મિત્રો જેમ કે તમે હેવ બજારમાં જોતા હશો કે તરબૂચ, દ્રાક્ષ, પૈપયા તેમજ સાકરટેટી આવવાનું શરુ થઈ ગયું છે. જો કે એક વાત જરૂરથી જાણી લેવી જોઈએ કે દરેક ઋતુમાં જે ફળ આવે તે ફળ જરૂર ખાવું જોઈએ. કારણ કે તે ફળ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
આથી તમે જાણો છો તેમ ઉનાળામાં સાકરટેટી આવે છે, જે ઉનાળાનું એક ખુબ લોકપ્રિય ફળ છે. તેના ગુણો પણ એટલા જ લાભદાયી છે. આથી સાકરટેટી એ તમને ઠંડક આપવાનું કામ કરે છે. શરીરને જોઈતી પુરતી એનર્જી આપે છે. શરીરમાં શુગરનું પ્રમાણ જાળવી રાખે છે.
સામાન્ય રીતે તો સાકરટેટી દરેક લોકોને પસંદ હોય છે અને ઉનાળામાં ઘરે ઘરે સાકરટેટી ખવાય છે. પણ જે લોકો સાકરટેટી નથી ખાતા તેમણે પણ તેના ગુણો જાણીને ખાવાનું શરુ કરી દેવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સાકરટેટી માં વિટામીન એ, વિટામીન સી, આયર્ન, પોટેશિયમ, કોપર, ફાઈબર, અને મેગ્નેશિયમ, વિટામીન કે ભરપુર માત્રામાં હોય છે.
કેન્સર સામે રક્ષણ આપે છે
મિત્રો જે લોકોને કેન્સર થયું હોય અથવા તો તમે કેન્સર થવાથી બચવા માંગો છો તો તમારે સાકરટેટી નું સેવન કરવું જોઈએ કારણ કે સાકરટેટી માં ઓર્ગેનિક પીગમેન્ટ કેરોટેન્વાઈડ જેવું તત્વ રહેલું છે. જે કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે.
આંખના રોગ સામે રક્ષણ આપે છે
જે લોકોને આંખની તકલીફ હોય તેમણે બને તેટલું સાકરટેટી નું સેવન કરવું જોઈએ. સાકરટેટી માં બીતા કેરોટીન મળે છે જે આંખ માટે ખુબ સારું છે. તેનાથી આંખ સ્વસ્થ રહે છે. તેમજ વિટામીન એ થી ભરપુર હોવાથી તે આંખને ઠંડક આપે છે. સાકરટેટી ના બીજનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તેનો તમે સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
હાઈ બ્લડપ્રેશર નિયંત્રિત કરે છે
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર ની તકલીફ છે તેમણે સાકરટેટીનું સેવન કરવું જોઈએ. તે સાકરટેટી માં રહેલ પોટેશિયમ શરીરમાંથી સોડીયમ ને બહાર કાઢે છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમજ જો તમને અનિદ્રા ની તકલીફ છે તો તમારે સાકરટેટી ખાવી જોઈએ.
ડાયાબીટીસ કંટ્રોલમાં રાખે છે
જો પરિવારમાં કોઈ સભ્ય ડાયાબીટીસ થી પીડાય છે અને તે સાકરટેટી ખાય છે તો તેણે તે ખાધા પછી સાકરટેટી ના બીજ સુકવી ને ખાવા જોઈએ. કારણ કે તેના બીજ એ ટાઈપ 2 ડાયાબીટીસ માટે ખુબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી તમે ડાયાબીટીસ ઓછુ કરી શકો છો.
પ્રોટીનની કમી દુર કરે છે
જો તમારે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછુ છે તો તમારે સાકરટેટી ખાવી જોઈએ. કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ 3.5% રહેલું છે જે સોયાબીનમાં પણ એટલું જ હોય છે. આથી ઉનાળામાં સાકરટેટીનું સેવન ખુબ જ લાભકારી છે. જે તમારા શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરી શકે છે.
વજન ઓછુ કરે છે
આજે દરેક લોકોને વજન વધારો એ હેરાન કરી રહ્યું છે. આથી તેઓ વજન ઓછો કરવા માટે અનેક દવાઓ કરે છે. માટે જો તમે વજન ઓછુ કરવા માંગતા હો તો સાકરટેટી ના બીજ તેના માટે ખુબ સારા છે. તેના બીજ ફેટ અને કોલેસ્ટ્રોલ નથી હોતું. તેમાં સોડીયમ મળી આવે છે. તેમજ તેમાં કેલેરીનું પ્રમાણ પણ ઓછુ છે.
પાચનક્રિયા સુધારે છે
જો તમારી પાચનક્રિયા નબળી છે તો તમારે સાકરટેટી નું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી તમારી પાચન ક્રિયા સુધારે છે. તેમાંથી તમને મિનરલ્સ મળે છે. જે પેટની તકલીફ દુર કરે છે. અને પાચનક્રિયા સારી બનાવે છે.
હૃદય ને સારું રાખે છે
જો તમને હૃદયને લગતી કોઈ તકલીફ છે તો તમે સાકરટેટી ખાઈ શકો છો. હૃદય માટે ઓમેગા-3 ફેટી એસીડ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે જે શાકાહારી લોકોને બહુ ઓછુ મળે છે. આથી તમારે સાકરટેટી ના બીજનું સેવન કરવું જોઈએ. તેમાંથી તમને ઓમેગા-3 ફેટી એસીડ મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.
આંખ માટે ફાયદાકારક
જો તમને આંખને લગતી કોઈ તકલીફ છે તો તમારે સાકરટેટી અને તેના બીજ બંનેનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામીન એ રહેલું છે જે આંખની તંદુરસ્તી સારી કરે છે. આમ ઉનાળામાં તમારે જરૂરથી સાકરટેટી નું સેવન કરવું જોઈએ. તેમાંથી તમને વિટામીન એ, સી, ઈ મળે છે. તેમજ તેના બીજમાં પણ ઘણા પોષક તત્વો રહેલા છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.