છોકરા અને છોકરીની અમુક ઉંમર થાય પછી મમ્મી-પપ્પા તેમના લગ્નની ચિંતા કરવા લાગતા હોય છે. અમુક છોકરા અને છોકરીની તો કોલેજમાં આવે ત્યારે સગાઈ કરી નાખતા હોય છે. પરંતુ લગ્ન માટે એક ચોક્કસ ઉંમર હોય છે અને તે ઉંમરે જ લગ્ન થાય તો સારું રહેતું હોય છે. પહેલાના સમયમાં ઘણી સ્ત્રીઓના નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા. તેમને પણ વધારે ભણાવતા નહીં. રસોઈ અને ઘરના કામકાજ પર વધારે ધ્યાન આપે તે સમજાવતા હતા.
હાલના સમયમાં મોટાભાગના લોકોના વિચારોમાં થોડો ફેરફાર આવ્યો હોવાનું જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના લગ્ન અમુક સમયે જ કરવામાં આવે છે. કાંતો છોકરો બરાબર ભણી ગણીને જોબ કરતો થાય ત્યારે લગ્નની વાત કરે વગેરે ફેરફાર જોવા મળે છે. તો ચાલો નજર કરીએ લગ્નની સાચી ઉંમર પર.
પ્રાચીન સમયમાં લગ્નની સાચી ઉંમર શું હતી, તે જાણીએ
પુરુષની ઉંમર 48 અને છોકરીની ઉંમર 25-30 વચ્ચે હોય તો લગ્ન માટે યોગ્ય ગણાતી હતી. આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે પણ દયાનંદ સરસ્વતી કહે છે. એટલે પુરાણોમાં પણ આ પ્રમાણે જોવા મળતું હતું. ભગવાન કૃષ્ણ 100 વર્ષની ઉંમરે પણ યુવાન હતા, એવી જ રીતે ભીષ્મ પીતામહ પણ 150 વર્ષે યુદ્ધ કરી શકતા હતા. ત્યારે કૌરવો અને પાંડવોના લગ્ન પણ મોટી ઉંમરે થયા હતા. એટલે કે ભીમ અને અર્જુને 50 વર્ષે લગ્ન કર્યા હતા.
પ્રાચીન સમયમાં મોટાભાગના લોકો ગુરુકુળમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા. અને તે વખતે સ્ત્રી તથા પુરુષ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. તે સમયની વાત પર દયાનંદ સરસ્વતી કહેતા હતા કે 48 વર્ષે પણ પુરુષ ગૃહાશ્રમ કરી શકતો હતો એટલે કે લગ્ન જીવન પસાર કરી શકતો હતો. તે સમયે પણ પુરુષમાં વીર્યનું પ્રમાણ વધુ રહેતું હતું. તેજ તેવું જ હતું. આયુર્વેદ મુજબ પણ 48 વર્ષે કોઈપણ પુરુષમાં 20 વર્ષના છોકરા જેવું યુવાનીનું જોમ હોય છે. એટલે તે ઉંમરે પણ પુરુષ લગ્ન કરે તો સાચી ઉંમર ગણાતી હતી.
સ્ત્રીની વાત કરીએ તો પુરુષ કરતાં તેનું શરીર ખૂબ જ નાજુક હોય છે. તેમના શરીરનો વિકાસ પણ પુરુષ કરતાં જલદી થાય છે. અને રજધાતું પણ વહેલા આવી જતી હોય છે. એટલે કે 25-30ની વચ્ચે સ્ત્રીની લગ્ન કરવાની ઉંમર યોગ્ય ગણાય છે. તે પુરુષોમાં 40-48 વર્ષે પરિપક્વ થતી હોય છે. તે સિવાય પણ પુરુષોની જેમ સ્ત્રીઓ પણ ગુરુકુળમાં રહેતી એટલે બ્રહ્મચર્યનું પાલન કરતી. અને તે 30 વર્ષે તો તેજસ્વી અને ભરાવદાર શરીર વાળી બની રહેતી હતી.
