💁આપણા શરીરને એકદમ તંદુરસ્ત રાખવા માટે આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર જ હોઈએ છીએ. આજના સમયમાં લોકોને ખૂબ જ નાની ઉમરથી જ કોઈને કોઈ તકલીફ રહે છે. આજના સમયમાં લોકોને પીઠ, કમર કે સાઇતિકા જેવી બીમારી ઘણી જ પજવી રહી છે. લોકો તેના દુખાવાથી ઘણો પીડાય છે. પરંતુ દોસ્તો હવે ચિંતા છોડો આજે આપણે એજ ટૉપિકનો એકદમ સચોટ ઉપાય લાવ્યા છીએ. જે કરીને તમે એકદમ તંદુરસ્ત બની જશો. તો ચાલો જોઈએ તે શું છે.
💁દોસ્તો કદાચ તમે એક વાત નોટ કરી હશે કે જે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે તે પોતાના પગની નીચે ઓશીકું રાખે છે. જેનાથી તેને સુવામાં ઘણું કમ્ફર્ટેબલ રહે છે. હા, આમ ઓશીકું જો પગની નીચે રાખવામાં આવે તો પૂરા શરીર માંથી કોઈ એક જ ભાગને વજન નથી પડતો પરંતુ શરીરના તમામ હિસ્સા પર એક સમાન જ વજન રહે છે. અને તેથી કોઈ ભાગમાં સોજો કે દુખાવો થવાની તકલીફ રહેતી નથી. તો પ્રેગ્નેન્સીમાં મહિલાઓને પગના સોજા અને કમરના દુખાવાની તકલીફ પરેશાન કરતી હોય છે તેથી તે આ રીતે સૂઈને બેટર ફિલ કરે છે.
💁દોસ્તો આપણે તો આ માત્ર એક ઉદાહરણ જોયું. આ ઉપાય માત્ર ગર્ભવતી બહેનો માટે જ નથી પરંતુ સૌ કોઈ આનો લાભ લઈ શકે છે. રાતના સૂતા સમયે જો પગની નીચે ઓશીકું રાખવામાં આવે તો તેનો ઘણો જ ફાયદો થાય છે. જેમકે કમરનો દુખાવો કે પગનો દુખાવો જો રોજની તકલીફ છે તો આ ઉપાય કરવાથી ઘણી રાહત મળે છે. તો ચાલો આજે આપણે જોઈએ કે આ રીતે ઓશીકું રાખીને સુવાથી આપણા શરીરને કયા-કયા ફાયદાઓ થાય છે, તે વિસ્તારથી જોઈએ.
💁1. બ્લડના સર્ક્યુલેસનને સુધારે : જો રાતના સમયે પગમાં થોડું કળતર કે દુખાવો થતો હોય તો તેના માટે તમે તમારા પગની નીચે એક ઓશીકું મૂકીને સુઓ, (બહુ ઊંચું ઓશીકું ના મૂકવું-માપસરનું ઓશીકું રાખવું) તો આ કળતર અને દુખાવાનો પ્રશ્ન હલ થઈ શકે છે. કેમ કે આ રીતે ઓશીકું રાખવાથી આપણા શરીરના તમામ અવયવોમાં બ્લડનું સર્ક્યુલેસન સારી રીતે થઇ શકે છે. આથી આ પ્રયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે.
💁2. ડિસ્ક પેન ઓછી થાય છે :પૂરા દિવસના કામ માંથી થાકીને રાતના સમયે સૂતા ડિસ્કનો દુખાવો થાય છે, જે કરોડના અતિશય પરિભ્રમણથી તમારી કરોડરજ્જુ પરના દબાણને કારણે દુઃખાવો થઈ શકે છે. જ્યારે તમને આ પ્રકારનો દુખાવો હોય છે તે સમયે તમે રાતના સૂતી વખતે તમારા પગની ઓશીકું રાખીને સુઓ તો આ ડિસ્ક પેનથી રાહત મેળવી શકાય છે.
💁3. કમર અને હિપનો દુખાવો દૂર કરે : ધણા લાંબા સમય સુધી ડેસ્ક પર કામ કરવાના કારણે લોકોને વરંવાર પીઠ અને હિપમાં દુઃખાવાની ફરિયાદ રહેતી હોય છે. તો આના માટે આ ખૂબ જ કારગત એવો ઉપાય છે એ તમે સૂતા સમયે પગની નીચે ઓશીકું રાખો. કમર અને હિપના દુખાવામાં ખાસ્સી રાહત મળશે.
💁4. સાઇટીકાના દુખાવાને દૂર કરે છે : ઘણા લોકોને સાઈટીકાના કારણે પગના પાછળના ભાગમાં ઘણો દુખાવો રહે છે. તો આ રીતે જો પગના નીચે ઓશીકું રાખીને સૂવામાં આવે તો સાઇટીકાના દુખાવામાં રાહત રહે છે. જો આ રીતે હરરોજ સુવામાં આવે તો આ દુખાવો ઘણો ઓછો થઈ શકે છે.
💁5. પગના સોજાને દૂર કરે છે : જો કોઈ કારણસર તમારા પગમાં સોજો આવી ગયો હોય, તો આ પધ્ધતિ ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. જેમ કે થાકના કારણે પગમાં સોજો આવી ગયો હોય. આવી સ્થિતિમાં તમે તમારા પગની નીચે ઓશીકું રાખીને સૂઈ શકો છે. આમ કરવાથી પગનો સોજો દૂર થાય છે.
💁5. ગોઠણમાં દુખાવો હોય ત્યારે : જો કોઈ કારણ તમને ગોઠણમાં દુખાવો થતો હોય તો, તમે ડાબી કે જમણી સાઈડ સૂતી વખતે તમે બંને પગની વચ્ચે ઓશીકું રાખી શકો છો, તેનાથી તમને આરામ જરૂર મળશે, જો આ પધ્ધતિ કામ ના આવે તો સીધા સૂઈને પછી પગ નીચે ઓશીલું રાખી શકો છો.
આશા છે કે, તમને ઉપરની બધી માહિતી સમજાઈ હશે, જો આ પગ અને ઓશિકાની ટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી ટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.