વાળ સુંદર હોય તેવી ચાહત દરેક વ્યક્તિને હોય છે. કદાચ જ કોઈક દિવસ એવો હશે જ્યારે આપણે સુંદર અને શાઈની વાળ મેળવવા અંગે વિચારતા ન હોઈએ. આ ઇચ્છાને પૂરી કરવા માટે વાળની દેખભાળ પણ એટલી જ જરૂરી છે. પ્રદૂષણ અને ગંદકીને કારણે વાળ ખરાબ થતા હોય છે. જેના માટે છોકરીઓ વાળની સ્પાની ટ્રીટમેન્ટ લેતી હોય છે.
હેર સ્પા વાળની ટ્રીટમેન્ટ માટે સૌથી ઉત્તમ ગણાય છે. હેરસ્પાથી વાળમાં ચમક અને ડેન્ડ્રફ દૂર થાય છે. પાર્લરમાં જઈને છોકરીઓ મહિનામાં એક વાર હેર સ્પા કરાવતી હોય છે. જે જરૂરી પણ છે. પરંતુ કોઈની પાસે એટલું બજેટ હોતું નથી કે પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટ કરાવે. તો તમે ઘરે જ વાળને હેર સ્પા કરી શકો છો. જેમાં પાર્લરના ખર્ચા પણ નહીં થાય અને કેમિક્લસ યુક્ત પ્રોડક્ટના ઉપયોગથી વાળ ખરાબ થવાનો ડર પણ નહીં રહે.
હેર સ્પા ક્યારે જરૂરી બને છે- ઉનાળો આવતા તમારા વાળ શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે. સાથે તેમની ચમક પણ જતી રહેતી હોય છે. જો તમારા વાળ ઘણી વખત ધોયા પછી પણ ચમકતા નથી અને નિર્જીવ થઈ ગયા છે તો હેર સ્પા જરૂરી છે. તમે 15 દિવસે એક વાર હેર સ્પા કરાવી શકો છો. જે વાળને ઘણો ફાયદો આપશે.
આ રીતે કરો હેર સ્પા- (1) મસાજ કરો- હેર સ્પા કરતા પહેલા માથામાં તેલ નાખવું જરૂરી છે. જેથી વાળની સ્કીન અને સ્કાલ્પના છિદ્રો સારી રીતે ખુલી શકે. વાળમાં લગાવવા માટે તમારે નારિયેળનું તેલ અને થોડું ગરમ પાણી કરવું. વધારે પડતું ગરમ કરવાની જરૂર નથી. હુફાળાં મિશ્રણ વડે તમારે માથામાં મસાજ કરવાની રહેશે. ઓછામાં ઓછી 5-7 મિનિટ સુધી આ મિશ્રણથી તમારે મસાજ કરવાની રહેશે. જેથી માથાની સ્કીનમાં બ્લડ સર્ક્યુલેશન વધશે. જેથી વાળ વધવા લાગશે.
(2) શેક કરો– વાળને થોડો શેક આપવો જોઈએ. એટલે કે એક ચોખ્ખો ટુવાલ લઈ તેને ગરમ પાણીમાં થોડી વાળ બોળી પછી નીચોવી લો. પછી તે ટુવાલને તમારા વાળમાં લપેટી લેવો. આ પ્રયોગથી તમારા વાળમાં લાગેલું તેલ ઉંડું ઉતરશે અને વાળને જરૂરી પોષણ મળશે. માથામાં લપેટીને રાખેલો ટુવાલ 10 મિનિટ સુધી રાખવો.
(3) આ રીતે ધોવા– વાળ પરથી ટુવાલ દૂર કરો ત્યારે તેને શેમ્યૂ વડે ધોવા. અને ધ્યાન રહે કે જ્યારે પણ શેમ્પૂ વડે ધુઓ ત્યારે પાણી ઠંડુ વાપરવું. જો તમને શરદીનો પ્રોબ્લેમ હોય તો થોડું હુંફાળું ગરમ પાણી વાપરી શકો છો.
(4) કંડિશનર કરો – કેટલાક લોકો કંડિશનરનો પણ ઉપયોગ કરતા હોય છે. જેથી ઘરે કંડિશરન બનાવું હોય તો બીટને ક્રશ કરી તેની પેસ્ટમાં ગુલમહોરના પાંદડાનો પાઉડર એડ કરો. તૈયાર છે તમારું કંડીશનર.
કેટલાક એવા પણ હશે જે ઘરે બનાવાના બદલે બજારમાં મળતા કંડિશનરનો ઉપયોગ કરતા હશે. તો તમારા હેરને સૂટ થાય એ રીતે કંડિશનર વાપરવું. ધ્યાન રાખવું કે કંડિશનર વાપર્યા બાદ તમારે શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી.
હેર માસ્ક કરો– આ સ્ટેપ હેર સ્પા માટે ખૂબ જ જરૂરી છે. અને તે છે હેર માસ્ક. જે ઘરે સરળતાથી બની જશે. તેના માટે તમારે એક વાડકી ઇંડાનો અંદરનો ભાગ લેવાનો છે, તેમાં એક ચમચી મધ અને ચાર ચમચી નારિયેળ તેલ મિક્સ કરવું. તેમાં પછી અડધું કેળું ક્રશ કરીને નાખવું. આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવી. આ મિશ્રણને તમારા હેરમાં લગાવો. 20થી 25 મિનિટ સુધી આ પેસ્ટ વાળમાં લગાવીને રાખવી. પછી તેને શેમ્પૂ વડે ઠંડું પાણી લઈ ધોઈ નાખવું.
તે સિવાય તમે હેર ડ્રાય માટે આ પ્રકારનું સ્પા કરી શકો છો
-અરીઠા, આમળા, શિકાકાઈ, મેથીના દાણાને પાણીમાં આખી રાત પલાળી રાખવા. પછી સવારે ઉકાળો જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી. તેમાં તમે એલોવેરા જેલ કે ઇંડાની સફેદી પણ નાખી શકો છો.
-ડ્રાય વાળ માટે પહેલા ઓલિવ તેલથી મસાજ કરવી. પછી તેમાં ઇંડા નાખો અને સ્ટેપ પ્રમાણે વાળમાં માસ્ક લગાવો. પછી તેને ચોખ્ખા પાણીથી શેમ્પૂ વાપરી સાફ કરો. વાળની કાળજી માટે હેર સ્પા ખૂબ જ જરૂરી છે. હેર સ્પાથી તમારા વાળ પહેલા જેવા શાઈની અને ચમકદાર બનાવી શકશો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.