👉દૂધ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. જેના વિના સવાર કે રાત પડતી હોતી નથી. તેમાં પણ જો નાનું બાળક ઘરમાં હોય તો ઘરમાં દૂધ જોયતું જ હોય છે. આપણી આજુબાજુ ઘણાં લોકો એવા હશે જે રોજ સવારે દૂધની થેલી લાવતા હશે. અને હવે તો મોટાભાગના શહેરોમાં દૂધ થેલીમાં જ મળતું થઈ ગયું છે.
👉એ વાત અલગ છે કે કોઈએ ગાય કે ભેંસનું દૂધ બંધાવ્યું હોય. હવે તો શહેરમાં પણ ભેંસના દૂધની થેલી અને ગાયના દૂધની થેલી મળતી થઈ ગઈ છે. આ ઘરે લાવેલી દૂધની થેલી તમે કાપવામાં બહુ મોટી ભૂલ કરો છો જેના કારણે આપણા હાથે જ પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. વિચાર આવે કે કેવી રીતે નુકસાન પહોંચે દૂધની એક થેલી કાપવામાં તો ચાલો જાણીએ તેની માહિતી.
👉-રોજ સવારે દૂધની થેલી લઈ આવે કે તેનો એક ખૂણો કાપી અને દૂધને વાસણમાં ગરમ કરવા મૂકી દેતા હોઈએ છીએ. આ રીત તમારી બિલકુલ ખોટી છે. તેનાથી જ આપણા પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે.
👉-નાના ટુકડાથી નુકસાન કેવી રીતે? તો વિચાર કરો કે તમે જેમ દૂધની થેલી લાવ્યા એ રીતે આજુબાજુ વાળા પણ દૂધની થેલી લાવ્યા હશે અને તે પણ આ રીતે જ કાપતા હશે.
👉-થેલી કાપ્યા બાદ તે ટુકડાં કચરામાં જતા હોય છે. જેનાથી શહેરમાં નાના-નાના કરીને અનેકો ટુકડાં ભેગા થતાં હોય છે. જે રિસાયકલિંગ નથી થઈ શકતાં અને પ્લાસ્ટિક આપણા પર્યાવરણને 400થી 600 વર્ષ સુધી નુકસાન પહોંચાડે છે. જેનાથી વાતાવરણમાં વધારે પ્રદૂષણ ફેલાતું રહે છે.
👉-એટલું જ નહીં આખા દિવસ દરમિયાન એવી તો ઘણી વસ્તુ હોય છે. જે પ્લાસ્ટિકની બેગમાં ભરીને આપણે ડસ્ટબિનમાં ફેંકતા હોઈએ છીએ. થેલીની સાથે તેના નાના ટુકડાં પણ કચરામાં જાય છે. તો આજે પ્લાસ્ટિકની બેગ કાપવાની સાચી રીત તમને જણાવીશું. જે પર્યાવરણ અને આવનાર પેઢીને લાભદાયી નીવડશે.
👉-હવે એક એવા સામાજિક કાર્યકર્તાની વાત કરીશું જે પ્લાસ્ટિકની થેલી આપણને કેવી કાપવી તે શીખવે છે. તેજસ્વીની અનંતકુમાર કહે છે કે એક દિવસમાં આખા બેંગ્લોર શહેરમાં પ્લાસ્ટિકની થેલીના 50 ટુકડાં ભેગા થાય છે. તો આખા દેશના કેટલા બધા થાય.
👉-જે દિવસેને દિવસે ચિંતાનો વિષય બની જાય છે. તેથી દૂધની કે બીજી કોઈપણ થેલી આ રીતે કાપવી જોઈએ. સૌથી પહેલા આપણે થેલી ધોઈ નાખ્યા બાદ એ રીતે ખૂણો કાપવો કે દૂધ સરળતાથી નીકળી જાય અને ખૂણો થેલીથી અલગ ન પડે. તેથી ખૂણો રહેતા થેલી રિસાયકલ એકદમ સરળતાથી થઈ જાય.
👉-કાપેલો નાનો ટુકડો રિસાયકલ થતો હોતો નથી. જેના લીધે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. તેથી ખૂણો જોઈન્ટ રહે તે રીતે જ કોઈપણ પ્લાસ્ટિકની થેલી કાપવી જોઈએ.
👉-ઘણા લોકો નાના પ્લાસ્ટિકના ટુકડાં જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે. જેના કારણે પક્ષી કે પ્રાણીઓ તે ખાઈ જાય અને તેમનો જીવ પણ જોખમમાં મૂકાતો હોય છે. માટે પ્લાસ્ટિકના નાના ટુકડાં સાથે પ્લાસ્ટિકની થેલી અંગે પણ ગંભીર વિચારણા કરવી જોઈએ. જેનાથી પર્યાવરણને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે એક જાગૃત નાગરિક બનીશું તો બીજા ઘણાને જાગ્રત બનાવીશું. ચાલો આજથી જ આપણે જાગૃતિ લાવીએ.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.