આપણે આપણા બાળકોનું નામકરણ તેની રાશી જોઈને જ કરીએ છીએ. તમે જાણો છો તે શા માટે ? દોસ્તો કોઈ પણ વ્યક્તિના નામનો પ્રભાવ તેના પૂરા જીવન પર જોવા મળતો હોય છે. તેનામાં તેના નામ મુજબ ગુણો પણ આપણને જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિ દુનિયામાં પોતાનું નામ કમાવા અને ખૂબ જ ધનવાન બનવા માટે પૂરી મહેનત કરતો હોય છે. પરંતુ બધાને સફળતા મળતી નથી. ખૂબ મહેનત કરવા છતાં પણ તે પોતાના નસીબને બદલી શકતો નથી.
💁દોસ્તો આ દુનિયામા આપણને મુખ્ય તો બે પ્રકારના લોકો જોવા મળે છે. પહેલા આપણે જોઈએ તો તે છે કે જે ખૂબ જ મહેનત કરે છે ખૂબ જ પરિશ્રમ કરે છે પરંતુ તેને તેની મહેનતના પ્રમાણમાં સફળતા મળતી નથી. અને બીજી વ્યક્તિને આપણે જોઈએ તો તે પણ મહેનત તો કરે જ છે પરંતુ તે વ્યક્તિને તેની મહેનતના પ્રમાણમાં પૂરેપૂરી સફળતા મળી જાય છે. જ્યારે આવું આપણે જોઈએ ત્યારે આપણે હંમેશા એવું જ કહેતા હોઈએ છીએ કે આ બધી આપણા નસીબની વાત છે. હા એ હકીકત છે કે જ્યારે આપણી સાથે આપણા ભાગ્યા હોય તો સફળતા સામે ચાલીને આવે છે. આથી જ આ છ રાશીના લોકો જન્મથી જ ખૂબ જ ભાગ્યવાન હોય છે. તો આ છ રાશિમાં આપણો તો સમાવેશ થતો નથી ને.. ચાલો આજે તે જોઈએ.
દોસ્તો આ છ અક્ષરો એવા છે કે જેના પરથી જે વ્યક્તિનું નામ શરૂ થાય તે વ્યક્તિ રાજયોગી હોય છે…
👉આપણે આ છ અક્ષરોને એબીસીડી ના ક્રમ મુજબ જ જોઈએ તો સૌથી પહેલો અક્ષર છે ‘C’. આ “C” અક્ષરથી જે વ્યક્તિના નામ ચાલુ થતાં હોય તે ખૂબ જ સારું ભાગ્ય લઈને જનમ્યા હોય છે. તેઓ ખૂબ જ મહેનતુ હોય છે. અને સાથે તેનું નસીબ પણ જોરદાર છે આથી તેને પોતાની મહેનત મુજબ ફળ પણ મળી રહે છે. C નામ વાળી વ્યક્તિ સ્વભાવે ખૂબ જ ક્રોધી હોય છે. પરંતુ તેના માટે એમ કહી શકાય કે તેઓ નાળિયર જેવા હોય છે. એટલે કે અંદરથી ખૂબ જ નરમ સ્વભાવના હોય છે. તેઓને પોતાના જીવનમા ધનની ક્યારેય કમી નથી હોતી.
👉તો બીજો અક્ષર છે “H” આ અક્ષરના નામ વાળા વ્યક્તિ પણ ખૂબ જ લકી હોય છે. આ લોકો હજારો લોકોની વચ્ચે પણ પોતાનું સારું એવું નામ કમાય શકે છે. આવા લોકો સિંહ જેવા હોય છે. જે પોતાના પગલાંની અલગ જ છાપ પાડવા માંગે છે. તેઓ અન્યની કાંડરેલી કેડીએ ક્યારેય ચાલતા નથી. આવા લોકોને પોતાના માટે ભૌતિક વસ્તુઓનો ખૂબ જ શોખ હોય છે.જેમકે નવી ગાડી, બંગલો, એસી વગેરે જેવી ચીજો તે વરંવાર નવી વસાવે છે. આવા શોખ માટે તે ખૂબ જ મહેનત કરે છે અને ખૂબ જ કમાય પણ છે. આ બધામાં તેની કિસ્મત હંમેશા તેની સાથે જ હોય છે.
👉ત્યારપછીનો અક્ષર છે “L” આ એલ નામથી જેઓનું નામ શરૂ થતું હોય તે જન્મથી જ ખૂબ જ હોશિયાર હોય છે. આવા વ્યક્તિ ભણવામાં હંમેશા અવ્વલ જ હોય છે. તે ખૂબ ભણીને પોતાની કાબિલિયત મુજબ સમાજમાં પોતાનું નામ બનાવે છે. એઓ પોતાના પરિવાર માટે ખૂબ જ લાગણી વાળા હોય છે. પોતાના સ્વજનો માટે ખૂબ જ મહેનત કરીને તેને સુખી કરે છે. અને પોતાના લકના સાથથી તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
👉આગળનો અક્ષર છે “M” અને આ એમથી જેઓના નામ શરૂ થાય છે તેવા લોકો ખૂબ જ બુધ્ધિ ચાતુર્ય વાળા અને સાહસી સ્વભાવના હોય છે તે પોતાના ધંધામાં આ સાહસ થકી જ ખૂબ જ આગળ વધી જાય છે. આ લોકોના સપનાઓ ખૂબ જ ઉચ્ચા હોય છે અને તે સપનાઓને તે ખૂબ જ મહેનત કરીને પૂરા પણ કરે છે.
👉હવે પછીનો અક્ષર છે “S” અને આ એસ અક્ષરથી જેઓના નામ ચાલુ થાય છે તેવા લોકો. હંમેશા પોજીટીવ થિંકિંગ ધરાવતા હોય છે હકારાત્મક વિચારોથી તે સમાજમાં એક આગવું સ્થાન બનાવે છે.જ્યોતિષશાસ્ત્ર તો આવા લોકો માટે ત્યાં સુધી કહે છે કે આ લોકો ખુદ જ ધન અને વૈભવનું પ્રતિક હોય છે. તેઓ પોતાની હકારાત્મક વિચાર શરણીના કારણે જ સફળતાના સોપાનોને સાર કરી શકે છે.
👉છેલ્લો અક્ષર છે “V” આ વી થી જે લોકોના નામ સારું થાય છે તેવા લોકો પોતાની મહેનત અને પોતાની બુધ્ધિના દમ પર ખૂબ જ ઓછા સમય ગાળામાં ખૂબ જ મોટી સફળતા મેળવી શકે છે. એક વાર જીવનમાં સફળ થયા પછી તેવા લોકો આગળ ને આગળ વધ્યે જ જાય છે. આ લોકોને ભગવાને એક વિશિષ્ટતા આપી હોય છે કે તે જે પણ કામ કરે તેમા તે સફળ થાય જ.
ઉપરના 6 લકી અક્ષરો માંથી તમારું નામ આવતું હોય તો પ્લીજ તમારું નામ કોમેન્ટમઆ લખો અથવા તમારા બાળકોના નામ પણ કોમેન્ટમાં લખી શકો છો. જે વાંચીને અમને આનંદ થશે. આશા છે કે, આ માહિતી તમને ગમી હશે.
જો આ નામ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.