ખાવા પીવામાં ગમે તે આહાર ખાઓ તેમાં ખાસ ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. જે આપણને લગભગ ખબર નથી હોતી કે, કયો આહાર એક બીજાની વિરુધમાં કામ કરે છે. તે આહાર આપણે ખાઈએ છીએ ત્યારે તેના નુકસાન થતા હોય છે. પણ આપણને તે ખબર નથી પડતી કે, આ વિરુધ આહારનું કામ છે. પછી લાંબા સમય સુધી ડોકટર પાસે દવા લેતા રહીએ છીએ. પણ જલ્દીથી સારું નથી થતું. તો તેવું તમારી સાથે ના બને તે માટે આ આર્ટીકલ પૂરો વાંચો જેનાથી તમને ખબર પડે કે, કેવો કેવો આહાર સાથે ના લેવો જોઈએ.
ખોરાક અલગ અલગ તસીરના હોય છે. તે તમે જાણતા હશો. પણ કયો ખોરાક કેવા પ્રકારનો છે તે લગભગ નહિ ખબર હોય. ઘણા ખોરાકની તાસીર ઠંડી હોય છે તેમજ ઘણા ખોરાકની તાસીર ગરમી વાળી હોય છે. તેવા બંને ખોરાકને સાથે ખાવામાં આવેતો સ્કીન પ્રોબલમ થવાની સંભાવના રહે છે. તેવું નથી કે સ્કીન પ્રોબલમ થાય બીજા પણ શરીરમાં રોગ ઉભા કરે છે. આયુર્વેદમાં આવા ઘણા ખોરાક વિષે કહેવામાં આવ્યું છે. આજે તે ખોરાક વિશે જણાવીશું ધ્યાનથી આ આર્ટીકલ વાંચો જેથી તમે પણ આ ભૂલ કરતા હશો તો ખબર પડશે અને તેને આગળ નહિ કરો.
વાળ ખરવાની સમસ્યા, પેટની સમસ્યા, લોહીની સમસ્યા અને શરીરને કમજોરી કરે ત્યારે લોકોને ખબર પડે છે કે, તેઓ અલગ અલગ તાસીર વાળા ખોરાકની ચપેટમાં આવી ગયા છે તો આજે જાણીએ કે, દૂધ સાથે કઈ કઈ વસ્તુ ના ખાવી જોઈએ નહીતો ઉપર આપેલી બીમારી શરીરમાં ઘર જલ્દી બનાવે છે.
- શું શું વસ્તુ સાથે ના ખાવું જોઈએ.
દૂધ સાથે નમકીન વસ્તુ ના ખાવું જોઈએ. આપણા આયુર્વેદમાં પણ સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે. દૂધ અને નમકીન વસ્તુ ક્યારે નાં ખાવી જોઈએ. ચાલો જોઈએ તેનાથી શું શું નુકસાન થાય છે. દૂધ અને નમકીન બંને સાથે લેવામાં આવેતો સ્કીન પ્રોબલમ જલ્દીથી ચાલુ થાય છે. મોઢાના દાગ, ખીલ વગેર જલ્દીથી ઉભા કરે છે તે માટે ક્યારે દૂધ અને નમકીન સાથે ના લેવું જોઈએ દૂધ પીવો પછી ૩૦ મિનીટ પછી નમકીનનું સેવન કરવું જોઈએ.
દૂધ અને ફળોનું સેવન ક્યારે સાથે ના કરવું જોઈએ. દૂધ પછી ફળના સેવન વચ્ચે 7 કલાકનું અંતર રાખવું જરૂરી છે. આ બંને નું સેવન સાથે કરવાથી પેટ સબંધિત સમસ્યા ઉભી કરી શકે છે. ગેસ, એસીડીટી, પાચનશક્તિ નબળી કરે છે. આવા રોગો ઉભા કરે છે. દૂધ સાથે ક્યારે પણ લીંબુ, નારંગી, મોસંબી વગેરે ફળો ના ખાવા જોઈએ.
દૂધ સાથે અનાનસ ના ખાવું જોઈએ બંને ના સેવન વચ્ચેનો સમય 7 કલાકનો હોવો જરૂરી છે. બંને નું સેવન સાથે કરો તો તમારા શરીરની ઈમ્યુંનીટી ખરાબ કરે છે તેમજ શરીરમાં પોષણ મેળવવાની ગતિ ધીરી કરે છે. જેનાથી કોઈ પણ આહાર ખાઓ તેના પોષણતત્વો શરીર સુધી પહોચવામાં સમય વધારે લાગે છે તેનાથી શરીર બીમારી જલ્દીથી પકડે છે. અને શરીરને કમજોર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમે આવું કાર્ય લાંબા સમય સુધી કરશોતો લીવરને તકલીફ જલ્દીથી ઉભી કરશે. તેનાથી તમે સારા પોષણ વાળો ખોરાક ખાઓ પણ શરીર કમજોર રહેશે.
હવે જે વસ્તુ વિષે તમને જણાવવા જાવ છું તેને પર તમે વિશ્વાસ નહિ કરો અને કેશો કે, આ ખોટું છે. પણ નહિ આ વસ્તુનું સેવન સાથે કરવું પણ હાનીકારક થઇ શકે છે. તમે દૂધ અને કેળાનું સેવન કરતા જ હશો. પણ નથી જાણતા કે, તેનું સેવન સાથે કરવું આયુર્વેદ અનુસાર નુકસાન કારી છે. તેનાથી કોઈ સ્કીનની સમસ્યા નથી થતી પણ શરીરની અંદરના અંગને નુકાસન કરે છે તે છે આપણું લીવર. હા લીવર જે કેળા અને દુધને પચાવવામાં ઘણો સમય લાગે છે. તેથી લીવર પર ભાર પડે છે અને તેની સમસ્યા ઉભી કરે છે.
દૂધ અને ડુંગળી. લગભગ આ વસ્તુ વિષે જાણતા જ હશો. તો પણ કેટલા લોકો નથી જાણતા તેની માટે આ વસ્તુ વિષે જણાવી દઈએ. દૂધ અને ડુંગળી એક બીજાના કટ્ટર વિરોધી છે. તેનાથી સ્કીનના અલગ અલગ રોગો ઉભા થાય છે. ડુંગળી અને દુધના સેવનથી સફેદ દાગ જેને આપણે ભાષામાં ( કોઢ ) કહીએ છીએ. તે કોઢ થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. દૂધ અને ડુંગળીના સેવન વચ્ચેનો સમય 8 કલાકનો હોવો જરૂરી છે તેનાથી નુકસાન થશે નહિ. ખાસ ધ્યાન રાખવું કોઈ તમારા પરિવારમાં આ વસ્તુનું સેવન સાથે કરે તો તેને તરત રોકવા નહીતો કોઢ જેવી સમસ્યાના તરત શિકાર થઇ શકે છે.
કેળાને પચવામાં લગભગ 5 કલાક જેટલો સમય લાગે છે અને દુધને પચવામાં 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે. તો ગણતરી કરો કે, બંને સાથે હોય ત્યારે તેને પચવામ કેટલો સમય લાગતો હશે. ક્યારેક બંને વસ્તુનું સેવન સાથે કરો તો પ્રોબલમ નહિ આવે પણ જો નિયમિત આ વસ્તુનું સેવન હાનીકારંક થઇ શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.