અત્યારે દરેક વ્યક્તિ પાસે વ્હીકલ તો હોય જ છે. પહેલા કરતાં પણ છેલ્લા પાંચ વર્ષમાં વાહન ખરીદવાનું વધી ગયું છે. કેમ કે દરેકની દિવસેને દિવસે જરૂરિયાત વધતી જાય છે. એટલા માટે પરિવારમાં જેટલા વ્યક્તિ હોય તેમનું પોતાનું પર્સનલ વ્હિકલ હોય છે જ. અને કોઈપણ પાસે વ્હિકલ હોય એટલે તેને સાચવવું પણ પડતું જ હોય છે.
યોગ્ય સમયે સર્વિસ, પેટ્રોલ પુરાવવું, ટાયરમાં હવા ભરાવવી, બ્રેક સરખી કરાવવી વગેરે જેવું કામ મહિને કે બે મહિને કરાવવું પડતું જ હોય છે. આપણે રોજના વપરાશ પ્રમાણે બાઇક, સ્કૂટર, એક્ટિવા, કારમાં હવા કે પેટ્રોલ પુરાવતા હોઈએ છીએ.
તેમાં અમુક લોકો તો જ્યારે પણ પેટ્રોલ પંપ પર જાય ત્યારે હવા ચેક કરાવતા હોય છે. પરંતુ તમારામાંથી કેટલાક લોકો જાણતા નહીં હોય કે કારના ટાયરમાં કે કોઈ બીજા વાહનના ટાયરમાં એર કરતાં નાઈટ્રોજન પુરાવવી વધારે સારી કે સાદી હવા વધારે સારી.. આવો જાણીએ આ પ્રશ્નનો જવાબ નીચે..
નાઇટ્રોજન એરથી ટાયરમાં આટલા ફેરફારો થાય છે.
-નાઇટ્રોજન એર ટાયરને ઠંડુ રાખવાનું કામ કરે છે. તેમાં ખાસ કરીને આપણને ઉનાળામાં વધારે ફાયદો થતો હોય છે. તમે જોયું હશે કે ગરમીના કારણે રસ્તા પર ચાલતા વાહનોમાં ગરમીનું દબાણ વધે છે. જેના કારણે ટાયર ફાટે છે. પરંતુ નાઇટ્રોજન એર ઉનાળામાં તમારા ટાયરને ઠંડુ રાખે છે. જેથી ટાયર ફાટવાનો ભય રહેતો નથી. કેમ કે ટાયર ગરમ જ થતું નથી. જો ગાડીના ટાયરમાં આ એર ભરાવવામાં આવે તો રોડ પર સહેલાઈથી ચલાવી શકાય છે અને ગાડીમાં બેલેન્સ બની રહે છે.
-સામાન્ય એરમાં વધુ ઑક્સીજનણએ લીધે ભેજ ઝડપથી ફેલાતો હોય છે. તેના કારણે ટાયરને વધુ નુકસાન થાય છે. તે સિવાય તેમાં રહેલું વેપર ટાયરને દબાણ કરતું હોવાથી અચાનક ફાટવાની સમસ્યા વધારે રહે છે. પણ નાઈટ્રોજન એરમાં 95% જેટલો નાઇટ્રોજન ગેસ રહેલો હોય છે. જેના લીધે ભેજનું પ્રમાણ ઉત્પન્ન સાવ ઓછું થાય છે. પરિણામે ટાયર ફટવાનું પણ ઓછું બને છે.
-અત્યારે ફોર્મૂલા વન રેસિંગ કારોમાં મોટાભાગે નાઇટ્રોજન ગેસ એટલે કે નાઇટ્રોજન એરનો જ ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે તેનાથી ટાયરમાં હિટ અને ભેજનું પ્રમાણ સાવ ઓછું ઉત્પન્ન થાય છે, પરિણામે પ્રેશર બરાબર રહેતું હોય છે અને તેનાથી ફોર્મુલા કારના ટાયર બઅને ત્યાં સુધી ફાટતાં નથી.
-ટાયરની અંદર નાઇટ્રોજન એર પુરવામાં આવે તો ટાયરની અંદર જે ઓક્સીજન હોય છે તે ડાઈલ્યૂટ થઈ જતું હોય છે. બીજું કે ઓક્સીજનમાં જે પાણી રહેલું હોય છે. તે પૂરું થઈ જાય છે. જેનાથી ટાયરમાં પાણીનું પ્રમાણ નાઇટ્રોજન ના લીધે ઘટી જવાથી ટાયર લાંબો સમય સુધી સારું રહે છે. -ટાયરમાં આ એર ભરવામાં આવે તો કાર કે કોઈ બીજા વાહનનો અકસ્માત થવાનો ડર પણ સાવ ઓછો રહે છે.
જો તમારે લાંબો સમય મુસાફરી કરવાની રહેતી હોય અને ખાસ કરીને ગુજરાત કે ઈન્ડિયા જેવા ગરમ પ્રદેશમાં ગરમીમાં ગાડી ચલાવવાની હોય છે તો તમારે ગાડીમાં નાઇટ્રોજન એર જ પુરાવવી જોઈએ, તેનાથી તમારા પરિવારની સલામતી ખૂબ વધી જશે.
-પણ જો તમે ક્યારેક ક્યારેક બહાર જતાં હોવ અને ઓછા સમય માટે ગાડી ડ્રાઈવ કરવાની થતી હોય તો, તમે વાહનમાં સામાન્ય એર ભરાવો તો પણ ચાલે પણ જો નાઇટ્રોજન એર મળી રહેતી હોય તો, સામાન્ય એર ભરાવવાનું ટાળવું. કેમ કે, નાઇટ્રોજન એરથી ઘણી સમસ્યાઓ ટાળી શકાય છે. આશા છે કે તમે અઅ વાત સમજશો.
જો ટાયરની હવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.