આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું મહત્વપૂર્ણ કારની લાઇટ વિશે, ઘણા લોકો સાથે બનતું હોય છે કે, ગાડી ચલાવતી અમુક વોર્નિંગ લાઇટ્સ સામે આવી જાય છે. પણ તેઓને ખબર નથી હોતી કે, આ લાઇટનો મતલબ શું થાય છે અને ગાડી ચલાવવી કે ઊભી રાખી દેવી. તો ચાલો જાણીએ આ વોર્નિંગ લાઇટના મહત્વના ટૉપિક વિશે.
વોર્નિંગ લાઇટ વન બાય વન સમજતા પહેલા તેના મુખ્ય 3 કલર વિશ જાણી લો. (1) રેડ કલર – આ કલરની લાઇટ ગાડી ચલાવતી વખતે આવે તો સમજો મોટો ખતરો છે. તેથી ગાડી બની શકે તો ચલાવવાનું બંધ કરી દો. ઊભ રહો અને સર્વીસ સેન્ટર પર કોલ કરો. (2) ઓરેન્જ કે યલો કલર- આ કલરની લાઇટ આવે એટલે સમજો કે, મોટો પ્રોબ્લેમ નથી પણ ગાડી ધીમે ધીમે ચલાવીને ગેરેજ સુધી પહોંચો અને ઠીક કરાવો. (3) ગ્રીન કે બ્લૂ લાઇટ- મતલબ કે, કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારી ગાડીમાં કોઈ સર્વિસ કે સિસ્ટમ એક્ટીવેટ થઈ છે તેમ સમજો.
હવે આપણે વાત કરીએ વન બાય વન દરેક લાઇટો વિષે. દરેક લાઇટના પ્રોબ્લેમની સાથે ફોટો પણ નીચે આપ્યા છે. તે જોતાં ફોટો જજો એટલે વધુ ખ્યાલ આવે. પહેલા વાંચી લેજો અને પછી નીચે આપેલ ફોટો પણ જોતાં જજો. જેથી સમજવામાં આસાની રહે.
(1) સ્પેનર વોર્નિંગ લાઇટ (સર્વિસ માટે ની લાઇટ) – આ લાઇટ આવે એટલે સમજવું કે ગાડીમાં સર્વિસ કરાવવાની જરૂર છે. વાયરિંગ પ્રોબ્લેમ – લીવર પ્રોબ્લેમ તેમજ ફ્યુલની સપ્લાય વગેરેમાં પ્રોબ્લેમ આવે એટલે આ લાઇટ થાય. આ જણાવ્યા સિવાય બીજી કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે પણ આ લાઇટ થાય છે.
(2) ફ્યુલ ફિલટર વોર્નિંગ લાઇટ – આ લાઇટ આવે એટલે સમજવું કે, ફિલ્ટરમાં પ્રોબ્લેમ છે. મોટાભાગે ફિલ્ટર ચેક કરવું કે, તેમાં પાણી તો નથી આવી ગયું ને અથવા ફિલ્ટર ચોક તો નથી થયું ને.
(3) ચેક એન્જિન લાઇટ – આ બહુ જરૂરી લાઇટ છે કેમ કે એન્જિન સાથે ઘણા સેન્સર હોય છે, જો તેમાંથી કોઈમાં પણ પ્રોબ્લેમ આવે ત્યારે આ લાઇટ થાય છે. જ્યારે આ લાઇટ ઓરેન્જ કલરમાં આવે ત્યારે થોડી પ્રોબ્લેમ નાની હોય છે. પણ જો રેડ કલરમાં આ લાઇટ આવે એટલે ગાડી ઊભી રાખી દેવામાં જ સમજદારી છે. નહીં તો એન્જિન ગયું સમજો.
(4) પાવર સ્ટેયરિંગ વોર્નિંગ લાઇટ – પાવર સ્ટેયરિંગ વ્હીલ ટોર્ક સેન્સરમાં પ્રોબ્લેમ આવે ત્યારે આ લાઇટ આવે છે. પાવર સ્ટેયરિંગ મોટર માં ઘણી વાર પ્રોબ્લેમ આવે ત્યારે પણ આ લાઇટ આવે છે.
