હાલના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સભાન છે. જરા પણ શરીર વધે તરત તેને ઉતારવા માટેના પ્રયત્નો કરતાં હોય છે. સવારમાં ઘરના કામ હોવાના કારણે તે ઘણી મહિલાઓ જિમ કે વોક પર જઈ શકતી હોતી નથી. તો તેમના માટે આ ઉપાય બેસ્ટ સાબિત થશે. સવારે માત્ર એક ગ્લાસ પાણીમાં તમે લીંબુ ઉમેરશો તો આરામથી વજનમાં ઘટાડો થવા લાગશે.
મોટાભાગના લોકો સવારમાં ગરમ પાણી પીતા હોય છે અને તેમાં તે લીંબુનો રસ ઉમેરી સેવન કરતા હોય છે. કેટલીક વખત સવારે વહેલા ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવાથી પણ વજન ઘટતું હોતું નથી. પરંતુ પેટની ચરબી અને શરીરનું વજન ઓછું કરવા માટે લીંબુ પાણી ત્યાં સુધી અસર નહીં કરે જ્યાં સુધી તમે તેની સાચી રીતે સેવન કરવાનું શરૂ નહીં કરો. કેટલાક લોકો લીંબુ પાણીમાં મધ નાખીને પીતા હોય છે. પરંતુ જોઈએ તે રીતે પરિણામ મળતું હોતું નથી.
લીંબુ પાણી પીતી વખતે થતી ભૂલો- લીંબુ આપણા શરીરના મેટાબોલિઝમને મજબૂત બનાવાનું કામ કરે છે. સાથે સાથે તેમાં રહેલું સાઈટ્રિક એસિડ આપણા શરીરમાં જામેલી ચરબીને દૂર કરે છે. આ રીતે તમારું વજન ઘટવા લાગે છે પરંતુ તેનું સેવન કરતી વખતે આ પ્રકારની ભૂલો કરતા હોવાથી તમારું વજન ઘટવાને બદલે વધતું જાય છે.
સૌથી પહેલા દરેક વ્યક્તિ ભૂલ કરતો હોય છે. જ્યારે પણ ગરમીની સીઝનમાં બહારથી ઘરે આવે ત્યારે લીંબુ પાણી પીવાનું પસંદ કરતા હોય છે. તે સારી બાબત છે પરંતુ તે લીંબુના શરબતમાં આપણે ખાંડ ઉમેરતા હોઈએ છીએ. ખાંડ ઉમેરવાથી લીંબુ પાણી પીવાનું તમને ભાવશે પરંતુ તેનાથી વજન ઉતરવાને બદલે વધારો થશે. આ લીંબુ પાણીમાં ખાંડ ક્યારેય ન નાખવી જોઈએ. ખાંડ લીંબુની અસરને ઓછી કરે છે અને સાથે સાથે વજનમાં પણ વધારો કરે છે.
જો તમને ગળપણ જોઈતું હોય તો ખાંડના બદલે તમે મધ નાખી શકો છો. પરંતુ મધ પણ આ રીતે પીવું જોઈએ. તે વધારે ગરમ પાણીમાં નાખીને ન પીવું જોઈએ. વધારે ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી શરીરને હાનિ પહોંચે છે.
પાણી થોડું ઠંડુ થાય અથવા તો હુંફાળું હોય ત્યારે જ તેમાં મધ મિક્સ કરવું અને પીવું. હવે જો મધ નાખેલું પાણી વધારે ઠંડુ થઈ ગયું હોય તો તેને ફરીથી ગરમ કરવાની ભૂલ ન કરવી જોઈએ. કેમ કે મધમાં રહેલા પોષક તત્વો નાશ પામતા હોય છે. તેનો ફાયદો શરીરને મળતો હોતો નથી. માટે આ નિયમો યાદ રાખવા જરૂરી છે.
હવે જોઈએ લીંબુના રસનું સેવન કઈ રીતે કરવું- આપણામાના ઘણા લોકો અથવા બધા કહેવામાં પણ કંઈ વાંધો નથી. લીંબુની છાલને લીંબુનો ઉપયોગ કરી ફેંકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે લીંબુના રસ કરતાં લીંબુની છાલમાં પોષક તત્વો વધારે હોય છે. દરેક મહિલા લીંબુનો ઉપયોગ કરી તેની છાલને કચરાની ટોપલીમાં ફેંકી દેતી હોય છે.
પરંતુ વજન ઉતારવા માટે આ લીંબુની છાલ ખૂબ જ અસરકારક સાબિત થતી હોય છે. 1 લીંબુની છાલમાં 10 લીંબુના રસ કરતાં પણ વધારે પોષક તત્વો રહેલા હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. લીંબુની છાલના ઉપરના ભાગમાં જે તેલ હોય છે તે વજન ઘટાડવા માટે ચમત્કારિક સાબિત થાય છે.
હવે જો તમે લીંબુની છાલનો ઉપયોગ કરવા માગતા હોવ તો એવા લીંબુ પસંદ કરવા જેની છાલ થોડી જાડી હોય. આ લીંબુની છાલને છીણી લઈ છીણો. ધ્યાન રહે કે તેનો પીળો ભાગ જ છીણવો, સફેદ ભાગ નહીં. છાલ છીણાય જાય પછી એક બાજુ એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. તેમાં આ છીણ નાખી ગરમ કરો. હવે ગેસ બંધ કરો અને 2-3 મિનિટ સુધી ઠંડુ થવા દો. વધારે ઠંડુ ન થવા દેવું થોડું નવશેકું રહે તેનું ધ્યાન રાખવું તેમાં અડધો લીંબુનો રસ પણ ઉમેરવો. તૈયાર છે તમારું વેઈટ લોસ ડ્રિન્ક. આ પાણીમાં તમે મધ પણ નાખી શકો છો.
જો તમે સામાન્ય રીતે વજન ઘટાડવા માગતા હોવ તો લીંબુનો રસ અને તેની છાલ વાળું પાણી રોજ સવારે ખાલી પેટ સેવન કરવું. એક વીકમાં જ આ પાણીની અસર થતી તમને દેખાશે.
આ રીતે તૈયાર થયેલા પાણીના ફાયદા- લીંબુમાં રહેલ સાઇટ્રિક એસિડ શરીર જ નહીં ત્વચા માટે પણ એટલું જ જરૂરી છે. તે ચહેરા પરના ડાઘ અને કરચલીઓ દૂર કરશે. ચહેરા પર નિખાર લાવશે. તે સિવાય લીવરમાં જામેલી ગંદકીને દૂર કરવાનું કામ પણ કરશે. તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખવાનું કામ કરશે. તે ઉપરાંત પણ ઘણી બીમારીઓમાં લીંબુનો રસ લાભદાયી છે.
જો આ બ્યુટીટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બ્યુટીટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.