💁શું તમે પણ નવા વર્ષમાં આખું વર્ષ ધનની પ્રાપ્તિ કરવા માંગો છો, તો આ ઉપાય ચોક્કસ કરી લો.💁
💁દોસ્તો, આજનો સમય ખૂબ જ મોંઘવારીનો છે તો સૌ કોઇની એવી ઈચ્છા હોય કે તેઓ પણ થોડું વધારે ધન કમાય. તો આજે અમે તમને નવા વર્ષથી વિશેષ ધન કમાવા માટે શું કરવું એ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવા કેટલાક ઉપાય છે કે જેનાથી આપણા ઘરમાં ધન આવવાના યોગ બને છે તે આખું વર્ષ સતત બની રહે છે. આ જે ઉપાય છે તે તમારે વર્ષના પ્રથમ દિવસે જ કરવાનો છે. અને તો જ તેનો વિશેષ લાભ મેળવી શકાય છે.
💁અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે ઉપાય તમારે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે કારતક મહિનાના પ્રથમ દિવસે આ ઉપાય કરવાના છે આ ઉપાયો એકદમ સરળ છે કે તે તમને કરવામાં કોઈ બીજી તકલીફ નહીં થાય.
💁દોસ્તો, એક સૂત્રતો તમે કદાચ સાંભળ્યું જ હશે કે ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા.’ તો આ વાત એકદમ સો ટચની સાચી છે. અને જ્યોતિષશાસ્ત્રમાં પણ કહ્યું છે કે જો ઘરને સ્વચ્છ રાખવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે તો તેના માટે તમારે બેસતા વર્ષના દિવસે વહેલી સવારે સૌથી પહેલા ઘરનો તમામ કચરો કાઢીને ત્યારબાદ પાણીમાં મીઠું અને ગોમૂત્ર ઉમેરીને ઘરના દરેક ખૂણામાં પોતું લગાવવાનું છે. આમ કરવાથી ઘરના તમામ સદસ્યોની તંદુરસ્તી રહે છે, સાથે માતા લક્ષ્મીજી પણ રાજી રહે છે.
💁વર્ષના પ્રથમ દિવસે જો ઘરમાં કોઈ એક સદસ્ય દ્વારા મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જપ કરવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળે છે. અને જો આ મુજબ સતત 41 દિવસ સુધી કરવામાં આવે તો ધંધામાં બરકત આવે છે અને આર્થિક સ્થિતિ ઘણી સારી થાય છે. તમે એક અન્ય પણ ઉપાય કરી શકો છો, જેમાં તમારે ગરીબ લોકોને ખીર બનાવીને જમાડવાની છે. અથવા તમે ખીરની સાથે સાથે વસ્ત્ર, અને મીઠાઇ પણ આપી શકો છો. જો વર્ષના પ્રથમ દિવસે માછલીઓને લોટની ગોળીઓ ખવરાવવામાં આવે તો તો તે શુભ પરિણામ આપે છે.
💁દોસ્તો, જો બેસતા વર્ષના દિવસે કળશનું સ્થાપન કરવામાં આવે તો આખું વર્ષ તમારા ઘરમાં ધન આવ્યા જ કરે છે, તેના માટે તમારે તમારા મંદિરમાં ત્રાંબાના લોટામાં પાણી ભરવાનું છે અને તેના પર આસોપાલવન પાંચ પાન મૂકીને તેના પર શ્રીફળ રાહવાનું છે. અને સાચા દિલથી માતા લક્ષ્મીની પૂજા કરવાની છે.
બેસતા વર્ષના દિવસે તમારે શિવને રુદ્ર અભિષેક કરવો જોઈએ તેનાથી શિવ અને શિવા બન્ને તમારાથી પ્રસન્ન થાય છે. અભિષેકમાં તમારે બને તો ગાયનું દૂધ લેવું, તેમાં કાળા તલ નાખીને શિવજીને અભિષેક કરવો.
💁 જો આપણા ઘરની આસપાસ આપણે વૃક્ષનું વાવીને તેનું જતન કરીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. જે ઘરને સર્વ રીતે સુખી કરે છે.
💁નવા વર્ષના પ્રથમ દિવસે જો ગાય માતાને કુમકુમનું તિલક કરીને એક રોટલી અને ગોળનો કટકો આપીને તેને વંદન કરવામાં આવે તો માતા લક્ષ્મી તમારા પર રિજે છે, આપણે જો નિત્ય આ ક્રમ ના જાળવી શકીએ તો આપણે દર શુક્રવારના દિવસે આ મુજબ કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.
💁દોસ્તો, જો તમે પૂરું વર્ષ તમારા જીવનમાં સુખ શાંતિ બની રહે લક્ષ્મીજી પણ મહેરબાન રહે તો તમારે ઉપર જણાવેલા ઉપાયોને અનુસરવા પડશે. જેનાથી તમારું આખું વર્ષ ખુશ ખુશાલ રીતે પસાર થશે. કોઈ પણ તકલીફો હશે તે તમારાથી ખૂબ જ દૂર રહેશે.
પૈસાની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.