📱આજકાલના માણસને એક સમયે જમવાનું ન આપો તો ચાલશે, પરંતુ મોબાઈલ વગર એક સેકન્ડ ચાલતું નથી હોતું. તે દરેક વ્યક્તિની વધુમાં વધુ જરૂરિયાત બનતો જાય છે. તે વાતચીત કરવાં કે બીજા ઘણા કામ સરળતાથી કરવા માટે સરળ માધ્યમ બની રહ્યો છે. પણ તેના ગેરફાયદા ઘણા બધા છે.
📱સામાન્ય માણસથી માંડીને ઘનાઢ્ય વ્યક્તિને મોબાઈલથી લાભ છે સાથે નુકસાન પણ એટલું જ છે.જો તેનો સદ્દઉપયોગ કરતાં આવડે તો તેનાથી સ્વાસ્થ્ય બગડશે નહીં અને કામ પણ સરળતાથી થઈ શકતાં હોય છે. મોબાઈલમાંથી રેડીએશન નીકળતા હોય છે, જેનાથી જીવ જોખમમાં મૂકાતો હોય છે.
📱તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ. તેમાં પણ ખાસ કરીને પ્રેગનન્ટ સ્ત્રીએ તો વધારે સાવધાની રાખવી પડતી હોય છે. તેના રેડીએશન બાળક પર ખરાબ અસર કરી શકે છે. તેના બીજા પણ કેટલાક કારણો છે તે જાણીએ.
📱મોબાઈલમાંથી નીકળતા રેડીએશન હાનિકારક હોય છે. તો જ્યારે ફોનમાં નેટવર્ક બરાબર આવતું ન હોય ત્યારે વાત કરવાનું ટાળવું જોઈએ કેમ કે નેટવર્ક ડાઉન હોય ત્યારે રેડિએશન નીકળવાનું પ્રમાણ વધી જતું હોય છે.
📱આપણામાંના કેટલાક લોકો ફોન પર લાંબી લાંબી વાતો કરતાં હોય છે. અમુક સમયે ફોન કાન પર લગાવીને કામ કરતાં કરતાં વાત કરતાં હોય છે. તો તેનાથી સ્વાસ્થ્યને વધારે નુકસાન પહોંચી શકે છે. તમારે જ્યારે પણ ફોન પર લાંબીવાત કરવી હોય ત્યારે ઘરમાં લેડલાઈન હોય તો તેનાથી વાત કરવી અથવા સ્પીકર પર ફોન રાખી દેવો જોઈએ. જેથી રેડિએશન શરીરને ખરાબ ન કરે.
📱ઘણી વખત લાંબી વાતો ફોન પર કરવાના કારણે માણસ સ્ટ્રેસમાં આવી જતો હોય છે. કેમ કે તેની સીધી અસર મગજ પર થતી હોય છે. ઘણા લોકો મોબાઈલ પેન્ટના પાછળના ખિસ્સામાં રાખતાં હોય છે. તે આદત ભૂલી જવી જોઈએ અને બેગ કે પર્સમાં રાખવો જોઈએ. જેનાથી તેના ખતરનાક રેડિએશન શરીરને હાનિ ન પહોંચાડે.
📱રાત્રે ક્યારે પણ મોબાઈલ પાસે રાખી ન સૂવું કેમ કે તેમાંથી નીકળતા રેડિએશન લાંબા ગાળે કેન્સર થવાની સંભાવના રહેતી હોય છે. તેમાં ઘણા લોકો કહેશે કે એલાર્મ સેટ કર્યું હોય છે. તો તેના માટે એલાર્મ વાળી ઘડિયાળ ખરીદી લેવી અને તેમાં સમય મૂકીને સૂઈ જવું જોઈએ.
📱અમુક લોકો સાથે આપણે વાત કરવી ન હોય અથવા કોઈ જરૂરી કામ કરતાં હોય ત્યારે ફોન ન ઉપાડવો હોય તો તેના માટે ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દેવો. જેથી તેમાંથી નીકળતાં રેડિએશનથી આપણને નુકસાન ન પહોંચે.
📱નાની ઉંમરના છોકર-છોકરીઓ બસ, ટ્રેનમાં અપડાઉન કરતી વખત ફ્રિ બેઠા હોય ત્યારે કાનમાં હેડફોન ભરાવીને સોન્ગ કે ફ્રેન્ડ સાથે વાત કરતાં હોય છે. તેનાથી તમારા જીવને જોખમ પહોંચી શકે છે.
📱હેડફોન લગાવાથી કાનમાં તેના રેડિએશન વધારે નજીક પહોંચે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. માટે સોન્ગ સાંભળવા હોય ત્યારે ઇયર ફોન કે બ્લુટુથનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેના રેડિએશન ઓછા આપણને નુકસાન કરે.
📱તેમા પણ ખાસ કરીને વાયરવાળા હેન્ડ્સફ્રી તમને નુકસાન નહીં પહોંચાડી શકે. જો તમે ફોન આ રીતે વાપરતાં હોવ તો આદત બદલી નાખજો. કેમ કે તેના ખતરનાક રેડિએશન શરીરને માનસિક અને શારીરિક રીતે હાનિ પહોંચાડી શકે છે.
જો મોબાઈલ રેડીએશન વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.