નાભિએ શરીરનું એકમાત્ર અંગ છે, જે તમને શરીરની અંદર અને બહારની બંને સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેને ઘણા ખરા ચમત્કારીક અંગ પણ કહે છે. તેથી નાભિને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો નાભિને સ્વસ્થ રાખવા માટે તેલ લગાવતા હોય છે. અને તે ઘણું લાભદાયી પણ નીવડે છે. પણ અમુક લોકો જાણતા હોતા નથી કે નાભિમાં દૂધ લગાવવાથી પણ અનેક ફાયદા થાય છે.
એટલું જ નહીં આયુર્વેદમાં જો તમે નાભિમાં નિયમિત દૂધ લગાવો તો કેવા અનેક લાભ થશે તેની વાત પણ કરી છે.. નાભિ માત્ર શરીરને જ નહીં ત્વચાને પણ સ્વસ્થ અને સુંદર બનાવવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ કે, નાભીએ દૂધ લગાવવાથી શરીરમાં બીજું શું શું થાય છે.
- કેવી રીતે લગાવશો નાભિ પર દૂધ- (જાણો લગાવવાની સાચી પદ્ધતિ)
ઘણાને શરીરના કોઈપણ ભાગ પર સોજા રહ્યા કરતા હોય છે. તો દૂધ એકલું લગાવતા હોવ તો તેમાં લાંબા ગાળે ફેર ન પડતા દૂધ સાથે એલચી પાઉડર મિક્સ કરીને રોજ લગાવવું તો તેમાં રાહત મળતી દેખાશે.
એ ઉપરાંત જો તમે હાઈડ્રેડ અને સ્કિનને સ્વસ્થ અને સુંદર બનાવવા માગતા હોવ તો મધ પણ એડ કરી શકો છો. દરરોજ દૂધ નાભિ પર લગાવતા હોવ તો અઠવાડિયામાં 1-2 વાર દૂધ સાથે મધ પણ મિક્સ કરીને નાભિ પર લગાવાથી અચૂક ફાયદો થશે. પણ એક વાત ખાસ યાદ રાખવી કે આ ઉપચાર રોજ કરવો.
ઘણા લોકોને અમુક ઉંમર પછી પેટ સંબંધી સમસ્યા રહ્યા કરતી હોય છે. પાચનતંત્રના લીધે તે બરાબર જમી પણ શકતા હોતા નથી. દૂધ સાથે હિંગ લગાવવી. હિંગ પેટમાં થતો દુખાવો દૂર કરી વાયુ છૂટો પાડશે જેના કારણે પેટ ભારે લાગશે નહીં અને પાચનમાં પણ સુધારો થશે. જેથી તમે મન અને તનથી સ્વસ્થ રહી શકશો.
ઉનાળાની સીઝનમાં ગરમ દૂધ નાભિ પર ન લગાવવું. બને તો ગાયનું ઠંડું દૂધ લગાવવાથી ઘણા લાભ થશે. અને તમારા શરીરમાં જે પણ તકલીફ હશે તે દૂર કરશે, પરંતુ તે તકલીફ લાંબા સમયથી અથવા ગંભીર હશે તો તેમાં રાહત મળશે નહીં. તેના માટે તમારે યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લેવાની રહેશે.
- નાભી પર દૂધ લગાવવાથી સ્ત્રીને થતા અન્ય લાભો પણ અદ્ભુત છે.. જાણો નીચે.
માસિક દરમિયાન થતો દુખાવો કરે દૂર- દરેક મહિલાને માસિક દરમિયાન વધુ કે ઓછો દુખાવો થતો જ હોય છે. ઘણી વાર ટીનએજમાં તો અસહૃય દુખાવો થવાના કારણે ઘણી છોકરીઓને આખો દિવસ રૂમમાં પૂરાઈ રહેવું પડતું હોય છે. અને તે સમયે માસિક પણ એટલું વધુ આવતું હોવાથી કંટાળી જાય.
આ બધી સમસ્યામાંથી છુટકારો મેળવવા તમે નાભિ પર ઠંડુ દૂધ લગાવો. પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો, હાથ-પગ દુખવા વગેરે જેવી તકલીફ હશે દૂર થઈ જશે. આયુર્વેદમાં પણ આ ઉપચારને અસરકારક માનવામાં આવે છે.
પાચનતંત્ર યોગ્ય બનાવે- આપણી પાસે બધી વસ્તુ હોય છતાં જો આપણું શરીર સારું ન રહેતું હોય તો બધી વસ્તુ નકામી લાગવા લાગે છે. અને તેમાં જો પેટમાં વારંવાર ગડબડ રહેતી હોય તો પાચનતંત્ર નબળું હોઈ શકે છે. તેના માટે ઘરેલું ઉપાય છે. નાભિમાં દૂધ લગાવો. તમારી પાચનક્રિયામાં સારો ફેરફાર થશે અને તમે આરામથી ખોરાક પણ લઈ શકશો. અને સરળતાથી તેનું પાચન પણ થઈ શકશે.
ઘણા લોકો રાત્રે નાભિમાં મધ અને દૂધ મિક્સ કરીને પણ લગાવતા હોય છે. તે પણ અસરકારક સાબિત થાય છે. અમુક સમયે તમને પેટમાં દુખાવો થતો હોત તો દૂધ સાથે હિંગ મિક્સ કરીને પણ રોજ લગાવી શકો છો. તે વધુ ગુણકારી સાબિત થશે.
ત્વચાની રચનામાં સુધારો લાવે- આજકાલ લોકો પાર્લરમાં જઈને ચહેરાને ચમકાવતા હોય છે. પરંતુ તે માત્ર બહારથી સ્વસ્થ થાય છે. અને તે ચમક માત્ર થોડા દિવસ માટે જ હોય છે. થોડા દિવસ પછી તે ચહેરો હતો એમ જ થઈ જતો હોય છે. તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે. તમે દરરોજ રાત્રે સૂતી વખતે નાભિ પર થોડું દૂધ લગાવી લો.
નાભિ પર દૂધ લગાવવાથી ચહેરા પર ખીલ, ફોડલી, શુષ્કતા જે કોઈ પ્રોબ્લેમ હશે તે દૂર થઈ જશે. અને ચહેરો એકદમ સુંદર અને ચમકીલો થવા લાગશે. એ સિવાય પણ ઉંમર થતા ધીમેધીમે ચહેરા પર કરચલીઓ થવા લાગતી હોય છે. જેના લીધે અમુક સમયે વૃદ્ધ જેવો દેખાવ થઈ જતો હોય છે. અને આ દેખાવ કોઈને પણ ગમતો હોતો નથી. ઘણી વખત ચહેરા પર ખીલના લીધે ખાડા પણ થઈ જતા હોય છે. તે બધી તકલીફને દૂર કરવાનું કામ કરે છે નાભિ પર લગાવેલું દૂધ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.