પાણી શરીર માટે કેટલું જરૂરી છે તે બધા લોકોને ખબર છે. પણ પાણીથી શરીરની કોઈ પણ બીમારી ઠીક નથી થતી. પાણી બસ એક શરીરની જરૂરી વસ્તુ માની એક છે. નિયમિત લોકો સવારે પાણી પિતા હોય છે અમુક લોકો સવારે ગરમ પાણી પિતા હોય છે જાણવા મળ્યું છે કે, નિયમિત સવારે ગરમ પાણી પીવાથી શરીરમાં ફાયદાઓ થાય છે. આજે તેવા જ એક ઉપાય વિષે તમને જણાવીશું જેના ઉપયોગથી શરીરમાં ઘણા ફાયદાઓ અને શરીર સ્ફૂર્તિલું રહે છે.
હવાની જેમ પાણી પણ શરીર માટે એક સૌથી જરૂરી વસ્તુ છે. સવારે ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળવા લાગે છે. પણ આજે ગરમ પાણી સાથે થોડી રસોડાની વસ્તુ મિક્સ કરવામાં આવે તો, શરીરમાં અદભૂત ફાયદાઓ થશે. ચાલો જાણીએ પાણી સાથે કઈ કઈ વસ્તુ મિક્સ કરવી અને તેનું સેવન કેવી રીતે કરવું.
- પાણી, મધ અને લીંબુ-
આ ત્રણ વસ્તુને મિક્સ કરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એક ગ્લાસ હુફાળું ગરમ પાણી કરી તેને ઠરવા દેવું પછી તેની અંદર અર્ધુ લીંબુ અને એક ચમચી મધ મિક્સ કરી પીવાથી વધેલો વજન કંટ્રોલમાં આવે છે. નિયમિત આ વસ્તુ સવારે ભૂખ્યા પેટે પીવી પછી 1 કલાક સુધી કઈ પણ નાસ્તામાં ખાવું નહીં. આ વસ્તુથી વજન સાથે ઋતુ બદલતા આવતી બીમારી પણ દૂર થાય છે. ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
- પાણી અને ગોળ-
અત્યારે જે મોસમ ચાલી રહી છે તેની માટે આ વસ્તુ ખુબજ જરૂરી છે. આ વાઇરસ માટે શરીરમાં ઇમ્યુનિટી વધારે હોવી જરૂરી છે. ગોળ શરીરમાં ગરમી પેદા કરે છે અને સાથે પાણી રહેવાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. નિયમિત સવારે હુફાળા પાણી સાથે ગોળનું સેવન કરવામાં આવે તો, ઇમ્યુનિટી તેમજ પાચનતંત્ર મજબૂત કરવામાં મદદ મળે છે.
- પાણી અને સુકીદ્રાક્ષ-
નિયમિત 10 જેટલી સૂકી દ્રાક્ષ રાત્રે પલાળી અને સવારે ખાલી પેટે તેને ખૂબ ચાવીને સેવન કરવામાં આવે તો, શરીરમાં અદભૂત ફાયદાઓ થાય છે. પણ તે જ સૂકી દ્રાક્ષને સવારે ગરમ પાણી સાથે ખુબજ ચાવીને ખાવામાં આવે તો, લોહીની શુદ્ધ થાય છે સાથે શરીરમાં કોલોસ્ટ્રોલ લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. હાર્ટ અટેક આવવાની સંભાવના ઓછી કરે છે. પેટને પણ અંદરથી સાફ કરે છે. નિયમિત રાત્રે દ્રાક્ષ પલાળી સવારે હુફાળું પાણી ગરમ કરી તેની સાથે ખાવી.
- પાણી અને હળદર-
સવારે પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર આવવા લાગે છે. અને આપણે બધા જાણીએ છીએ કે, આપણાં શરીરનો 70% ભાગ પાણીથી બનેલો છે. આપણાં ડોકટર પણ કહે છે કે, નિયમિત પાણી વધારે પીવાનું રાખો. સવારે ગરમ પાણીના સેવનથી ઘણા ફાયદાઓ થાય છે પણ તેની સાથે હળદર મિક્સ કરવાં આવે તો, કેન્સર જેવી બીમારી શરીરથી દૂર રાખી શકાય છે. સવારે એક ગ્લાસ હુફાળું ગરમ પાણી અને તેની અંદર અર્ધી ચમચી હળદર મિક્સ કરી પીવાથી કેન્સર જેવી બીમારી શરીરમાં આવતી નથી અને નવી અને તાજી હળદર મિક્સ કરીને પીવાથી કફની સમસ્યા દૂર થાય છે.
- પાણી અને લસણ-
લસણ ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે. આપણે નિયમિત લસણનું સેવન કરવું જોઈએ. આપણાં ઘરમાં લસણ હંમેશા રસોઈ માટે ઉપયોગ થાય છે પણ આજે જણાવી દઈએ કે, લસણનો ઉપયોગ ઘણી બીમારીમાં પણ કરવાંમાં આવે છે. સવારે એક ગ્લાસ હુફાળું ગરમ પાણી કરી તેની સાથે એક અથવા બે કળી લસણ ખુબ જ ચાવીને ખાવાથી કોલોસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે સાથે હાર્ટ અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. લસણમાં રહેલા એન્ટિઓક્સિડેંટ તત્વો શરીરમાં ઘણા ફાયદાઓ કરવામાં માટે ઉપયોગી છે.
- પાણી અને જીરું-
જીરું અને પાણી બંને સાથે લેવાથી શરીરમાં ઘણા ફાયદાઓ કરી શકે છે. નિયમિત સવારે હુફાળા ગરમ પાણીમાં જીરું નાખી પીવાથી શરીરમાં રહેલા ફેટ ઘટે છે જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. શરીરમાં જામેલી ચરબી પણ દૂર કરવામાં મદદ કરે છે. જીરું અને પાણી સેવન કરવાથી પાચનશક્તિ પણ મજબૂત બને છે. જે પણ ખોરાક ખાવ તેને પચવામાં વધારે સમય નહીં લાગે. જીરું પાણી સાથે લેવાથી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે.
- ધ્યાન રાખવાની બાબત-
ઉપર જણાવેલી વસ્તુથી તમને એલર્જી કે નુકસાન થતું હોય તો, તેનો ઉપયોગ કરવો નહીં અને જે પણ વસ્તુનો ઉપયોગ કરો તેની માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી. જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. બાકી આ જણાવેલી વસ્તુથી કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં બસ એલર્જી વાળા લોકોને ધ્યાન રાખવું જરૂરી છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.