👉-દરેક વ્યક્તિને ધનવાન બનવાની લાલચ હોય છે. જે ઓછો ધનિક હોય તેને વધારે ધનવાન બનવાની લાલચ હોય છે. જે મધ્મય વર્ગનો હોય તેને થોડો વધારે અમીર બનવાની ઇચ્છા હોય છે. આ રીતે દુનિયાનો કોઈ પણ માણસ હોય તેને અમીર બનવું પસંદ હોય છે. પરંતુ અમીર કંઈ એમ જ નથી બનાતું હોતું. તેના માટે તમારી કેટલીક આદતો હોય છે. તેમાં સુધારો કરવો પડે છે.
👉-આપણી આસપાસ ઘણા એવા લોકો છે જે પ્રયત્નો કરવાં છતાં પણ ધનવાન બની શકતાં નથી. તેના માટે જવાબદાર છે આપણી આદતો. દિવસ દરમિયાન જાણે અજાણે આપણે એવા કાર્યો કરતાં હોઈએ છીએ જેના કારણે ગરીબ બનતાં જઈએ છીએ. તો નજર કરો કઈ આદતનો તમારે સુધારો કરવો જોઈએ.
👉-પહેલી આદત ગમે ત્યારે ભોજન કરો ત્યારે થાળીમાં થોડું જમવાનું એઠું મૂકવું, ઘણા લોકોને આપણે જોયા હોય છે કે થાળીમાં હંમેશાં કોઈને કોઈ વસ્તુ એઠી મૂકતાં જ હોય છે. જે તમે અન્ન દેવનું અપમાન કર્યું કહેવાય. જેથી તે નારાજ થતાં હોવાથી ભવિષ્યમાં તમને અનાજની અછત સર્જાય શકે છે.
👉-બીજી આદત છે. સવારે ઊઠીને તરત નિત્ય કામ કરવા લાગવું. પથારી જેમ હોય તેમ જ રાખી મૂકે. આ કરવાથી પણ ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી સવારે ઊઠીને સૌથી પહેલા બેડ કે પથારીમાં સૂતાં હોવ તે સરખા કરી લેવા જોઈએ. જેથી તમારો દિવસ શુભ જાય. અને દિવસ શુભ જાય તેનાથી ગમે તે કાર્ય કરો તેમાં તમને સફળતાં પ્રાપ્ત થતી હોય છે.
👉-બીજો પણ ફાયદો પથારી સરખી કરવાનો, તેનાથી તમને આળસ આવતી દૂર થઈ જશે. ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે. ધનની કમી દિવસેને દિવસે દૂર થતી દેખાશે.
👉-ગમે ત્યાં થૂંકવું ન જોઈએ. અમુક લોકોને આદત હોય છે કે ચાલતા હોય અથવા વાહન ચલાવતા હોય ત્યારે ગમે ત્યાં થૂકતાં હોય છે. આ ખોટી આદત તમારો ચંદ્ર અને ગ્રહણ નીચે આવતાં જાય છે. જેના કારણે ગરીબીનો સામનો કરવો પડે છે.
👉-આ દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે થોડા પૈસા મળવા લાગે એટલે વડીલોને માન-સમ્માન આપવાનું ભૂલી જતાં હોય છે. તેમની દરેક વાતને અવગણી કાઢે છે. તો તેવા લોકો તેમના કોઈપણ કાર્યમાં સફળ થતાં નથી કે ધનવાન પણ બની શકતાં નથી.
👉-જે રીતે તમે પોતાનું શરીર કે ચહેરો સાફ રહે તેના માટે પ્રયત્નો કરો છો, તેવી જ રીતે પગની સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. પગ સાફ રાખવાથી ગુસ્સો કે ચિંતા રહેતા નથી. અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે.
👉-ઘણા પુરુષો જોવા મળે છે કે ઘરમાં રહેલી સ્ત્રીનું અપમાન કરતાં હોય છે. વૃદ્ધ વ્યક્તિ હોય તેનું વાતે વાતે અપમાન કરતાં હોય છે. તેનાથી તમારી પ્રગતિ થતી નથી હોતી. ખાસ કરીને જે લોકો સ્ત્રી અને વૃદ્ધ વ્યક્તિનું અપમાન કરે છે. તેમની ઇજ્જત કરતાં નથી તેવા લોકો કાયમ દરિદ્ર રહેતા હોય છે. તેમણે જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માગી લેવી જોઈએ.
👉-જો છોડ સુકાવા લાગશે તો ઘરમાં દરિદ્રતા આવવાની શરૂ થાય છે. આપણે જે રીતે શરીરનું અને પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખીએ છીએ એ રીતે જ ઘરમાં રહેલા છોડનું ધ્યાન રાખવું જોઈએ. જેથી લક્ષ્મીનો વાસ થાય અને તમે ધનવાન બની શકો.આટલી આદત અપનાવશો તો ક્યારેય ગરીબી તમારા ઘરમાં પ્રવેશશે પણ નહીં.
જો આદત વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.