સરગવાના વૃક્ષના લગભગ તમામ ભાગોમાં ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. જે ખાસ કરીને ઘણા રોગોના ઉપચાર માટે ફાયદાકારક છે. ઘણા દવાઓ બનાવવા માટે સરગવાના પાંદડા, બીજ, ફૂલ, ફળ, છાલનો ઉપયોગ થાય છે. કેમ કે સરગવાના ફૂલ, શીંગ, બીજમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
સરગવાને તંદુરસ્તીનો ખજાનો માનવામાં આવે છે. એવી જ રીતે તેના બીજમાં પણ એટલા જ ગુણ રહેલા છે. પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આર્યન, વિટામિન-એ, બી કોમ્પેલ્કસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કહેવાય છે કે દૂધની તુલનામાં 4 ગણુ વધારે કેલ્શિયમ અને 2 ગણુ વધારે પ્રોટીન તેમાં રહેલું હોય છે.
ઘણી મોટી મોટી બીમારીઓ સામે રક્ષણ આપે છે. સરગવાના બીજ. સરગવાના બીજના શરીર માટે એટલા ગુણકારી છે જે કદાચ આપણે પણ નહીં જાણતા હોઈએ. તો ચાલો જાણીએ કે, તેના બીજનું સેવન કેવી રીતે કરવાનું છે, કેટલું કરવાનું છે અને તેનાથી કેવા કેવા ફાયદા શરીરને થાય છે.
- સરગવાના બીજનું કેવી રીતે કરશો સેવન- (જાણો તેની પધ્ધતિ)
સામાન્ય રીતે દરેક જાણતા હોય છે કે સરગવાના બીજ તેની શીંગમાં અંદર હોય છે. તેને છૂટા પાડવામાં ઘણી તકલીફ પડે છે. કારણ કે આ બીજ સોફ્ટ હોય છે. તેના માટે તમારે સરગવાની શીંગના બે ફાડા કરી તેમાંથી ધીમેધીમે બીજ જુદા કરી સૂકવી દેવા. તે બીજ સૂકાય જાય ત્યારબાદ આ બીજનો પાઉડર બનાવી લો.
આ પાઉડરને તમે પાણી શુદ્ધ કરવામાં ઉપયોગ કરી શકો છો. અથવા તો રોજ સવારે ગરમ પાણીમાં પાઉડર નાખી સેવન કરી શકો. ઘણાં લોકો આ બીજનું તેલ પણ બનાવતા હોય છે. જેથી સાંધાનો દુખાવો અથવા માથનું દુખતું હોય ત્યારે આ તેલથી માલિશ કરી શકાય.
આયુર્વેદમાં સરગવાના બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે બીજ કાઢી લેવા અને ખાલી પેટે આ બીજ વાળું પાણી પીવું ઘણું ગુણકારી માનવામાં આવે છે. તેનાથી પણ અનેક બીમારીઓ ઠીક થાય છે.
- સરગવાના બીજનું પાણી પીવાથી આટલા રોગો થશે દૂર
સાંધાના દુખાવામાં રાહત- આજકાલ નાના મોટા દરેકને હાડકાનો દુખાવો અથવા ઢિંચણ દુખવા કાં તો સાંધીયો વા જેવી બીમારી જોવા મળે છે. તેના માટે રામબાણ ઇલાજ છે સરગવાના બીજ. સરગવાના બીજમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. તે ઉપરાંત તેમાં આર્યન અને મેગ્નેશિયમ રહેલું હોવાથી હાડકા મજબૂત બનાવે છે. જેથી સાંધાના દુખાવામાં ઘણો આરામ મળશે. તમે સરગવાના બીજના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જે તમને દુખાવો ઓછો કરવામાં રાહત આપશે.
હાર્ટ એટેકથી રહેશો દૂર- આજકાલ નાની ઉંમરના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. તેનું કારણ છે. હૃદયની ધમનીઓમાં બ્લડ બ્લોક થઈ થવું. બ્લડનું સર્ક્યુલેશન યોગ્ય રીતે ન થઈ શકે તો હાર્ટ એટેક આવવાની ચાન્સ વધી જાય છે. જો તમારે હૃદય સ્વસ્થ રાખવું હોય તો સરગવાના બીજનું સેવન અચૂક કરવું જોઈએ. અને જો કોઈને હૃદયને લગતી સમસ્યા એક વાર થઈ ગઈ હોય તો તેને તો રોજ આ બીજનું સેવન કરવું જેથી આગળ બીજી બીમારીઓથી તમે બચી શકો છો. સરગવાના બીજથી આપણા શરીરના જે ભાગ છે, તેમાં બ્લડ સારી રીતે સર્ક્યુલેટ કરે છે. અને દરેક અંગ તંદુરસ્ત પણ રહી શકે છે.