(5) એન્જિન ટેમ્પરેચર લાઇટ- આ લાઇટ પણ ચેક એન્જિન લાઇટ જેમ જ જરૂરી છે. આ તમારા એંજિનનું તાપમાન દર્શાવે છે. આ લાઇટ 3 કલરમાં થાય છે. 1. આ લાઇટ બ્લૂ/ગ્રીન હોય તો સમજો ટેમ્પરેચર નોર્મલ છે. 2. ઓરેન્જ/યલો હોય તો સમજો ટેમ્પરેચર થોડું ગરમ થયું છે. ગાડીને થોડો આરામ જરૂરી છે. ઘણી વાર કુલેન્ટ ઓછું હોય ત્યારે પણ આ ઓરેન્જ લાઇટ આવે છે. અને (3) જો આ લાઇટ રેડ આવે એટલે ગમે તેટલી ઉતાવળ હોય ગાડી ફરજિયાત ઊભી રાખો અને એંજિનને આરામ આપો. અથવા સમજો કુલેન્ટ/રેડીએટર ફેન વગેરેમાં મોટો પ્રોબ્લેમ આવ્યો હોય છે.
(6) વોટર ઇન ફ્યુલ લાઇટ – આ લાઇટ આવે એટલે ફ્યુલ (ઈંધણ) ની કન્ડિશન ચેક કરવી જોઈએ. તેમ પાણી તો મિક્સ નથી થયું ને તે ચેક કરવું પડે છે.
(7) બેટરી ચાર્જિંગ એલર્ટ – જ્યારે બેટરીમાં પ્રોબ્લેમ હોય અથવા બેટરીને ચાર્જ કરતાં અલટરનેટરમાં પ્રોબ્લેમ આવે ત્યારે આ લાઇટ આવે છે. આ સિવાય વાયરિંગ માં કાઇ પ્રોબ્લેમ હોય, અથવા બેલ્ટમાં કાઇ પ્રોબ્લમ હોય ત્યારે પણ આ લાઇટ આવી શકે છે.
(8) બ્રેક પેડ મોનીટરીંગ લાઇટ – જ્યારે બ્રેક પેડની જાડાઈ ઓછી થઈ હોય ત્યારે આ લાઇટ જનરલી દેખાતી હોય છે. બ્રેક પેડ ચેન્જ અથવા ચેક કરાવી લ્યો એટલે, ઠીક થઈ જતું હોય છે.
(9) એન્જિન ઓઇલ પ્રેશર વોર્નિંગ લાઇટ – આ ખરેખર પ્રોબ્લેમ ઊભો કરે તેવી લાઇટ છે. આ લાઇટ ઓરેન્જ આવે એટલે સૌ પ્રથમ એન્જિન ઓઇલ પ્રેશર સ્વિચને ચેક કરો. જો તે ઓકે હોય તો માનો કે બીજો કોઈ ફોલ્ટ છે. અને આ લાઇટ રેડ આવે તો ગાડીને આગળ ના ચલાવો. નહીં તો એન્જિન પણ સિજ થઈ શકે છે.
(10) વૉશર ફ્લુઇડ લો વોર્નિંગ લાઇટ – જ્યારે વાઈપરમાં પાણી ઓછું થાય ત્યારે આ લાઇટ આવતી હોય છે. જો તમે પાણી ભરી લો. એટલે આ લાઇટ ચાલી જતી હોય છે. આ ગંભીર પરેશાની વાળી લાઇટ નથી.
(11) બ્રેક સિસ્ટમ વોર્નિંગ લાઇટ – ઘણી વાર હેન્ડ બ્રેક ઉઠાવેલી હોય તો પણ આ લાઇટ આવે છે અને ઘણી વખત બ્રેક ઓઇલ ઓછું હોય તો પણ આ લાઇટ આવે છે. આ સિવાય હેન્ડ બ્રેકમાં આવેલ વાયરિંગ માં પ્રોબ્લેમ આવે તો પણ આ લાઇટ આવી શકે છે.
