આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. દૂધમાં ભપૂર માત્રામાં પ્રોટીન તેમજ કેલ્શિયમ હોય છે. તો સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેમાં વરિયાળી અને સાકર નાખીને પીવાથી ઘણા ફાયદા થાય છે. દૂધને આયુર્વેદમાં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અને તેમાં જો તમે વરિયાળી અને સાકર મિક્સ કરીને પીશો તો શરીર વધારે સ્વસ્થ રહેશે.
વરિયાળી જોઈતા વિટામિન્સ અને પ્રોટીન મળી રહે છે. જેમ કે વિટામિન-સી, વિટામિન-ઈ, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ઉપરાંત દૂધમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી તેમાં વરિયાળી અને સાકર મિક્સ કરીને પીવામાં આવે તો શરીર માટે લાભદાયી સાબિત થાય છે.
અસ્થમાથી રાખે દૂર- વરિયાળી વાળું દૂધ પીવાથી અસ્થમા રોગ માટે લાભદાયી સાબિત થાય છે. જેને આ સમસ્યા હોય તે લોકો રોજ આ દૂધ પીવે તો ઘણી રાહત મળે છે. વરિયાળી વાળું દૂધ શ્વાસની સમસ્યાનો રામબાણ ઇલાજ સાબિત થાય છે.
પેટની સમસ્યા- વરિયાળીમાં એસ્ટ્રેગલ અને એનેથોલ જેવા પોષક તત્વો હોય છે. તે ગેસ અને અપચો થવા દેતા નથી. જેથી તમને એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યા પણ થતી નથી. દૂધમાં સાકર અને વરિયાળી મિક્સ કરીને પીવાથી પેટને લગતી તકલીફ દૂર થાય છે.
વજન ઘટાડવા- ઘણા લોકો વધારે વજનથી પરેશાન હોય છે. તે વજન ઘટાડવા માટે કંઈકને કંઈક ટ્રાય કરતા હોય છે. પરંતુ સાકર અને વરિયાળી બેસ્ટ ડાયેટ માનવામાં આવે છે. કેમ કે વરિયાળીમાં ફાઈબરની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે. જો તમે દૂધમાં સાકર અને વરિયાળી મિક્સ કરીને પીશો તો પેટ લાંબા સમય સુધી ભરેલું લાગશે અને ભૂખ ન લાગવાના કારણે વજન ઘટશે. ફાઇબર તમારા શરીરને કોઈ પ્રકારનું નુકશાન કરતું હોતું નથી. ઉલ્ટાનું તેનાથી શરીરમાં જે વધારાની ચરબી જમા થઈ હોય તે કેલરી બર્ન કરશે.
તણાવ- આજકાલની બીઝી લાઈફમાં ઘણા એવા લોકો હોય છે કે તેમને કામનો સ્ટ્રેસ રહેતો હોય છે. જેના કારણે શરીરમાં બીજી બીમારીઓ થવા લાગતી હોય છે. તો આ સ્ટ્રેસને દૂર રાખવા માટે તેમ આ પ્રકારનું દૂધ પીવો તણાવ દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
ડાયાબિટીસ- આજકાલ લોકોને ડાયાબિટીસની બીમારી સામાન્ય થઈ ગઈ છે. તો તેને કંટ્રોલ રાખવામાં માટે વરિયાળી વાળું દૂધ પીવું ઘણું લાભકારી સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીએ પોતાના રોજિંદા જીવનમાં વરિયાળીને જરૂરથી સામેલ કરવી જોઈએ.
આંખો માટે- જો તમે રોજ વરિયાળી વાળું દૂધ પીવાનું શરૂ કરશો તો આંખોને લગતી કોઈપણ સમસ્યા હશે તેનાથી વધારે દૂર રહી શકશો. જો તમને આંખો બળતી હોય અથવા પાણી નીકળતું હશે તો તે દૂર થઈ જશે. વરિયાળીમાં વિટામિન-એનું પ્રમાણ હોવાથી આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે. આંખોની રોશની વધારવા માટે દૂધ ફાયદાકારક છે.
લોહી વધારે- દૂધ શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારવાનું કામ કરે છે. વરિયાળી અને સાકર પીવાથી શરીરમાં લોહીનું ભ્રમણ સારું થાય છે. અને એનિમિયા જેવી બીમારીથી રક્ષણ આપે છે. તે સિવાય વરિયાળી વાળા દૂધમાં એસેન્શિયલ ઓઇલ ફાઈબર એન્ટિઓક્સિડન્ટ એન્ટીવાયરલ ગુણ મળી આવે છે. જે શરીરમાં રહેલા ઝેરી પદાર્થને બહાર કાઢે છે. જેથી આપણું લોહી ચોખ્ખું થાય છે.
સ્કીન માટે- વરિયાળી વાળું દૂધ ત્વચા માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. દૂધમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેક્ટેરિયલ જેવા તત્વો જોવા મળે છે. જે સ્કિન ઇન્ફેક્શન, ખંજવાળ, ખીલ, દાગ-ધબ્બા દૂર કરે છે. જેનાથી ચહેરો ખીલેલો જોવા મળશે. ત્વચામાંથી ટોક્સિન્સ સાફ થતા હોવાથી ત્વચાને નેચરલી ચમક આપે છે.
વરિયાળી વાળું દૂધ બનાવવાની રીત- સૌ પ્રથમ તમારે જેટલું દૂધ પીવું હોય તેટલું કપમાં લઈ એક તપેલીમાં ગરમ થવા મૂકો. તેમાં વરિયાળી નાખી બરાબર ઉકળવા દો. દૂધ બરાબર ગરમ થઈ જાય તે પછી ગાળીને ઠંડુ થાય એટલે પીવો. આ દૂધમાં સાકર નાખીને ગરમ કરવું ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ.
દૂધ વિશેની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.