આજકાલ દરેક લોકો ઈચ્છે છે કે તેમના ઘરમાં ખૂબ જ રૂપિયા હોય અને તેઓ ખૂબ જ એશોઆરામ ની જીંદગી જીવી શકે, પરંતુ તેવું બનતું નથી કારણ કે રૂપિયા કમાવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. અને દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે તેઓ અમુક રૂપિયા ભેગા કરીને તેઓ સાઈડ પર મૂકી શકે અને પોતાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકે.
પરંતુ અમુક કારણોસર તેમના આ રૂપિયા બચતા નથી અને વપરાય જાય છે. જો તમે પણ વધારાના રૂપિયાનો ખર્ચ ન થાય અને તે રૂપિયા તમારા બચી જાય તેવું ઈચ્છો છો તો દરેક સ્ત્રીઓએ અહીં જણાવેલ ઉપાય અને જરૂરથી અપનાવવા જોઈએ જેનાથી તમારું આવનારું ભવિષ્ય ખૂબ જ સારું રહે. તમે પુરુષ હોવ તો આ લેખ તમારી બહેન અથવા પત્નીને પણ શેર કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ..
⚽️ (1) દરેક સ્ત્રીઓએ પૈસાની ગણતરી કરતાં શીખવી- આબાબત ખૂબ જ ચિંતા જનક છે કે, ભારતીય 80% જેટલી મહિલાઓને પૈસા કયા ઇન્વેસ્ટ કરવા અથવા કેવી રીતે પૈસા વધે તે રસ્તાઓ વિશે કાઇ જ્ઞાન જ નથી. આજકાલ યુ-ટુબ – ફેસબુક પર અનેક લોકો એવા મળશે કે, જે તમને પૈસા કેવી રીતે ઇન્વેસ્ટ કરવા એ શિખવશે, એ પણ બિલકુલ આસન ભાષામાં.
તો દરેક સ્ત્રીઓને નમ્ર વિનંતી છે કે, પૈસા ની બાબત પુરુષોની છે તેવું વિચારવાનું બંધ કરો. અને તમે પણ પૈસાથી પૈસા કેવી રીતે ખેંચી શકાય એ બાબતે વિચારતા થાવ. જો તમને આ આવડી જશે તો તમે તમારા બાળકોને પણ આ વાત શીખવી શકશો. એટલે જ કહેવાય છે કે, એક સ્ત્રી આખા પરિવારને તારી શકે છે.
🔖 બીજો નિયમ છે હંમેશા ડિસ્કાઉન્ટ નો ઉપયોગ કરો – વોરેન બફેટ જણાવે છે કે કોઈ પણ વસ્તુ માં આપણે હંમેશા ડિસ્કાઉન્ટ માંગવુ જોઈએ. જો તમારી પાસે પૂરતા પૈસા છે એટલે દુકાનદાર માંગે એટલા આપી ના દેવા. 1-2 જગ્યાએ જે-તે વસ્તુના ભાવ ચેક કરો, અને જ્યાં તમને ઓછો ભાવ લાગે, ત્યાંથી વસ્તુ ખરીદો અને ડિસ્કાઉન્ટ માંગવામાં ક્યારેય નાનપ ના અનુભવો. (પણ 1 વાત એ પણ છે કે, 100 રૂપિયાની વસ્તુ માટે આખો દિવસ ના બગાડવો, કેમ કે ટાઈમની પણ વેલ્યૂ હોય છે.).
તમે એ બાબત જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો કે વોરેન બફેટ અત્યારે પણ ડિસ્કાઉન્ટ કુપન મળતી હોય તો કોઈ પણ વસ્તુ કૂપન આપીને જ લેવાનું પહેલા પસંદ કરે છે અને તેમાં તેઓ કોઇ જ પ્રકારની શરમ અનુભવતા નથી. અને ખરેખર તેમની વાત સાચી જ છે કારણ કે આપણે ડિસ્કાઉન્ટમાં બચાવેલા રૂપિયા આપણે કમાયેલા રૂપિયા જ કહેવાય છે.