(12) કી- ફોબ બેટરી લો લાઇટ- જ્યારે રિમોટમાં રહેલા નાનકડા સેલની બેટરી લો થઈ જાય છે ત્યારે આ લાઇટ સામે આવી જાય છે. એટલે સેલ બદળી લેવો. જેથી આ લાઇટ જતી રહે.
(13) એન્ટિ લોક બ્રેકિંગ – આ લાઇટ આવે એટલે સૌ પ્રથમ ચારેય વ્હીલના સેન્સર તપાસવા, આ લાઇટ જ્યારે ઓરેન્જ આવે તો સમજવું કે આ એન્ટિ લોક બ્રેક ઠીક થી પરફોર્મન્સ નથી આપતું. અને જો રેડ લાઇટ આવે તો સમજવું કે આ સિસ્ટમ સાવ કામ નથી આપતું.
(14) ગ્લો પ્લગ વોર્નિંગ લાઇટ – આ લાઇટ ઘણી વાર હીટિંગ પ્રોબ્લ્મ અને ગ્લો પ્લગ માં પ્રોબ્લેમ આવે ત્યારે પણ આ લાઇટ થાય છે. તેમજ લેટેસ્ટ ગાડીઓમાં આ જ લાઇટ એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમમાં પ્રોબ્લેમ આવે ત્યારે થાય છે.
(15) TPMS લાઇટ- આ લાઇટને ટાયર પ્રેશર મોનીટરીંગ લાઇટ કહેવાય છે. ટાયરમાં હવા ઓછી હોય છે ત્યારે આ લાઇટ આવે છે. પછી જો તમે ટાયરમાં હવા ભરી લીધી છતાં આ લાઇટ આવે તો આ લાઇટનું બટન હોય તેને 30 સેકન્ડ જેટલું દબાવવાથી આ લાઇટ ચાલી જશે. પણ આ બટન સિસ્ટમ અમુક ગાડી માંજ આવે છે..
(16) ઓટોમેટિક ટ્રાન્સમિશન વોર્નિંગ લાઇટ – આ લાઇટ આવે તો ફ્લુઇડ ચેક કરવું જોઈએ. તેમજ જો આ લાઇટની સાથે ટેમ્પરેચર નો સિમ્બોલ હોય તો ફ્લુઇડની સાથે સાથે કુલેન્ટ પણ ચેક કરવું જોઈએ.
(17) એડેપ્ટીવ ક્રુઝ કંટ્રોલ લાઇટ – આ લાઇટ ગ્રીન કલરમાં આવે એટલે સમજો કે એડેપ્ટીવ ક્રુઝ કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ કહેવાય અને આ સિસ્ટમ સ્પીડની સાથે સાથે ગાડી પણ કંટ્રોલ કરે છે અને ચલાવે છે. જ્યારે આ લાઇટ યેલો કલરમાં આવે એટલે મને કે આ સિસ્ટમ હવે બંધ થઈ છે.
(18) ટ્રૅકશન કંટ્રોલ વોર્નિંગ લાઇટ – આ વોર્નિંગ લાઇટ આમ તો શરૂ જ રહેતી હોય છે. પણ જાતે બંધ પણ કરી શકાય છે. પણ આ લાઇટ જો શરૂ હોય અને બંધ થઈ જાય તો સમજવું કે, ટાયર સેન્સરમાં , સ્પીડ સેન્સરમાં, સ્ટિયરિંગમાં, રોડ ખરાબ હોય ત્યારે આ અથવા અમુક બીજી પન સિસ્ટમમાં ખરાબી હોઇ શકે છે.