કબજિયાત માટે ફાયદાકારક- એવા ઘણા બધા કારણો છે. જેના લીધે કબજિયાતની સમસ્યા ધીમેધીમે વધે છે. અને અંતે એટલી વધી જાય છે. પછી મસા અને ભગંદર જેવી બીમારીનો પણ શિકાર તે લોકો થતા હોય છે.
તેવા લોકો માટે સરગવાના બીજ અને સરગવો બંને લાભદાયી છે. કેમ કે સરગવાના બીજમાં સારી માત્રામાં ફાઇબર રહેલું હોય છે. અને ફાઇબર પાચનતંત્ર સારી કરવાની શક્તિ રહેલી છે. માટે જે લોકોનું પાચનતંત્ર નબળું હોય અથવા જેને કબજિયાત કે પેટને લગતી કોઈ સમસ્યા હોય તો તે સરગવાના બીજના સેવનથી દૂર થાય છે. તમે દવાની જેમ પણ તેનું રોજ સેવન કરી શકો છો.
આર્યનની માત્રા વધારે- આ સમસ્યા મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેમાં પણ જો ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતું લોહી વહી જાય તો તેની અસર જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં વિટામિન્સ, ખનિજ, ફાઈબર વગેરેની વધારે જરૂર હોય છે. આમ જો કોઈને આર્યનની કમી હોય તો નિયમિત સરગવાના બીજનું સેવન કરવું જોઈએ. જેનાથી આર્યનની કમી દૂર થશે અને તેની ઉણપથી જે રોગો થતા હોય છે. તેનાથી તમને છુટકારો મળી શકશે.
ઇમ્યુનિટી વધારે અને એનર્જી આપે- સરગવો બીજા શાકભાજીની જેમ ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. તેના બીજના પાઉડરનું સેવન કરો અથવા તેના પાંદડાનું સેવન પણ તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. સરગવાના પાંદડા ફાઇટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે વધારે છે.
કોલેસ્ટ્રોલ ઓછું કરે- શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક ખરાબ અને બીજા સારા. જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં નુકસાન પહોંચાડતા હોવાથી તેને દૂર કરવા જરૂરી બને છે. માટે જો નિયમિત કસરત અને હેલ્ધી ખોરાક સાથે યોગ્ય ડાયેટ જો તમે ફોલો ન કરો તો અનેક બીમારીઓના શિકાર તમે બની શકો છો.
હવે આ ખરાબ કોલેસ્ટ્રોલને દવા ખાઈને નહીં પણ તમે ઘરેલું ઉપચારથી દૂર કરો તો વધારે સારું રહે જેથી તમને દવાની પણ કોઈ આડઅસર થતી હોતી નથી. સરગવાના બીજનું સેવન તમારા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. એટલે કે તેના ગુણો ઘટાડે છે. તે સિવાય પણ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવામાં પણ મદદ કરે છે. આમ સરગવો અને તેના બીજ અનેક રીતે શરીર માટે ગુણકારી સાબિત થાય છે.
કેન્સર સામે રક્ષણ- પહેલાના સમયમાં કેન્સરનું નામ સાંભળે એટલે કોઈપણ વ્યક્તિ હોય ગભરાય જતા હતા. જે અત્યારે સામાન્ય બીમારી થઈ ગઈ છે. કારણ કે સમય જતા નવા નવા સંશોધનથી તેની દવા પણ શોધાય ગઈ છે.
આયુર્વેદિકમાં કહેવાય છે કે સરગવાના બીજ કેન્સરના જે સેલ્સ શરીરમાં વધતા હોય છે. તેના વધતા અટકાવે છે. જો તમે સરગવાના બીજનું સેવન કરશો તો કેન્સર જેવી બીમારીની સમસ્યા થતી હોતી નથી. આમ સરગવો તો અનેક રોગો સામે રક્ષણ આપે જ છે. સાથે સાથે તેના બીજ પણ ઘણી ગંભીર બીમારીઓથી રાહત આપે છે.
માથાનો દુખાવો- ભાગદોડ વાળી લાઇફ અને અનિયમિત ખોરાકના કારણે આપણા શરીરમાં પણ અવનવા રોગ થવા લાગે છે. જેમાંની એક સમસ્યા છે. વારંવાર માથુ દુખવું. કોઈ પણ વ્યક્તિ ક્યાંક ફરીને આવે અથવા બહાર જવાનું થાય કે તરત માથુ દુખવાનું શરૂ થઈ જાય છે. માટે રામબાણ ઇલાજ છે સરગવો. સરગવાના ઝાડનો રસ કાઢી તેનું સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.