આ આર્ટીકલ આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ મહત્વપૂર્ણ છે, અહી આપેલા તમામ મુદ્દા ધ્યાનથી વાંચવાથી તમારું નોલેજ જરૂર વધશે. તેમજ તમે આજ સુધી નહિ જાણેલી માહિતી પણ તમને જાણવા મળશે. આ આર્ટીકલ પૂરો તેમજ ધ્યાનથી વાંચજો. તેમજ આપને ના સમજાય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો.
મિત્રો જો કે તમે જાણતા જ હશો કે દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. પણ ઘણા લોકો તેને યોગ્ય રીતે નથી પીતા. જો કે આપણા વડીલો આપણને હંમેશા દૂધ પીવાની સલાહ આપે છે. તેમાં પણ ખાસ કરીને સવારના સમયે દૂધ પીવું ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે, તમારો સવારનો નાસ્તો એ તમારા આખા દિવસની ઉર્જાને પૂરી પાડે છે. દુધની અંદર ઘણા વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન છે જે તમને એનર્જી પૂરી પાડે છે.
- અહી અમે તમને દુધને ખોટી રીતે પીવાની વાત કરીશું જે સામાન્ય રીતે આપણે અજાણતા કરી બેઠીએ છીએ. જે ના થાય તે માટે આ લેખ જરૂર વાચી જુઓ.
- ભોજનની સાથે દૂધ ન પીવો
સામાન્ય રીતે ઘણા લોકો દૂધ કોઈ પણ અનાજ સાથે અથવા તો પોતાના ભોજનની સાથે લે છે. જે ન કરવું જોઈએ. કારણ કે દૂધ એ પોતાનામાં જ એક સંપૂર્ણ આહાર છે અને જો તમે ભોજન સાથે દૂધ લો છો તમારું ભોજન એક નહિ પણ બે ગણાય છે. આથી હંમેશા દૂધ એકલું જ પીવું જોઈએ. ભોજન અને દૂધ સાથે લેવાથી શરીરને ડાઈજેશન કરવામાં તકલીફ પડે છે. આથી ભોજન અને દૂધ વચ્ચે હંમેશા બે કલાકનો સમય ગાળો રાખવો જોઈએ. યાદ રાખો કે તમે દુધને માંસ સાથે પણ ના પીવું જોઈએ.
- નમકીન વસ્તુ સાથે દૂધ ન લો
આપણે વારંવાર જોઈએ છીએ કે લોકો પરાઠા સાથે અથવા તો ચવાણું સાથે દૂધ લેતા હોય છે જે ના કરવું જોઈએ કારણ કે, મીઠું અને દુધને કયારેય પણ એકસાથે ભેગું ન કરવું જોઈએ. તેમ કરવાથી આપણે અજાણતા જ આપણા શરીરને અંદરથી ડેમેજ કરીએ છીએ. આ સિવાય ઘણા લોકો અમુક શાકભાજી સાથે પણ દુધનો ઉપયોગ કરતા હોય છે. જે ના કરવું જોઈએ જેમ કે, ડુંગળીની સાથે કયારેય પણ દૂધ ન પીવું જોઈએ. તેમજ આ બધી વસ્તુઓ અને દૂધ વચ્ચે ઓછામાં ઓછો બે કલાકનો ગાળો રાખવો જોઈએ.
- ઠંડુ દૂધ ન પીવું જોઈએ
આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને હંમેશા ઠંડુ દૂધ પીવાની આદત હોય છે. જો કે ઉનાળામાં લોકો ઠંડુ દૂધ વધુ પીવે છે. તેમજ આ સમયે લોકો મિલ્ક શેઈક, દૂધ કોલ્ડ્રીંક વગેરે પીવે છે જે ના પીવું જોઈએ. દૂધ સંપૂર્ણ આહાર હોવાથી પચવામાં વાર લાગે છે. જયારે ઠંડુ દૂધ તો પચવામાં ખુબ જ ભારે પડે છે. આથી દુધને હંમેશા ગરમ અથવા તો નવશેકું જ પીવું જોઈએ.