(19) એરબેગ વોર્નિંગ લાઇટ – જ્યારે આ લાઇટ પીળા કે ઓરેન્જ કાલરમાં આવે તો સમજો કે એરબેગ સિસ્ટમ ખરાબ થઈ છે, અને આ જ લાઇટ જ્યારે લાલ કલરમાં આવે ત્યારે જાઓ કે, એર બેગમાં કોઈ મોટી પ્રોબ્લેમ છે. ક્યારેક એર બેગ તૂટી ગઈ હોય અથવા તેના મોડ્યુલ સેન્સર ઠીકથી કામ નથી કરતી હોતી.
(20) સ્ટેયરિંગ લોક વોર્નિંગ લાઇટ – જ્યારે સ્ટેયરિંગ કંટ્રોલ મોડ્યુલ તેમજ ક્યારેક ફયુજ માં પણ પ્રોબ્લ્મ આવે ત્યારે આ લાઇટ આવી જાય છે. જનરલી સ્ટેયરિંગ સબંધિત તપાસ કરાવવી જોઈએ જેથી આ લાઇટ વિષે વધુ જાણકારી મળી શકે.
(21) ઇમફોર્મેશન ઇન્ડિકેટર વોર્નિંગ લાઇટ – જ્યારે આ લાઇટ આવે એટલે સમજવું કે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ છે. એટલે કે એન્જિન, ફ્યુલ, બ્રેક, સ્ટેયરિંગ વગેરે ગાડીમાં લગતા કોઈ પણ પ્રોબ્લ્મ આવે એટલે આ લાઇટ આવી જાય છે.
(22) પ્રેસ બ્રેક પેડ લાઇટ – મોટાભાગે ઓટોમેટિક ગાડીમાં જ્યારે ગાડી શરૂ કરવાની હોય ત્યારે બ્રેક પ્રેસ કરવાનું જણાવે ત્યારે આ લાઇટ આવે છે. જ્યારે આ લાઇટ પીળા કલરમાં આવે એટલે સમજવું કે કલ્ચ દબાવવાનું પણ કહે છે.
(23) ડર્ટી એર ફિલ્ટર લાઇટ – જ્યારે એર ફિલ્ટર ખરાબ થઈ જાય છે. ત્યારે આ લાઇટ આવે છે. અથવા ક્યારેક એર ફિલ્ટર ચેન્જ કરવાનું હોય છે ત્યારે પણ આ લાઇટ આવે છે.
(24) લો- ફ્યુલ લાઇટ – જ્યારે પેટ્રોલ અથવા ડીજલ ઓછું હોય ત્યારે આ લાઇટ દેખાડે છે. અને રિફિલ કરાવી લો એટલે આ લાઇટ ચાલી જાય છે.
(25) બોનેટ ઓપન લાઇટ – ઘણી વાર ભૂલથી બોનેટ ખુલ્લુ રહી જાય ત્યારે આ લાઇટ આવે છે. અને ક્યારેય બોનેટ લોકમાં ખરાબી આવી જાય તો પણ આ લાઇટ આવે છે.
(26) બલ્બ મોનેટરીંગ લાઇટ – ઘણી વાર કારમાં રહેલા કોઈ પણ બલ્બમાં પ્રોબ્લેમ આવે ત્યારે આ લાઇટ આવી જાય છે. મતલબ કે કોઈ બલ્બને ચેન્જ કરવાનો અથવા તેના વાયરિંગ માં પ્રોબ્લેમ છે.
તો આ હતી ગાડીઓની અમુક જરૂરી વોર્નિંગ લાઈટ જેને સમજવી જરૂરી હોય છે. આ સિવાય પણ બીજી ઘણી લાઈટ્સ વિષે સમજાવવાનું બાકી છે. પણ આ લેખ ઘણો લાંબો થઇ ગયો છે. જો તમને આ લેખ ગમ્યો છે અને હજુ બીજી વોર્નિંગ લાઈટ્સ વિષે વધુ જાણવું છે તો કોમેન્ટ માં “Part-2” લખીને અમને જણાવો, જેથી બાકી રહી ગયેલી લાઈટ વિષે “Part-2” બનાવી શકીએ.
તમને આ લેખ કેવો લાગ્યો, જો સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં “સરસ” તેમ લખો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.