવા ચા બનાવવા માટે કરીએ છીએ. પરંતુ આદું બીજા ઘણા કાર્યોમાં કામ આવે છે. તે આપણે વિગત વાર જાણીશું.
👉 લોકો આદુંનો ઉપયોગ માત્ર ચા બનાવવામાં જ કરતાં હોય છે. પરંતુ આદુંનો ઉપયોગ દાળ બનાવવા અથવા શાક બનાવવા માટે પણ થઈ શકે. ઉપરાંત તમે આદુંને રસોઈ બનાવતી વખતે તેના કટકા કરીને નાખતા હોય તો તેનાથી સ્વાદ આવશે નહીં. પરંતુ જો આદુંને છીણી અને રસોઈમાં એડ કરવામાં આવે તો રસોઈનો સ્વાદ એકદમ લાજવાબ થઈ જશે.
👉 આદુંની છાલ છરી વડે કાઢવી મુશ્કેલ થતી હોય તો તમે આદુંને ચમચી વડે છાલ કાઢી શકો છો. જેમાં તમારે આસાનીથી છાલ નીકળી જશે.
🌶️ મરચાં :- આપણે 2 પ્રકારના મરચાંનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. જેમાં લાલ અને લીલા બંને પ્રકારના મરચાંનું આપણે સેવન કરીએ છીએ. મરચાંના ઉપયોગથી રસોઈમાં તીખાશ આવે છે. ઉપરાંત મસાલા સ્વરૂપ પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
🌶️ તમને જમવાની સાથે ચટણી ખાવાની આદત હોય તો તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. જેમાં લીલા મરચાંને મિક્સરમાં પીસી એ તેમાં લીંબુ અને કોથમી નાખી હલાવી લો તો આ ચટણી તમારે ઘણા સમય સુધી ખરાબ નહી થાય અને ટેસ્ટમાં પણ બેસ્ટ થઈ જશે.
🌶️ તો મિત્રો, આ રીતે તમે રસોઈમાં આ 3 વસ્તુનો ઉપયોગ રોજ કરતાં હોય પરંતુ તેને બનાવવા માટે અમુક પરેશાની અથવા વધારે સમય માંગી લે છે. તેથી આ ટિપ્સનો ઉપયોગ કરવાથી તમારું રોજિંદા જીવનનું કાર્ય આસાન થઈ જાશે અને તમારી બનાવેલી રસોઈ પણ ખૂબ સ્વાદિષ્ટ બની જશે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.