👫પતિ અને પત્નીનો સંબંધ એક વિશ્વાસ પર ટકેલો હોય છે. લગ્ન પહેલા દરેક પતિ પત્નીને ઘણી વાતે ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ લગ્ન પછી ઘણી એવી બાબતો પૂછી લેતા હોય છે. જેના કારણે સંબંધોમાં અવિશ્વાસ નામની વસ્તુ જન્મ લે છે.
👫જો બંને બાજુ સંબંધ ટકાવી રાખવાની ઇચ્છા હોય તો પાર્ટનરે એકબીજા સાથે સમજદારીપૂર્વક વર્તન કરવું જોઇએ. કોઈપણ સ્ત્રી હોય તેને એવી ઇચ્છા હોય છે કે તેનો પતિ કહ્યાગરો હોય પરંતુ અમુક પુરુષ જ પત્નીના કહ્યા પ્રમાણે કરતાં હોય છે બાકી ગરમ સ્વભાવનો હોય તો ક્યારેય ફેર પડતો હોતો નથી.
👫સંબંધમાં આ વસ્તુ પણ ખાસ જરૂરી છે કે લગ્ન કર્યા બાદ તમારે બંનેએ એકબીજાને ક્યારેય આટલી વાત ન પૂછવી જોઈએ. નહીંતર સંબંધમાં તિરાડ પડતા વાર નહીં લાગે. નીચે જાણો આ પ્રશ્નો કયા કયા છે.
👫-તમારી પત્નીને ક્યારેય કોઈની સામે અથવા ખાનગીમાં અપમાનિત ન કરવી જોઈએ. ઘણા પતિ લગ્ન પછી ગર્લફ્રેન્ડ સાથે સરખામણી કરીને પત્નીને કહેતા હોય છે કે તું જરાપણ સારી નથી લાગતી કે બોલવામાં મોળી છે, તું જમાના સાથે સેટ થતી નથી. જૂનવાણી છે વગેરે વગેરે બાબતો કહેતા હોય છે.
👫જે તમારી મોર્ડન ગર્લફ્રેન્ડ હતી તે મા-બાપને કદાચ ન સાચવી શકે. જે હાલની પત્ની મા-બાપ અને બાળકોની સેવા કરતી હોય છે. એટલે તમારી પત્ની જ સાચી મિલકત છે. તેમ સમજીને સાચવવી.
👫-દરેકને પોતાનું સ્વમાન વહાલું હોય છે. જેમ તમને સર બોલે બધાની વચ્ચે તો ગમતું હોતું નથી તેવી જ રીતે પત્નીને બીજાની સામે ન બોલવું જોઈએ. તેમાં ખાસ કરીને ભોજન અને કપડાંના વખાણ પત્નીની સામે ક્યારેય બીજાના ન કરવા.
👫-ગર્લફ્રેન્ડની તુલના લગ્ન પછી પત્ની સાથે થતી હોય છે. તો તેવી ભૂલ ન થવી જોઈએ. જો તમારી એક્સની સાથે પત્નીની સરખામણી કરશો તો 10 કે 12 વર્ષ જૂનો સંબંધ પણ બગડશે. ધીમેધીમે તમારા સંબંધોમાં તિરાડ પડવા લાગશે.
👫-લગ્ન પહેલા કે પછી કોઈ પણ સ્ત્રીને તેનો ભૂતકાળ ન પૂછવો જોઈએ. તે સામેથી કોઈ રિલેશનશિપની વાત કરે તો સાંભળી લેવી, પરંતુ તેનો ભૂતકાળ પૂછી તમારે કે એને દુખી ન થવું જોઈએ. કેમ કે તે કોઈ સંબંધ વિશે વાત કરશે, જે પતિ તરીકે તમને પસંદ નહીં આવે. માટે ભૂતકાળ જે પણ હોય નવી શરૂઆત ખુશીઓથી કરવી જોઈએ.
👫-પત્નીના ફ્રેન્ડને ક્યારેય ખરાબ ન કહેવા જોઈએ. કેમ કે મિત્રો એવી વસ્તુ છે જે તેના દરેક સુખ-દુખમાં સાથ આપતા હોય છે. અને તમે તેની જ સામે ફ્રેન્ડ્સનું ખોટું કે ખોદણી કરશો તેને ગમશે નહીં. અંતે તમારા સંબંધો બગડશે.
👫-પિતા માટે દીકરીને વિદાય કરવી તેનાથી મોટું કોઈ દુખ હોતું નથી. એટલે એક વાતને સમજી લેવી જોઈએ કે લગ્નના દિવસે જે પણ ખર્ચ થયો હોય, તેની ચર્ચા તે દિવસે રાત્રે ન કરવી જોઈએ. તેનાથી કોઈપણ છોકરી હશે તેને લાગશે કે પિતાએ ઓછો ખર્ચ કર્યો, આ લોકોએ વધુ ખર્ચ કર્યો વગેરે વગેરે……
👫-પુરુષ પહેલાથી જ શરમાળ હોતા નથી. સ્ત્રીઓ વધારે શરમાળ હોય છે. તો તમારે શારીરિક સંબંધ વિશે પત્નીને સીધી વાત ન કરવી અથવા તે વાતને લઈ ઉતાવળ પણ ન કરવી જોઈએ. નવું ઘર અને નવા સંબંધોમાં ધીમેધીમે સેટ થતી હોય છે. માટે તેને કોઈ વસ્તુની ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. શારીરિક સંબંધની શરૂઆત પત્નીને ખુલ્લા મને કરતાં વાર લાગતી હોય છે. માટે થોડી સમજદારી પૂર્વક વર્તવું જોઈએ.
👫-એક વસ્તુ યાદ રાખવી કે પત્ની તેના ઘરને છોડી તમારા ઘરને પોતાનું બનાવતી હોય છે. તો તેના મા-બાપ કે ભાઈ-બહેન વિશે ક્યારેય ખરાબ ન બોલવું જોઈએ. તમારી સાથે આખી જિંદગી પસાર કરવાની છે તે પિયરમાં તેનું બધું જ છોડીને આવી હોય છે. એટલે લગ્ન પછી પત્નીના ભાઈ કે પિતા વિશે ખરાબ કે ગમે તેમ ન બોલવું જોઈએ.
👫જો આટલી વસ્તુનું લગ્ન પછી ધ્યાન રાખશો તો ક્યારેય તમારા લગ્નજીવનમાં કડવાશ આવશે નહીં. હંમેશાં તમારું લગ્નજીવન ખુશીઓથી ભરેલું રહેશે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.