🧽દરેક વ્યક્તિના ઘરમાં મંદિર તો હોય છે. જે પ્રમાણે તેમની યથા શક્તિ હોય તે પ્રમાણે મંદિર રાખતા હોય છે. મોટાભાગના લોકો સેવનના લાકડાંમાંથી બનેલું મંદિર ઘરમાં વધારે રાખવાનું પસંદ કરતાં હોય છે. તો કોઈ સામાન્ય લાકડાંમાંથી બનાવીને મંદિર રાખતા હોય છે.
🧽પરંતુ કેટલાક લોકોના ઘરમાં તો પૂજા માટે અલગ રૂમ હોય છે. તે રૂમમાં આરસમાંથી બનાવેલું મંદિર રાખતા હોય છે. થોડો સમય થાય ત્યાં આરસપહાણ કાળો પડવા લાગે છે. અને તેની સફાઈ રાખવી જરૂરી બને છે. તો કાળો પડી ગયેલો આરસપહાણ કેવી રીતે ઘરે સાફ કરવો તેની ટિપ્સ જણાવીશું.
🧽પહેલા આ વસ્તુનું ધ્યાન રાખો- ઘરની જેમ મંદિરને પણ સ્વચ્છ રાખવું જરૂરી હોય છે. મંદિર જેટલું સ્વચ્છ હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે. તો મંદિર સાફ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં ભગવાનની મૂર્તિ અથવા ફોટો મૂક્યા હોય તો તે બહાર કાઢી લો.
🧽મંદિરને ક્યારેય બીજી જગ્યા પર લઈ જવું ન જોઈએ. કારણ કે આરસને એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવામાં આવે તો તૂટી જવાનો ભય રહે છે. માટે એક જ જગ્યા પર રાખી સાફ કરવું.
🧽વાપરો આ વસ્તુ- રસોડામાં આપણે ખાવાનો સોડા વાપરતા હોઈએ છીએ. તે રસોઈના ટેસ્ટ સિવાય ઘરની બીજી વસ્તુને સાફ કરવા માટે પણ વપરાતો હોય છે. તેવી જ રીતે મંદિરમાં રહેલા આરસપહાણને ચોખ્ખો કરવા માટે પણ બેકિંગ સોડા વપરાતો હોય છે. તેનાથી મંદિરમાં ગુલાલ, કંકુ, તેલ, ધૂપ, ચંદન વગેરેના ડાઘ પડ્યા હોય તે સાફ થઈ જતા હોય છે. તેના માટે સરળ ટિપ્સ નીચે પ્રમાણે છે.
🧽કઈ-કઈ વસ્તુ જોઈશે- ખાવાનો સોડા-5 ચમચી, પાણી-1 લિટર, લીંબુનો રસ અને સેન્ડપેપર, સાફ કરવા માટે બ્રશ.
🧽સ્પ્રે આ રીતે બનાવવું- મંદિર સાફ કરવા માટે ઘરે તમારે સ્પ્રે બનાવવાનો રહેશે. તેના માટે સૌ પ્રથમ એક લિટ પાણી લેવું, તેમાં ખાવાનો એટલે કે બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરો. તેમાં લીંબુનો રસ એડ કરવો. મિશ્રણને 10 મિનિટ સુધી સેટ થવા રાખી મૂકો. થોડી વાર બાદ સ્પેને બોટલમાં ભરી લેવું.
🧽આ રીતે થશે ડાઘ દૂર- મંદિરમાંથી ડાઘ દૂર કરવા માટે આપણે ભીનું કપડું કરી ઘસતાં હોઈએ છીએ, પરંતુ તેનાથી કોઈ ફર્ક પડતો હોતો નથી. તો ઘરે બનાવેલા સ્પ્રેથી ઘણો ફાયદો થશે. મંદિરમાં જે જગ્યા પર ચંદન, કંકુ, કે ગુલાલના ડાઘ પડ્યા હોય તે જગ્યા પર સ્પ્રે છાંટી 5 મિનિટ સુધી એમ જ રહેવા દો. જેનાથી ડાઘ ભીના થશે.
🧽તે પછી તેના પર ફરી સ્પ્રે છાંટવું અને સેન્ડપેપર કે જૂનું બ્રશ હોય તેને ડાઘા પર બરાબર ઘસવું જોઈએ. જેથી ડાઘ ધીમેધીમે દૂર થઈ જશે. બધા ડાઘ બરાબર નીકળી જાય તે પછી મંદિરને પાણી ફરી ધોઈ નાખવું જોઈએ. તમારું ઘરનું મંદિર એકદમ સાફ થઈ જશે.
🧽કાળા પડી ગયેલા ડાઘ દૂર કરવા- આપણે મંદિરમાં ધૂપ, દિવો કે અગરબત્તી કરીએ ત્યારે ઘણી વખત ધુમાડા અને દીવાના કારણે કાળા ડાઘ પડી જતા હોય છે. તો આ નિશાનને પણ સરળતાથી દૂર કરી શકાય છે.
🧽જે જગ્યા પર ધુમાડાથી કાળા ડાઘ પડ્યા હોય ત્યાં સ્પ્રે છાંટવો, 10 મિનિટ સુધી એમ જ રહેવા દો અને બ્રશ અથવા કોટન કપડાં વડે સાફ કરી નાખો. પાણી વડે મંદિર ફરી સાફ કરવું.આ રીતે તમારા મંદિરમાં જે કોઈ પણ ડાઘ હશે મિનિટોમાં દૂર થઈ જશે
જો મંદિર સાફ કરવા વિષેની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.