ધરતી પણ જન્મ લીધો છે તેનું મૃત્યુ ક્યારેકને ક્યારેક તો નિશ્ચિંત છે જ. જન્મ અને મૃત્યુના ફેરા ચાલ્યા જ કરવાના છે. આ બે ઘટના દુનિયાની સૌથી મહત્ત્વની ઘટના માનવામાં આવે છે. માણસ જન્મ ક્યારે લેશે તેનું નક્કી નથી હોતું એ પ્રમાણે તેનું મૃત્યુ પણ ક્યારે થશે તે નક્કી નથી. દુનિયાનો દરેક વ્યક્તિ આ વાત સારી રીતે જાણતો હોય છે.
ઘણા લોકો નાની ઉંમરના મૃત્યુ પામે ત્યારે બેસણું રાખે અથવા 12મુ કે 13મુ રાખે ત્યારે કોઈ જમતું હોતું નથી. તેનાથી નાની ઉંમરના હોય તે અથવા નાના બાળકોને જમાડી દેતા હોય છે. અને જ્યારે કોઈ વુદ્ધ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ઉત્સવ મનાવતા હોય તેવો પ્રસંગ કરતા હોય છે. તેમના 12મા કે 13મા પર નાના મોટા દરેક વ્યક્તિ જમતા હોય છે. આપણા દેશમાં કોઈના મૃત્યુ પાછળ પ્રસંગ હોય તેવું કરવામાં આવતું હોય છે.
નાના બાળકોને 12 દિવસ સુધી કંઈને કંઈ વસ્તુ સાંજ પડે વહેંચતા હોઈએ છીએ, કોઈ શાળા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં પણ કોઈની કોઈ વસ્તુ વહેંચતા હોઈએ છીએ. જેના ઘરે મૃત્યુ થયું હોય ત્યાં નજીકના લોકો રહેતા હોય છે અને રાત્રે ભજન કિર્તન કરે છે. બારમા-તેરમા દિવસે ગામના લોકોને જમાડવાની પ્રથા છે. મોટાભાગે દરેક પ્રથા પ્રમાણે કરતા પણ હોય છે. આ પ્રથા વિશે મહાભારતમાં પણ કહ્યું છે.
- બારમાં ના ભોજન વિષે શું કહેવાયું છે તે જાણો.
આપણા પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે યુદ્ધ પહેલા સંધિ કરવા માટે ગયા હતા. ત્યારે દુર્યોધન આ વાત ને નકારી કાઢે છે. ત્યાર પછી નક્કી થાય છે કે હવે યુદ્ધ થશે અને ભગવાન કૃષ્ણ ત્યાંથી જવાની તૈયારી કરે છે. ત્યારે દુર્યોધન તેમને ભોજન કરવાનું કહે છે. એ વાત પર કૃષ્ણ કહે છે કે, જે જગ્યા પર ખાનાર અથવા ખવરાવનાર બન્નેમાથી કોઈ પણ શોક અથવા દુખમાં હોય તે જગ્યા પર કરવામાં આવેલું ભોજન અશુભ હોય છે.
આપણે આ વાતને તેરમાના ભોજન સાથે જોડીએ તો એકદમ ફિટ બેસતી હોય તેવું લાગે છે. કારણ કે કોઈ પરિવારના વ્યક્તિનું મરણ થયું છે અને તમે એ દુખભર્યા વાતાવરણમાં ભોજન કરો છો તે વાત યોગ્ય નથી. આપણા સમાજમાં આ બધી વાતો ક્યાંકને ક્યાંક ખોટી છે. અને મોટાભાગના લોકો જાણે છે કે આ રિવાજ ખોટો છે. જેને પણ ખબર છે તેને આગળ જતા રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું આપણે નહીં પણ ભગવાન કૃષ્ણે મહાભારત સમયે આડકતરી રીતે કહી છે.
પરંતુ ઘણી વાર માણસ કરતાં વધારે સમજુ જાનવર હોય છે. કેમ કે તેમના કોઈ માલિકનું મોત થયું હોય તો એ દિવસે કોઈ કંઈ પણ મૂકે તે જમતા હોતા નથી. આપણે આ વાત જાનવરો પાસેથી શીખવી જોઈએ. આપણા કુંટંબમાં કોઈ સભ્યનું મરણ થાય ત્યારે તેના પાછળ શીખંડ, હલવો, લાડવા, પૂરી, ભજિયાં, મોહનથાળ જેવી અવનવી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આ વાત શરમજનક કહેવાય. કોઈપણ વ્યક્તિ હોય તેના મરણ પાછળ આ પ્રકારનું ભોજન કરતા પહેલા આ વાત જરૂર વિચારવી જોઈએ.
આપણા હિંદુ ધર્મમાં સોળ સંસ્કારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોળ સંસ્કારમાંથી પ્રથમ સંસ્કાર તે ગર્ભાધાન અને સોળમો અંત્યેષ્ઠી તો પછી ઘણા લોકોએ તેરમાને પણ 17 મો સંસ્કાર ગણાવ્યો છે. જે 16 સંસ્કારોમાં આવતો નથી અને વેદ પુરાણોમાં પણ મૃત્યુભોજનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે મૃત્યુભોજન જો કોઈપણ પરિવાર છે તેમના દુખ અને આંસુઓનો સમાવેશ થયેલો હોય છે. માટે તે જમવું જોઈએ નહીં.
છતાં એક વાત એ પણ જાણવા યોગ્ય છે કે, જો કોઈ વ્યક્તિ આ ભોજનને યોગ્ય મને છે તો, તેને આપણે ના પણ ના કહેવી જોઈએ. કેમ કે, બધા લોકોની માન્યતા સરખી હોતી નથી. અને હિન્દુ ધર્મમાં કોઈ એવું 100% યોગ્ય સાબૂત પણ નથી કે આ ભોજન યોગ્ય જ છે, કે અયોગ્ય છે. આતો આપણે અમુક તર્ક અનુસાર વાત કરી છે. જો આપ સંમત છો તો પણ ચાલશે અને જો આપ અસંમત છો તો પણ આપ સાચા હોય શકો છો. ધન્યવાદ, નમસ્તે.