ન્હાવા માટે આપણે બધા સાબુનો ઉપયોગ કરીએ છીએ. બજારમાં અલગ સુગંધ, દૂધ, ક્રીમ, ફૂલ, ચંદન અને અન્ય પ્રકારના સાબુ મળે છે. પરંતુ તે દરેક સાબુમાં કેમિકલ્સની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ કેમિકલ્સ આપણી ત્વચાને નુકશાન પહોંચાડે છે. એવામાં તમે કોઈ એવા સાબુની શોધ કરી રહ્યા છો જે આયુર્વેદિક હોય અને ત્વચાને નુકશાન ન પહોચાડે તો આજે અમે તમારા માટે એક એવો સાબુ લઈને આવ્યા છીએ જે સાબુ તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવશે.
હવે તમે લીમડાનો સાબુ ઘરે જ ખુબ જ સરળતાથી બનાવી શકો છો. આ સાબુ એકદમ શુદ્ધ અને કેમિકલ ફ્રી સાબુ બનશે જે તમને ઘણી સમસ્યાથી છુટકારો અપાવશે, આ ઉપરાંત તમારા શરીરમાં થતા બેકટેરિયાને પણ નષ્ટ કરે છે. તેમજ ચામડીના રોગો પણ થઈ જશે દૂર.. નીચે સાબુની ખાસિયત આપી છે વાંચી લો, ત્યાર બાદ અંતમાં જાણીશું સાબુ બનાવવાની રીત. તે પ્રોસેસ ધ્યાનથી વાંચજો. એટલે તમારો સાબુ બેસ્ટ બનશે..
સાબુની ખાસિયત
લીમડાના પાંનમાં ત્વચા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાના પાંનમાં ઔષધીય ગુણો રહેલા છે જે બેકટેરિયાને મારે છે અને ત્વચાની રક્ષા કરે છે. આ ઉપરાંત લીમડો ખીલને પણ દુર કરે છે. વિટામીન ઈની કેપ્સુલ ત્વચાને મોઇસ્ચરાઈઝ કરે છે. તેમજ ત્વચાને ચમકદાર બનાવે છે. લીમડાના પાંનમાંથી બનાવેલો સાબુ આપણી ત્વચાને પોષણ પ્રદાન કરી ડેડ સેલ્સને રીમુવ કરશે.
આ ઉપરાંત ત્વચા પર લાગેલી ધૂળ માટી અને તેલને સાફ કરશે. લીમડાના પાંન ત્વચા માટે ટોનિકનું કામ કરે છે. સૌથી મોટી ખાસિયત તો એ છે કે લીમડાના પાંનમાંથી બનાવેલો સાબુ દરેક પ્રકારની ત્વચાને માફક આવે છે. આ સાબુ તમારી ત્વચાને નુકશાન પહોંચાડ્યા વગર અંદરથી સાફ કરશે. આ ઉપરાંત આ સાબુ ત્વચાની સમસ્યામાં રાહત આપે છે.
લીમડાના સાબુમાં વિટામીન ઈ, એન્ટીઓક્સીડન્ટ, કીટાણું વિરોધી કણ હોય છે. તેથી આ સાબુનો નિયમિત ઉપયોગ કરવાથી દાદ પણ દુર થઇ જશે તેમજ ત્વચામાં પડતી કરચલીઓ પણ દુર થઇ જશે. તેથી આ સાબુનો નિયમિત ઉપયોગ કરવાથી આ સાબુ તમારી ત્વચાને સુંદર અને યુવાન બનાવી રાખશે.
સાબુ બનાવવા માટેની સામગ્રી – સાબુ બનાવવાની રીત (બેસ્ટ સાબુ બનાવવા માટે પ્રોસેસ ધ્યાનથી વાંચજો.)
લીમડાનો સાબુ બનાવવા માટે એક કપ લીંબડાના પાંન, બે ચમચી પાણી, ગ્લીસરીન સાબુ, વિટામીન ઈ કેપ્સુલ, સાબુને આકાર આપવા માટે એક પેપર કપ અથવા કટોરી વગેરે સામગ્રીની જરૂરીયાત પડે છે. લીમડાનો સાબુ બનાવવા માટે સૌથી પહેલા લીમડાના પાંનને ધોઈ લેવા. ત્યાર બાદ પાંનને મિક્સરમાં પીસી લેવા. ત્યાર બાદ તેમાં બે ચમચી પાણી ઉમેરી તેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લેવી.
હવે જે ગ્લીસીરીન સાબુ લીધો છે તેના નાના મધ્યમ આકારના ટુકડા કરી લેવાના છે. આ ઉપરાંત જો તમે ટુકડા ન કરવા માંગતા હોય તો તમે સાબુને છીણી પણ શકો છો. હવે એક વાસણમાં પાણી ઉકાળવા માટે રાખો. હવે જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેના ઉપર એક બીજું વાસણ રાખી તેમાં સાબુના ટુકડા રાખી દેવા. સાબુના ટુકડાને ચમચીથી હળવા હાથે હલાવતા રહેવું. જ્યાં સુધી સાબુ ઓગળીને લીક્વીડ ફોર્મમાં ન આવી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું.
હવે ઝડપથી જે લીમડાની પેસ્ટ બનાવી હતી તે ઓગળેલા સાબુમાં ઉમેરવા. ત્યાર બાદ આ મિશ્રણને બરાબર એક મિનીટ સુધી હલાવવું અને સારી રીતે મિક્સ કરી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો અને મિશ્રણને ઠંડુ થવા દેવું. મિશ્રણ થોડું ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેમાં વિટામીન ઈ ની કેપ્સુલ ઉમેરવી. હવે તે મિશ્રણને પેપર કપ અથવા તો કટોરામાં નાખી દેવું. અને બે કલાક સુધી તેને રૂમ ટેમ્પરેચરમાં રાખવું એટલે સાબુ જામી જશે. જો તમારે ઝડપથી સાબુને જમાવવો હોય તો તમે તેને ફ્રીજરમાં એક કલાક સુધી મૂકી શકો છો. ત્યાર બાદ તમારો સાબુ તૈયાર છે. હવે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
- ખાસ ધ્યાનમાં રાખવાની બાબત.
આ સાબુ ચામડી પર જ્યાં તમને ધાધર કે ખરજવું છે ત્યાં લગાવી શકાય. સૌ પ્રથમ તે ભાગને પાણીથી સાફ કરી લેવો. ત્યાર બાદ આ સાબુ તે ભાગ પર લગાવી શકાય. થોડી વાર બાદ તેને સાફ પાણીથી ધોઈ નાખો. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો કે, જે સાબુને ચામડીના રોગ પર લગાવ્યો હોય તે સાબુને બીજા ભાગ પર કે બીજા વ્યક્તિએ ના વાપરવો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.