- દુધમાં ખાંડ ન નાખવી જોઈએ
આપણે જોઈએ છીએ કે, લોકો દુધમાં ખાંડ નાખીને જ પીવે છે પણ દુધમાં ખાંડ નાખવાથી દુધને પચવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. તેનું કારણ છે કે, દુધમાં પહેલેથી જ ગ્લુકોઝ રહેલું હોય છે અને તેમાં તમે કેમિકલ યુક્ત ખાંડ નાખો છો તો દુધમાં રહેલ પોષક તત્વની કમી આવી જાય છે. જો તમે દુધને ગળ્યું જ પીવા માંગો છો તો તમે સાકર, મિશ્રી, મધ જેવી વસ્તુ મિક્સ કરીને પી શકો છો.
- ફ્રુટ્સ સાથે દૂધ મિક્સ ન કરો
જો કે સામાન્ય રીતે લોકો ફળ સાથે દૂધ પીતા હોય છે. અત્યારે લોકો ફળ અને દૂધ મિક્સ કરીને તેનું જ્યુસ બનાવે છે. પણ તમારે એમ ન કરવું જોઈએ. ખાસ કરીને ખાટા ફળની સાથે દૂધ તો કયારેય ન પીવું જોઈએ. સંતરા, લીંબુ જેવા ફળો સાથે ક્યારે દૂધનું સેવન નહીં કરવું. જો કે તમે પાકેલા કેળા સાથે, પાકેલી કેરી સાથે દૂધ મિક્સ કરી શકો છો. પણ બને ત્યાં સુધી દુધને એકલું જ પીવું જોઈએ.
- દુધને કેવી રીતે પીવું જોઈએ?
જો કે દૂધ પીવું એ કોઈ ખાસ વાત નથી પણ તેને કેવી રીતે પીવું જોઈએ તે મહત્વની વાત છે. આથી દુધને હંમેશા નવશેકું અથવા તો ગરમ જ પીવું જોઈએ. તેમજ દુધને ધીમે ધીમે ફૂક મારીને જ પીવું જોઈએ. જો કે તમને કબજીયાતની તકલીફ છે તો તમે ઉભા ઉભા એકસાથે દૂધ પી શકો છો.
- દૂધ ક્યારે પીવું જોઈએ?
સામાન્ય રીતે તો દૂધ તમે ગમે ત્યારે પી શકો છો. પણ જો તમે દૂધ પીવાનો સાચો સમય જાણવા માંગો છો તો તમારે રાત્રે દૂધ પીવું જોઈએ, કારણ કે, દૂધ રાતે પીવાથી તમને નીંદર સારી આવે છે. તેમજ જે જરૂરી પોષક તત્વો મળવા જોઈએ તે તમને નીંદર દરમિયાન મળી રહે છે.
- કયું દૂધ પીવું જોઈએ?
જો કે તમે ભેંસ અથવા ગાયનું દૂધ પીતા હશો. પણ સામાન્ય રીતે તમે જાણવા માંગો છો તો કયું દૂધ પીવું જોઈએ તો તમને જણાવી દઈએ કે જો તમે દુબળા પાતળા છો અને વજન વધારવા માંગો છો તો તમારે ભેંસનું દૂધ પીવું જોઈએ. પણ સામાન્ય રીતે તો ગાયનું દૂધ જ પીવું જોઈએ અને જો તમે પેકેટ વાળું દૂધ પીવો છો તો તેમાં ફૂલ ક્રીમ દૂધ જ પીવું જોઈએ.
- દૂધ નથી પચતું તો શું કરવું?
આયુર્વેદ અનુસાર માનવ શરીરમાં દૂધ ખુબ જ સરળતાથી પચી શકે છે. પણ જો તમારું શરીર દૂધ નથી પચાવી શકતું તો તેના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે દુધની ક્વોલોટી નીચી હોવી, દુધને ખોટા સમયે પીવું, બાળપણથી જ દૂધ પીવાનું બંધ કરી દેવું આવા ઘણા કારણો હોય શકે છે.
આથી તેના નિવારણ માટે તમારે પહેલા તો ગાયનું દૂધ લેવું. પછી તેને ગરમ કરવા માટે મૂકી દેવું પછી તેમાં ચપટી જેટલી સુંઢ નાખવી. જયારે દૂધમાં ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરવો અને 5 મિનીટ માટે ઉકળવા દો. ત્યાર પછી થોડું ઠંડુ થાય એટલે પી જાવું. જો કે પહેલા અડધો કપ દૂધ પીવું. પછી ધીમે ધીમે તેની માત્રા વધારવી. આમ દુધમાં પ્રોટીન, વિટામીન એ, બી1, બી2, બી12, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે હોય છે આથી જ તે સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આમ દુધને યોગ્ય સમયે અને યોગ્ય રીતે પીવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.