દૂધને તેના ગુણોના કારણે સંપૂર્ણ ફૂડ ગણવામાં આવે છે. દુધમાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ અને ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે જે આપણને હીટ અને ફીટ રાખવામાં મદદ કરે છે. આ ફાયદાઓના કારણે બાળકોને પણ દૂધ પીવડાવવાની સલાહ આપવામાં આવતી હોય છે.
દુધમાં એવા પોષક તત્વો રહેલા છે કે જેનું સેવન કરવાથી શરીરમાં હાડકા મજબુત બને, તાકાત આવે છે તેમજ અનેક બીમારીઓથી બચાવે છે. પરંતુ આપણે દૂધ પીતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખ્યા વગર દૂધ પી લેતા હોઈએ છીએ જેના કારણે શરીરને દુધના પોષક તત્વો મળતા નથી અને પરિણામે દૂધ પીવાના ફાયદા થવાના બદલે નુકશાન થાય છે.
- દૂધ ક્યારે કેટલું અને કઈ રીતે પીવું
રોજે એક ગ્લાસ અથવા અડધો લીટર દૂધનું સેવન કરવામાં આવે તો પણ ઘણા ફાયદાઓ થાય છે. દૂધ પીવા માટે સૌથી શ્રેષ્ઠ સમય સવારનો છે. સવારે દૂધનું સેવન કરીએ તો તે દિવસ દરમિયાન સરળતાથી પચી જાય છે. રાત્રે સુતી વખતે પણ તમે દૂધ પી શકો છો પરંતુ રાત્રે જમ્યાના 2 કલાક બાદ દૂધનું સેવન કરવું. આ ઉપરાંત દૂધ પીધા બાદ બે કલાક પછી સુવું.
દૂધ ભારે ખોરાક છે માટે તેને જો થોડું ગરમ કરીને પીવામાં આવે તો તે પચાવવામાં સરળ રહે છે. આ ઉપરાંત ઘણા લોકો એવા હોય છે જેને દૂધ પીવાથી ગેસ થતો હોય છે તો તેવા લોકોએ દૂધ ગરમ કરતી વખતે તેમાં સૂંઠનો પાવડર ઉમેરવો. અથવા તો દૂધમાં મધ અથવા કિશમિશ ઉમેરી તેનું સેવન કરવું જોઈએ.
જે લોકોને ઉધરસ અને અસ્થમાની સમસ્યા છે તેમણે દૂધનું સેવન ન બરાબર જ કરવું જોઈએ. પેટમાં દુઃખાવો, અપચો, જાડા-ઉલ્ટી વગેરે થતું હોય તેમણે પણ દૂધનું સેવન ન કરવું જોઈએ. નથી તો પરેશાની ઘટવાને બદલે વધી જશે. નીચે વાંચો જરૂરી વાત કે, કેવી રીતે ના કરવું દૂધનું સેવન.
- આ રીતે દૂધનું સેવન ભૂલથી પણ ન કરવું
દુધને વધારે સમય સુધી ઉકળવા ન દેવું જોઈએ કારણ કે દુધને વધારે ઉકાળવામાં તો તેના દુષિત તત્વોની સાથે અમુક પોષક પણ તત્વો નષ્ટ પામે છે. આ ઉપરાંત વધારે પડતું ગરમ દૂધ પણ ન પીવું જોઈએ. પણ એક રીતે જોઈએ તો સામાન્ય રીતે ઉકાળેલું દૂધ પીવામાં વાંધો નથી..
કેળા અને દૂધનું એક સાથે સેવન ન કરવું જોઈએ. લગભગ લોકોની આદત હોય છે દૂધ કેળાનું સેવન કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવાથી શરીરમાં નુકશાન કારક ટોક્સીન જમા થવા લાગે છે. આ ઉપરાંત આયુર્વેદ અનુસાર નમકીન વસ્તુઓ સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી ત્વચા સંબંધી રોગ થાય છે.
ઘણા લોકો રાત્રે ભોજનની સાથે દૂધનું સેવન કરતા હોય છે પરંતુ તેનાથી અપચો અને ગેસ જેવી સમસ્યા થાય છે માટે ભોજન કરતી વખતે કે ભોજન કર્યા બાદ તરત જ દૂધનું સેવન ન કરવું જોઈએ. જમ્યા પછી દૂધ પીવામાં ઓછામાં ઓછી એકથી બે કલાકનું અંતર રાખવું જોઈએ.
આજ કાલ લોકો ફળમાંથી સ્મુદી તેમજ મિલ્કશેક બનાવતા હોય તો તેમાં દુધની સાથે ફળો ઉમેરતા હોય છે પરંતુ આયુર્વેદ અનુસાર ફળ આપણા પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે જયારે દૂધ ઠંડક આપે છે માટે બંનેનું એક સાથે સેવન કરવાથી પાચન તંત્ર ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
દૂધ સાથે ખાટી વસ્તુનું સેવન ક્યારેય ભૂલથી પણ ન કરવું કારણ કે આયુર્વેદનું કહેવું છે કે ખાટી વસ્તુ સાથે દૂધનું સેવન કરવામાં આવે તો તે ઝેર સમાન બની જાય છે. તેમજ અમ્લીય પદાર્થ એટલે કે ગાજર, તેલ, દહીં, નારિયેળ, લસણ, બટેકા વગેરે જેવી વસ્તુની સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ.
ગરમ પ્રકૃતિની વસ્તુ સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ. જેમ કે માછલી સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે માછલીની તાસીર ગરમ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક હોય છે. તેનાથી સ્વાસ્થ્ય સબંધિત અનેક બીમારીઓ થાય છે.
આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.