💁સૌથી શક્તિશાળી અને પાવરફૂલ માઇન્ડ બનાવવા માટે અપનાવો આ અદભૂત ટેકનિક…
💁આજના ડિજિટલ યુગમાં યાદશક્તિ કમજોર થઈ જવી એ સામાન્ય વાત છે. કેમ કે આજના સમયમાં જે વાત તમારા માઇન્ડ માંથી નીકળી તે તમને ગૂગલ પર મળી જાય છે. પરંતુ, આ સારી વાત નથી કે જે વાતને તમે ભૂલ્યા તે સર્ચ કરો. ગૂગલમાં સર્ચ કરવાના બદલે તમારા માઇન્ડ પર જોર આપો અને તેને તેજ બનાવવાનો પ્રયાસ કરો. તમારા મગજને તેજ બનાવવાના ઘણા આઈડીયા છે જે તમને સતેજ માઇન્ડ આપે છે.તો આજે આપણે એક એવા જ આઇડિયાની વાત કરવા જઈ રહ્યા છીએ.
💁દોસ્તો, સ્મરણશક્તિ વધારવા માટેની અમારી પાસે એક સુંદર ટેકનિક છે જે આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા દિમાગને પાવરફૂલ બનાવી શકો છો. બસ આ ટેકનિકમાં તમારે માત્ર ૩ વાતનું સવિશેષ ધ્યાન રાખવાનું છે. અને પછી જુઓ તેનું ચમત્કારિક રિઝલ્ટ.
💁આ જે ટેકનિક છે તેને 321 (three twenty one) ની ટેકનિક કહે છે. જો તમારે યાદશક્તિ વધારવી છે, મેમરી પાવરફૂલ કરવી છે તો આ ટ્રિક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જે ત્રણ સ્ટેપમાં છ, આ ત્રણે સ્ટેપને યોગ્ય રીતે ફોલો કરવામાં આવે તો તેનું તમને 100 % પરિણામ મળી શકે છે. તમે પાવરફૂલ માઇન્ડડેડ બની શકો છો. તો ચાલો જોઈએ તે ત્રણ સ્ટેપ કયા છે અને તેના માટે તમારે શું કરવાનું છે.
💁સ્ટેપ-1 જો તમે તમારા માઇન્ડને એકદમ પાવર ફૂલ બનાવવા ઈચ્છો છો તો તેના માટે સૌથી પહેલો સ્ટેપ છે કે તમારે સૂવાનો જે ટાઇમ છે તેના બરાબર ત્રણ કલાક પહેલા તમારે જે કઈ પણ ખાવાનું છે તે ખાઈ લેવું ત્યારબાદ કઈ પણ ખાવું નહીં. આ એક સ્ટેપ છે જે તમારા મગજની શક્તમાં વધારો કરે છે. અને તમને આપે છે એક સતેજ દિમાગ. તો આ પ્રથમ સ્ટેપને યોગ્ય રીતે ફોલો કરવો.
💁સ્ટેપ-2 પાવર ફૂલ માઇન્ડ બનાવવાનો આ બીજો સ્ટેપ છે જેમાં તમારે તમારા મગજને સુવાના બે કલાક પહેલા એકદમ રિલેક્સ બનાવવાનું છે જો તેમાં તમે થોડીવાર માટે ધ્યાનમા બેસીને આંખો બંધ કરીને એકદમ રિલેક્સ બની શકો તો સૌથી બેટર છે. ટુંકમાં તમારે પોતાના વિચારોમાં એકદમ પોજીટીવ થોંટ લાવવાનો છે કે જેનાથી તમારા માઈન્ડની શક્તિ ઓટોમેટિક જ સતેજ બનવા લાગશે. તમારા મગજને આરામ મળશે અને તે રિલેક્સ ફિલ કરશે.
💁સ્ટેપ-3 આ ટેકનિકનો ત્રીજો સ્ટેપ છે જેમાં તમારે સુવાના એક કલાક પહેલા તમારા તમામ પ્રકારના ગેઝેટને તમારાથી દૂર રાખવાના છે, જેવા કે મોબાઈલ, ટીવી, કમ્પુટર, લેપટોપ વગેરેને હાથમાં નથી, લેવાના તેનો ઉપયોગ નથી કરવાનો. બસ ત્રીજા સ્ટેપમાં તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે ગેઝેટને સાવ ભૂલી જ જવાના છે. અને માત્ર રિલેક્સ ફિલ કરવાનું છે. માઈન્ડમા બીજા કોઈ પણ વિચાર નથી લાવવાના કે જેનાથી તમારા દિમાગને સ્ટેસ પહોંચે. આ વસ્તુ તમારે સુવાના એક કલાક પહેલા કરવાનું છે.
💁દોસ્તો, બસ આ ત્રણ સ્ટેપને પોતાના રૂટિનમાં લાવીને પછી જુઓ એક ચમત્કારિક રિઝલ્ટ. તમે મેળવશો એક પાવરફૂલ માઇન્ડ. ખરેખર આ રીત તમને ખૂબ જ સારૂ પરિણામ આપશે. તો ચોક્કસ આ 321ની થ્રી ટવેન્ટી વનની ટેકનિકને અપનાવો અને મેળવિલો ચમત્કારિક ફાયદો.
જો મગજને પાવરફૂલ બનાવવાની ટ્રીક વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.