👩દરેક વ્યક્તિને સામેનું માણસ માન કે સમ્માન આપે તે ગમતું હોય છે. અને તેનાથી તમારી સાથે રહેલો સંબંધ વધારે ગાઢ બનતો હોય છે. પરંતુ ઘણા પુરુષ એવા હોય છે કે તે સ્ત્રી સાથે વાત કરતી વખતે ભૂલમાં એવા કેટલાક શબ્દો બોલી નાખે છે. જેના કારણે છોકરીઓની લાગણીને ઠેસ પહોંચે છે. અને સંબંધમાં ઘણી વખત મતભેદ ઉભા થવા લાગે છે.
👩તેમાં ખાસ કરીને છોકરી એકલી હોય ત્યારે એવા કેટલાક શબ્દો ન બોલવા જોઈએ. દરેક પુરુષે ઘરમાં રહેલી કે બહારની કોઈપણ મહિલા સાથે વાત કરતી વખતે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, જેથી મહિલાને તેનું અપમાન કર્યું તેવું લાગે નહીં. તો એવા શબ્દો જેની પર નજર કરીએ.
👩બહેનજી- કોલેજ કરતી ગર્લને કોઈ આ શબ્દથી બોલાવે તો પસંદ આવતું નથી. કેમ કે તે છોકરીને લાગે છે કે મારી મજાક ઉડાવી રહ્યા છે. તેથી દરેક પુરુષે કોઈપણ મહિલાને બહેનજી શબ્દનો ઉચ્ચાર કરીને ન બોલાવું જોઈએ. સામાન્ય રીતે આ માન વાચક શબ્દ છે. પરંતુ આજકાલ લોકોને આ શબ્દથી મજાક ઉડતી હોય તેવું લાગે છે.
👩કેરેક્ટર લેસ- કેટલાક પુરુષોને એવી આદત હોય છે કે પોતાની પત્ની કે મહિલા સાથે વાત કરે ત્યારે વારંવાર કેરેક્ટર લેસ શબ્દનો ઉપયોગ કરતાં હોય છે. જેનાથી તમારું માન તો ઘટવા લાગશે પણ સામેલી સ્ત્રીની પણ લાગણી દુભાતી હોય છે.
👩તેને તમારા પ્રત્યે અણગમો થવા લાગે છે અને તમારા પ્રત્યે પ્રેમ ઘટવા લાગે છે. તમારી સામે જ્યારે પણ આવે તેને એ શબ્દ યાદ આવી જતા મનમાં મનભેદ ઉભો થતો હોય છે.
👩કાળી- કોઈપણ મહિલા હોય તેના રંગ અને શરીરને લઈ ક્યારેય કોમેન્ટ પાસ ન કરવી જોઈએ. કોલેજમાં, ઓફિસમાં મોટાભાગની જગ્યા જ્યાં પુરુષ અને સ્ત્રી સાથે કામ કરતાં હોય ત્યાં આવા શબ્દનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત તો તે સ્ત્રીને મોં પર મોટી અને કાળી કહી દેતા હોય છે. તો આ વાતની ભૂલ ન કરવી જોઈએ. કેમ કે આવા શબ્દો કોઈપણ છોકરીને ગમતાં હોતા નથી.
👩ચમચી- બે ફ્રેન્ડ્સ જતી હોય ત્યારે ઘણી વખત પુરુષો જો તારી ચમચી જાય એવા શબ્દોનો ઉપયોગ કરતાં હોય છે. જેના કારણે છોકરીની લાગણીને ઠેસ પહોંચે છે. ઘણી વખત તો આવા શબ્દોના કારણે ગ્રુપમાં ઝઘડાં પણ થતાં હોય છે.
👩પાગલ- ઘણા પુરુષો તેની પત્ની સાથે વાત કરતાં હોય ત્યારે પાગલ કહેતા હોય છે. આ શબ્દથી કોઈપણ સ્ત્રી હોય તેને એવું લાગતું હોય છે કે તેનું તેમના જીવનમાં કોઈ મહત્ત્વ જ નથી. આ વાત તેના મનમાં ઘર કરી જાય તો તમારા લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલી આવી શકે છે. તમારી સાથે સારી રીતે પત્ની વાત કરતાં પણ ખચકાતી હોય છે. ઘણી વખત તેનો સારો મૂડ ખરાબ થઈ જતો હોય છે.
👩કેટલાક પુરુષો સ્ત્રી કોઈ વાત કરે તો તને ખબર ન પડે, તું શાંતિ રાખ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરતાં હોય છે. તો આ પ્રકારના શબ્દો ન વાપરવા જોઈએ. જેનાથી છોકરી કે કોઈ મહિલાની લાગણી દુભાય.
👩ઓવર સ્માર્ટ- ઘણી મહિલાઓ પુરુષો કરતાં વધારે ચાલાક અને ચપળ હોય છે. તેને અમુક વસ્તુમાં પુરુષ કરતાં વધારે ખબર પડતી હોવાથી પુરુષને એવું લાગતું હોય છે કે તે આવર સ્માર્ટ બની રહી છે. તેમાં પણ ખાસ કરીને ઓફિસમાં સાથી મિત્ર સાથે વાત વાતમાં બધાની વચ્ચે પુરુષો આવા શબ્દો બોલતાં હોય છે.
👩જેનાથી કોઈપણ મહિલાને અપમાન કર્યું હોય તેવું લાગશે અને તમારી સાથે એવું બને કે વાત પણ ન કરે. માટે ક્યારેય પણ આવા શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.