મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેઓ જીવનમાં સફળ બને અને આ માટે તેઓ ઘણી મહેનત પણ કરતા હોય છે. પણ ઘણી વખત આપણે જયારે કોઈ સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે વિચાર આવે છે કે આ માણસ કેવી રીતે પોતાની લાઈફ નક્કી કરતો હશે. તેમજ તે આટલો સફળ હોવા છતાં અને આખો સમય વ્યસ્ત હોવા છતાં કેવી રીતે બધી જગ્યાએ પહોચી શકે છે.
આવા પ્રશ્નો તમને કદાચ આવતા જ હશે. અને તમે તેનું સમાધાન પણ જાણવા માંગતા હશો. પણ જયારે પોતાની લાઈફ વિશે વિચારો છો તો એમ વિચાર આવે છે કે મને મારા 24 કલાક માં એટલો સમય નથી મળતો જેટલો આ સફળ વ્યક્તિઓને મળે છે. આવું કેમ બની શકે?
તમે કદાચ ઘણા સફળ વ્યક્તિઓની પુસ્તક વાચતા હશો તેમજ તેનાથી તમે પણ પ્રેરણા લો છે કે જીવનમાં કેવી રીતે સફળ બની શકાય. પણ અહી સૌથી મહત્વની વાત એ છે કે જયારે પણ તમે કોઈ વ્યક્તિની પુસ્તક વાચો ત્યારે તેની સાથે પોતાની સરખામણી ન કરો. પણ તેનાથી પ્રેરણા લો અને પછી તમે પોતે જે જગ્યા પર છો ત્યાથી શરૂઆત કરો. ધીમે ધીમે પગથીયા ચડતા જાવ અને પોતાના શોખને જ પોતાનું કામ બનાવો.
આજે આપણે facebook ના CEO mark zuckerberg વિશે જાણીશું કે, કેવી રીતે તેઓ પોતાનો સમય, કામ, પસર્નલ લાઈફ, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને મેનેજ કરે છે અને પોતાના કામના બદલામાં તે પોતાની કંપનીથી માત્ર 1 ડોલર સેલેરી લે છે.
આપણે શરૂઆત કરીએ mark zuckerberg ની દૈનિક જીવનશૈલીથી. તેના દિવસની શરૂઆત સવારના 8 વાગ્યે શરુ થાય છે. આ જાણીને તમને નવાઈ લાગશે. પણ આ વિશે તેઓ કહે છે કે તેનાથી ક્યારેય પણ વહેલું ઉઠાતું જ નથી. પણ જયારે પણ તેઓ જાગે છે ત્યારે સૌથી પહેલા પથારી માં જ તેઓ પોતાના મોબાઈલને લે છે અને જે આદત કદાચ આપણા બધાની હોય છે.
આમ ઉઠતા ની સાથે મોબાઈલ લઈને તે પોતાનું facebook એકાઉન્ટ ખોળે છે. તેમજ બધી જ સોશિયલ મીડિયા એપ તપાસે છે. તેનાથી તે જાણે છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને પોતાનું કામ શરુ કરી દે છે. આમ તે એકસાથે બે કામ કરે છે. ત્યાર પછી તે પોતાના જોગીંગ કપડા પહેરીને જીમ જાય છે.
આમ તે જીમ જઈને પોતાનું શરીર ફીટ રાખવાનું કામ કરે છે ત્યારે પછી તે સ્નાન કરે છે. આમ તે માને છે કે જીમ ગયા પછી જ સ્નાન કરવું જોઈએ. તેનાથી તમે વધુ ફીટ રહી શકો છો. આ સિવાય તમને જણાવી દઈએ કે mark વર્ષોથી એક જ પ્રકારના અને એક જ કલરના કપડા પહેરે છે. જેમાં આવે છે તેનું સિમ્પલ ગ્રે ટીશર્ટ, જીન્સ, પહેરે છે. આ વિશે mark નું માનવું છે કે જીવનમાં નાની નાની બાબતો પર પોતાનો સમય વેસ્ટ ન કરવો જોઈએ.
તેમનું માનવું છે કે આપણા જીવનમાં એવા નાના નાના નિર્ણયો પર સમય બરબાદ ન કરવો જોઈએ જેની વેલ્યુ ખુબ ઓછી હોય છે. તેમાં સમય વેસ્ટ ન કરવો જોઈએ. જયારે તે સમય તમે પોતાના કોઈ ખાસ કામ પણ યુઝ કરી શકો છો જે તમને સફળ થવામાં મદદ કરશે.
આથી જ તેઓ પોતાના સવારના નાસ્તા માં પણ એ નિયમ ફોલો કરે છે અને નાસ્તામાં જે મળે તે ખાઈ લે છે. તેમની કોઈ ખાસ ડીમાંડ નથી હોતી. આમ એક CEO અને ફાઉન્ડર હોવાથી તે સમયસર પોતાની ઓફીસ પહોચી જાય છે.
આ સિવાય તેઓ પોતાની facebook કંપનીમાં પોતાના કર્મચારીઓ સાથે મૈત્રી ભર્યો સંબંધ રાખે છે. જેથી કરીને બધા કર્મચારી સ્વતંત્ર રીતે કામ કરી શકે. આ જ કારણે mark એ પોતાના બધા જ કર્મચારીઓ ને છૂટ આપી છે કે કોઈ મીટીંગ માં mark ખોટા છે તો તેઓ ડર્યા વિના કહી શકે છે.
mark જાણે છે કે આજે તેનું facebook ચાલે છે તેમજ તેની બીજી વેબસાઈટ જેમ કે Whatsapp. instragram, massenger ચાલે છે તો તે તેના કર્મચારીઓની મહેનત ના કારણે જ સફળ છે. જોકે તે CEO છે એટલે દરરોજ 50 થી 60 કલાક કામ કરે છે. તેઓ કહે છે તે દરેક સમયે પોતાના કામ વિશે નવા નવા આઈડિયા વિચારતા રહે છે.
તેઓ માને છે કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકોને એકબીજા સાથે કનેક્ટ રાખી શકે છે. આમ તેઓ ઓફિસમાં કામ પૂરું કર્યા પછી એક જવાબદાર પિતા અને પતિ તરીકે પોતાની ફેમીલી ને પણ સમય આપે છે. આમ તેઓ ઓફીસ પછી પોતાની પત્ની અને બાળકો સાથે સમય પસાર કરે છે.
આમ જેટલો પ્રેમ તેમને પોતાના કામ સાથે છે એટલો અથવા તો એમ કહીએ કે તેનાથી વધુ પ્રેમ પોતાની ફેમીલી સાથે પણ છે. આ સાથે જ તેઓ દરેક સમયે કઈ ને કઈ નવું શીખતા રહે છે. પછી ભલે તે પુસ્તક નું વાંચન હોય. કે અન્ય કોઈ વસ્તુ. આમાં તેઓ ખાસ કરીને વિવિધ ભાષા શીખવા માંગે છે. આ ભાષાઓમાં તે ખાસ કરીને ચાઈનીજ ભાષા શીખવા માંગે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.