શું તમે કલ્પના કરી હશે કે નાભી પર અત્તર લગાવવાથી પણ ફાયદો થઇ શકે! પહેલીવારમાં સાંભળવામાં આ વાત તમને મજાક લાગતી હશે પણ આ એક હકીકત છે. અત્તર લગાવવાનો શોખ ઘણા લોકોને હોય છે પણ જયારે તમને નાભી પર અત્તર લગાવવાના લાભ અંગે જાણકારી મળશે તો તમે આ પ્રયોગ જરૂર કરશો. જોકે આ પ્રયોગ કરતા પહેલા તમને થોડી જાણકારી હોવી જરૂરી છે અને એ ખાસ જાણકારી અમે તમને આજે આ આર્ટીકલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ.
કેટલાક લોકો નાભી પર તેલ લગાવતા હોવાનું તો તમે સાંભળ્યું જ હશે. જોકે અત્તર લગાવવાથી જે ફાયદા થાય છે તે તમને નહિ ખબર હોય. નાભી પર અત્તર લગાવવાના ફાયદા જ નહિ અત્તર કયું અને ક્યારે લગાવવું એ પણ અમે તમને જણાવીશું.
આ એક એવો ચમત્કારી નુસખો છે જે તમને અણધાર્યા લાભ અપાવશે. સૌથી મહત્વની વાત એ છે કે અત્તરથી જે સુગંધિત વાતાવરણ પ્રસરે છે તે તમારી આસપાસ પોઝીટીવ એનર્જી ઉભી કરે છે. અને આ પોઝીટીવ એનર્જી તમને સારા વિચારો પણ આપે છે. જોકે તમારે ચમત્કારનો અનુભવ કરવો હોય તો અત્તર તમારા પોતાના પૈસાથી ખરીદવું જરૂરી છે. કોઈએ અત્તર જો ભેટમાં આપ્યું હોય તો તેવા અત્તરનો નાભી પર લગાવવામાં ઉપયોગ કરવો નહિ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.
આપણે સૌ પૂજાવિધિમાં ભગવાનને પ્રસન્ન કરવામાં પણ અત્તરનો ઉપયોગ કરીએ છે. તમે જો કોઈ સારા કામ માટે બહાર જઈ રહ્યા હોવ તો નાભી પર અત્તર લગાવીને જાઓ તો પરિણામ સારું મળે છે. નજીવી કિંમતમાં મળતું અત્તર તમને ધારેલું ફળ અપાવી શકે છે.
તમને જણાવી દઈએ કે સવારે વહેલા ઉઠી તમારે સૌથી પહેલા તમારો નિત્યક્રમ પતાવી દેવો. જો પૂજાપાઠ કરતા હોવ તો વધુ સારું. ઘરની બહાર તમે નીકળો તે પહેલા તમારે નાભી પર તમને જે રીતે અનુકુળ હોય તેમ અત્તર લગાવી દેવું. તમે આ પ્રયોગ દરરોજ કરી શકો છો.
- કયા અત્તરથી શું ફાયદો થશે
1.આજનો માનવી શારીરિક, માનસિક અને આર્થિક જેવી અનેક તકલીફોથી ઘેરાયેલો છે. ત્યારે નાભીમાં અત્તર લગાવવાનો પ્રયોગ તમને કેટલીક તકલીફોમાંથી ઉગારી શકે છે. જો તમે મહાલક્ષ્મીને રીઝવવા માંગતા હોવ તો ગુલાબનું અત્તર નાભી પર લગાવવું. આર્થિક તંગી, નોકરીમાં બઢતી, અટવાયેલા નાણા જો તમે પરત ઈચ્છો છો તો લક્ષ્મી દેવીને પ્રસન્ન કરો. નાભીમાં ગુલાબનું અત્તર લગાવવાથી તમે ચોક્કસ આર્થિક સમસ્યામાંથી બહાર આવી જશો. ગુલાબનું અત્તર તમને ધન લાભ અપાવી શકે છે.
2.ઘર કંકાસથી જે લોકો પરેશાન છે તેઓ મોગરા અથવા ચંદનના અત્તરનો ઉપયોગ કરી શકે છે. નોકરી-ધંધાથી થાકીને માણસ જયારે પોતાના ઘરે પરત આવે છે ત્યારે તે ઘરમાં શાંતિ અને આનંદિત વાતાવરણ ઈચ્છતો હોય છે. પણ જેના ઘરમાં ઝઘડા કે ખટરાગ ચાલતા હોય ત્યારે ઘરમાં પ્રવેશ કરવું પણ સામાન્ય માણસને ગમતું નથી. જો તમે પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરશો નહિ. નાભી પર ચંદન કે મોગરાનું અત્તર લગાવવાનું શરુ કરીદો.
3.જો તમે કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરવા માંગો છો પણ તમને મહેનતની સામે ધાર્યું પરિણામ નથી મળતું તો તમે નાસીપાસ થઇ જાઓ છો. આવા લોકોએ નાભી પર અત્તર લગાવવાનો ખાસ પ્રયોગ કરવો જોઈએ. જોકે અત્તરનો ઉપયોગ કરતા પહેલા તેને ભગવાનના મંદિરમાં મુકવું, જે બાદ તેનો ઉપયોગ કરવાથી પરિણામ ૧૦૦ ટકા મળશે.
4.સમાજમાં નામ, સન્માન, પ્રતિષ્ઠા વધારવામાં પણ આ રીત કારગાર નીવડે છે. સુગંધિત વાતાવરણના કારણે આપણી આજુબાજુમાંથી નેગેટીવ એનર્જી દુર થાય છે. જે લોકો આપણું અહિત ઈચ્છે છે તે લોકો નિષ્ફળ થાય છે. કેટલાક લોકોને પોતાના કામ સામે જશ મળતો નથી આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. તમારા આરાધ્ય દેવ કે દેવીની પ્રાર્થના કરો અને નાભી પર અત્તર લગાવવાનો પ્રયોગ જરૂરથી કરો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.