👨💼 ત્રીજો નિયમ છે આર્થિક નિર્ણયો – આર્થિક નિર્ણય એટલે કે આપણે રૂપિયા ખર્ચવા નો કોઈ પણ નિર્ણય લેવો હોય તેને ખૂબ જ સમજી-વિચારીને લેવો જોઈએ અને વોરેન બફેટ જણાવે છે કે દરેક સફળતા પાછળ આપણી આદત અત્યંત મહત્વની જોવા મળે છે. તેમાં કોઇપણ પ્રકારની ઉતાવળ કરવી જોઈએ નહીં, કારણ કે ઉતાવળ અથવા તો ઈમોશન માં આવીને જો આપણે કોઈપણ નિર્ણય લઇએ છીએ ત્યાર બાદ આપણને પાછળથી ખૂબ જ પસ્તાવું પડે છે તેથી આર્થિક કોઈ પણ નિર્ણય લેવો હોય તેની પહેલાં તમારે દસ વખત જરૃરથી વિચારવું જોઈએ.
ઉદાહરણ – કોઈ વસ્તુ લેવી હોય તો, તે વસ્તુ માનો,કે એટલી જરૂરી નથી.. તો તે વસ્તુ તાત્કાલિક ખરીદવાને બદલે 5-10 દિવસ બાદ ખરીદવાનું નક્કી કરો. પછી જુઓ 60% એવી શક્યતા છે કે, તમે 10 દિવસમાં એ વસ્તુ ના ખરીદવાનો નિર્ણય લઈ લેશો. એટલે ઓછી જરૂરી વસ્તુ હોય તો, થોડો સમય વેઇટ કરો પછી આગળ વધો.
💵 ચોથો નિયમ છે રૂપિયા બચાવો – વોરેન બફેટ જણાવે છે કે, જો તમે નાની ઉંમરથી જ રૂપિયા બચાવવા ની આદત રાખશો તો તમે ખૂબ જ સુખી થશો. પરંતુ જે લોકો નાની ઉંમરમાં જ રૂપિયા બચાવવાની આદત રાખતા નથી, અને પોતાના શોખ પાછળ ખૂબ જ પાગલ થઇ ખૂબ ખર્ચ કરે છે, તેઓને આગળ જતાં ખૂબ જ તકલીફ પડતી હોય છે,
તેથી નાનપણથી જ આપણે હંમેશા રૂપિયાની કિંમત ને સમજવી જોઈએ અને આપણે હંમેશા આપણા બચાવેલા રૂપિયામાંથી જો કોઈ પણ ખરીદી કરવી જોઈએ. પૈસાને આ જ્ઞાન તમે તમારા દીકરા – દીકરીઓને પણ આપી શકો છો. જેનાથી તેઓ પણ વેલ્યૂ સમજતા થાય.
💰 પાંચમી વસ્તુ છે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ – પાંચમી અને ખૂબ જ અગત્યની વસ્તુ છે કે આપણે હંમેશા જરૂર ન હોય પરંતુ આપણને જે વસ્તુ ગમતી હોય તેને આપણે ઘરે લઈ આવતા હોઈએ છીએ પરંતુ આપણે તેમ કરવું જોઈએ નહીં. સ્ત્રીઓએ આ આદતો બાળકોને પણ શિખવવી જોઈએ. જેનાથી તમારા બાળકો પણ પૈસાનું મૂલ્ય સમજતા થાય.
🏠 તમે જે ઘરમાં રહેતા હોવ અને તે ઘર તમારું ખૂબ જ સારું હોય તેમ છતાં જો તમારે નવા ઘરની જરૂર લેવાનું વિચારો છો તો, તમે તેમાં તમારા રૂપિયા ખર્ચ કરી રહ્યા છો પરંતુ તેની જગ્યાએ તમારા તે જ રૂપિયા બીજી કોઈ સારી જગ્યાએ રોકાણ કરશો તો તેમાંથી તમે વધુ રૂપિયા કમાઈ શકશો. લોકોની દેખાદેખીમાં આપણે એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં જેનાથી આપણા રૂપિયા વેડફાઈ જાય. જો તમને વસ્તુની જરૂર હોય તો જ તમારે તે ખરીદવી જોઈએ. જો તમે તમારા શોખ ખાતર રૂપિયાનો વ્યય કરી રહ્યા છો તો તમારે તે બિલકુલ કરવું જોઈએ નહીં.
તમને આ ટિપ્સ ગમી હોય તો, પૈસા અને ફાઇનાન્સને લગતી આવી બીજી ટીપ્સ જાણવી હોય તો કોમેન્ટમાં “Money” લખો. અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.