હાલના સમયની એટલે કે, મોર્ડન યુગની વાત કરીએ તો..-
અત્યારના મોર્ડને લોકોનું જીવન ખાલી ખોખા જેવું કરી નાખ્યું છે. તે સમયે ગુરુકુળ પણ હતા જે બ્રહ્મચર્યનું પાલન કરાવતા, પણ અત્યારે એવી કોઈ વસ્તુ છે નહીં. પહેલાના સમયમાં 40 વર્ષે પુરુષ પરણવા લાયક કહેવાતો અત્યારે તે ઉંમર ઘટીને 20 વર્ષ ઓછી થઈ ગઇ છે. એટલે કે 40 વર્ષે પુરુષને ઘરડો થતો હોય તેવી ફિલિંગ્સ આવતી હોય છે.
એટલે કે કોઈ પણ પુરુષની ઉંમર 25-30ની થઈ ગઈ છે. તે એટલા વર્ષે મેચ્યોર થઈ જાય છે. હાલના સમયમાં કોઈપણ પુરુષ 25-30 વર્ષે લગ્ન કરે તો તે યોગ્ય ગણાય છે. કેમ કે ટેકનોલોજી અને ખાનપાનના કારણે લોકોની લાઇફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે.
સ્ત્રીની ઉંમરની વાત કરીએ તો તેનો વિકાસ પહેલાના જેમ જ પુરુષ કરતાં વહેલા થતો હોય છે. અને સ્ત્રીનો પણ બ્રહ્મચર્ય સમય પણ વહેલો પૂરો થતો હોય છે. પરંતુ અત્યારના મોર્ડન અને વિકાસશીલ દેશોમાં દરેક સ્ત્રીના શરીર પહેલાની સ્ત્રી જેટલા સક્ષમ રહેતા હોતા નથી. એટલે કે તે એક બાળકને પણ સ્વસ્થ જન્મ આપી શકતી નથી. આજના પીઝા, બર્ગર, દાબેલીએ તેમના શરીરને એટલા ખોખલા કરી નાખ્યા છે.
એટલા માટે જો કોઈ સ્ત્રી જોબ કરતી હોય તો તેની ઉંમર 25 વર્ષ થઈ ગઈ છે. બાકી તે 18થી 20 વર્ષે પણ લગ્ન કરવા યોગ્ય ગણાતી હોય છે. તેમાં પણ કેટલીક સ્ત્રી પોતાના કેરિયરનો વિચાર કરતી હોવાથી તે 30 વર્ષે પણ લગ્ન કરતી જોવા મળે છે.
જે પીરિયડ છોકરીને પહેલાના સમયમાં 15-16 વર્ષે આવતા હતા તે અત્યારના સમયમાં 10-12 વર્ષે આવી જતા હોય છે. છોકરીઓ માનસિક રીતે તૈયાર પણ હોતી નથી. તેને સાચવવી પણ પડતી હોય છે. એવી જ રીતે પુરુષોમાં નાની ઉંમરે જ કેટલાક ફેરફાર દેખાવા લાગે છે. બસ, આ જ કારણોને લીધે હાલના સમયમાં છોકરીની ઉંમર 21-25 અને છોકરાની ઉંમર લગ્ન માટે 25-30 થઈ ગઈ છે.
આ તારણ પરથી એટલું સમજી શકાય કે અત્યારની લાઈફ સ્ટાઈલ અને રહેણી કરણી તથા મોર્ડન વિચારોના કારણે ભળે માણસ યુવાન થઈ રહ્યો છે, પરંતુ દિવસેને દિવસે તેમની ઉંમર ઓછી થતી જાય છે. કેટલાક દિવસો તો એવા પણ આવશે કે આગળના સમયમાં કે 15 વર્ષે લોકો લગ્ન કરતા થઈ જશે. આવા દિવસો આવે તો પણ નવાઈની વાત નહી લાગે..
જો આ ઉંમર અને લગ્ન વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.