ડુંગળીના સેવનથી ઘણા લાભ મળે છે પણ તેના ઉપયોગ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. ડુંગળીને કાપવાથી આંખોમાં આસું આવે છે પણ તેનાથી શરીરમાં કેટલા ફાયદાઓ થાય છે તે ઓછા લોકો જાણે છે. આજે આ આર્ટીકલ પૂરો ડુંગળી અને તેના ફાયદાઓ વિશે લખવામાં આવ્યો છે. ડુંગળીની અંદર આયુર્વેદિક ગુણોનો ભંડાર રહેલો છે. ડુંગળીની અંદર એંટીફ્લેમેટ્રી, એન્ટિઓક્સિડેંટ, એન્ટિએલર્જીક જેવા તત્વો રહેલા હોય છે જેથી શરીરમાં ફાયદાઓ થાય છે.
ડુંગળીની અંદર વિટામીન્સ પણ રહેલા હોય છે જેમ કે, વિટામિન B, A અને આયર્ન, પોટેશિયમ, ફોલેટ જેવા તત્વો પણ રહેલા હોય છે. આ બધા તત્વોથી શરીરને તંદુરસ્ત રાખવાં મદદ મળે છે. ડુંગળીના સેવનથી નાની મોટી અનેક બીમારી પણ ઠીક કરી શકાય છે.
મોઢાની અંદર થતી તકલીફ એટલે કે, મોમાં દુર્ગંધ આવે, પેઢામાં તકલીફ, દાંતનો દુખાવો વગેરે ડુંગળીના સેવનથી દૂર થાય છે. ડુંગળીમાં રહેલા વિટામિન અને કેલ્શિયમ મો ની સમસ્યામાં રાહત આપવામાં મદદ કરે છે. મોની તકલીફ વાળા લોકોને અવશ્ય ડુંગળી ખાવી જોઈએ.
કાંચી ડુંગળીના સેવનથી કેન્સર જેવી બિમારીનું જોખમ ઘટાડી શકી છે. ડુંગળીના તત્વો શરીરમાં પેદા થતાં કેન્સરના કીટાણુ મારવામાં મદદ કરે છે. સાથે લીલી ડુંગળીના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જે લોકો ઋતુના બદલવાના કારણે બીમાર પડે છે તેને નિયાયમિત ભોજનમાં ડુંગળીનું સેવન કરવું જોઈએ.
શરીરમાં રહેલું કોલોસ્ટ્રોલ ઘટાડવા માટે ડુંગળીનું સેવન ખુબજ જરૂરી છે. જે પુરુષ કે મહિલાને વજન ઘટાડવા માટે ભોજનની સાથે ડુંગળીનું સેવન કરવું જોઈએ. કાનમાં થતો દુખાવાને ડુંગળીથી રાહત મેળવી શકાય છે. રાત્રે સૂતા પહેલા ડુંગળીને રાખમાં ગરમ કરી પછી તેનો રસ કાઢી કાનમાં નાખવો અને રૂ કાનમાં મૂકી રાખવું. સવાર થતાં દુખાવામાં રાહત મળશે. મહિલાઓને માસિક દરમિયાન થતાં દુખાવામાં રાહત મેળવા માટે અર્ધી ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્સ કરી પીવું. કમરનો દુખાવો, પગનો દુખાવો, હાથનો દુખાવામાં રાહત મળે છે.
વાળની સમસ્યા હોય, જેમ કે, વાળ ખરવા કે વાળ બરછટ થઇ જવા. તો તેવામાં વાળમાં ડુંગળીનો રસ નાખવાથી તે પરેશાની દુર થશે. ડુંગળીના રસનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરવો તેના વિષે એક આર્ટીકલ અમે પહેલા પણ લખ્યો છે. તેની લીંક અમે નીચે આપી દઈશું જ્યાં તેના પર ક્લિક કરીને તમે તે વાંચીને તેલ બનાવી શકશો.
ડાયાબિટીસના દર્દી માટે ડુંગળીનો રસ ખુબ જ ફાયદાકારક રહે છે. રોજે સવારે એક ડુંગળીનો રસ કાઢી તેનું સેવન કરવાથી શરીરમાં શુગરની માત્રા ઘટે છે અને ડાયાબિટીસનો રોગ કંટ્રોલમાં રહે છે. નિયમિત આ રસના સેવનથી ડાયાબિટીસ જડથી કાઢવામાં મદદ કરે છે. બપોરના ભોજનમાં ડુંગળી સેવન કરવાથી પણ ફાયદો રહે છે. ડુંગળીના સેવનથી શરીરમાં ઇન્સ્યુલંશની માત્રા વધારે છે અને શુગર ઘટાડે છે.
ઉનાળાની ઋતુમાં ડુંગળીનું સેવન કરવું પણ ફાયદાકારક રહે છે. કોઈ પણ બાળકને તડકામાં લૂ લાગે તો, બાળકને ડુંગળીનો રસ પાવો અને થોડો રસ માથા પર અને પગના તળિયે ઘસવો જોઈએ. ઉનાળામાં રોજે બપોરે ભોજન સાથે ડુંગળીનું સેવન કરવું જોઈએ. બાળકની યાદશક્તિ વધારવા માટે રોજે ડુંગળીનું સેવન કરાવવું જોઈએ. ડુંગળીના સેવનથી મગજ પર વધારે પ્રભાવ પડે છે અને મગજ તેજ બનાવે છે. બાળકને ડુંગળીનું સેવન કરવાની ટેવ પાડવી જોઈએ.
ડુંગળીના રસનો વાળમાં ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવતા આર્ટીકલ માટે “અહી ક્લિક કરી વાંચો” લખ્યું છે તેના પર ક્લિક કરો.– “અહીં ક્લિક કરી વાંચો”
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.