🦟ચોમાસાની સીઝન શરૂ થાય એટલે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. એમાં સાંજના સમયે જો બારી-બારણા ખુલ્લા રહી જાય તો રાત્રે તમને નાનું એવું મચ્છર સૂવા દેતું નથી. જેમ નાની એવી કીડી હાથીના કાનમાં ઘૂસી જાય તો હેરાન કરી મૂકે છે. તેમ એક મચ્છર માણસને રાત્રે ઘરમાં ઘૂસી જાય તો આરામથી સૂવા દેતો નથી.
🦟મચ્છરના ભગાડવા માટે લોકો ઓલઆઉટ, મચ્છર અગરબત્તી કે કાલાહિટ અથવા મચ્છર જાળીનો ઉપયોગ કરતા હોય છે. ઘણા પ્રયત્નો કરવા છતાં ગમે ત્યાંથી મચ્છર ઘરમાં આવી જતા હોય છે. તો ચાલો આજે તમને મચ્છરને કેવી રીતે ઘરમાંથી બહાર કાઢવા તેનો ઉપાય જણાવીશું.
🦟મચ્છર ભગાવડવાની રીત- ડેન્ગયુ, મલેરિયા વગેરે જેવી બીમારી મચ્છરના કારણે જ થતી હોય છે. તે આપણા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. તેને હંમેશાં ઘરમાંથી દૂર રાખવા જોઈએ.
🦟-તો સૌથી પહેલા એક માટીનો વાડકો લેવો. માટીનું વાસણ તમને ગમે ત્યાં માટલા વાળાની દુકાને મળી રહેશે. બજારમાં આસાનીથી મળી રહેશે. વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે.
🦟-તમારે સરસવનું તેલ લેવાનું છે. તે બેથી ત્રણ ચમચી જેટલું લેવાનું રહેશે વધારે પ્રમાણમાં ન લેવું જોઈએ. કહેવાય છે કે તેનો જ્યારે દીવો કરવામાં આવે ત્યારે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તે આપણું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂપ થાય છે.
🦟-આ તેલમાં તમારે થોડી વાર રહી, 1 ચમચી જેટલું લીમડાનું તેલ નાખવું. ત્યાર બાદ કપૂર નાખવું. તે 2-3 નંગ લેવું. કપૂરને તમે ક્રશ કરીને પણ રાખી શકો છો. કોઈ ડિસ્પોઝેબલ વાસણમાં કાઢીને સાઈડમાં મૂકી રાખો.
🦟-બધા તેલ નાખ્યા બાદ કપૂર નાખવું અને તેને ચમચી વડે હલાવતા રહેવું જોઈએ. તમે જુઓ કે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. પછી તેમાં લવિંગ નાખવાના રહેશે.
🦟-લવિંગ પણ માપ પ્રમાણે 3 લેવાના છે. તે તેલમાં નાખવા. આ તેલને દીવાની જમે દીવેટ બનાવી સળગાવવું. માટીના વાસણમાં તેલ ભર્યું હોય. તેમાં તમારે દીવો કરવાનો છે.
🦟-દીવો ચાલશે ત્યાં સુધી અને ઓલવાઈ જશે પછી પણ તેનો ધુમાડો ધીમેધીમે રૂમમાં પ્રસરતો રહેશે. 5 મિનિટમાં ઘરમાં રહેલા માખી, મચ્છર, નાની જીવ-જંતુ દૂર ભાગી જશે. દરરોજ સાંજે તમે આ પ્રયોગ કરી શકો છો. આ ધુમાડો કુદરતી હોવાથી કોઈપણ પ્રકારનું નુકશાન કરતો નથી.
જો મચ્છર ભાગવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.