બધી મહિલાઓ રોજ રસોડામાં અલગ-અલગ વાનગી બનાવતી હોય છે સાથે-સાથે બીજા કાર્યો પણ કરે છે.પહેલાંની મહિલાઓને કાર્યમાં થોડીક મુશ્કેલી થતી હતી કારણ કે, ત્યારે ટેકનોલોજી વધારે ન હતી. તે માટે ત્યારે મહિલાઓને કોઈ પણ વસ્તુને ક્રશ કરવી અથવા પાવડર બનાવા કોઈ સાધન ન હતું. પરંતુ આજે ટેકનોલોજીના યુગમાં મિક્સર જેવા સાધનો આવી ગયા છે. જેમાં કોઈ પણ વસ્તુ આસાનીથી ક્રશ થઈ જાય છે.
અમુક મહિલાઓ તેમના મિક્સરમાં ઘણી એવી વસ્તુ ક્રશ કરે છે જેનાથી મિક્સર ખરાબ થઈ શકે છે. તેથી અમુક વસ્તુઓ મિકસરમાં ક્યારેય ક્રશ ન કરવી જોઇએ.તેનાથી મિક્સરનું આયુષ્ય ઘટી જાય છે.આજે અમે તમને એવી અમુક વસ્તુ વિશે જણાવશું જે ક્યારેય મિક્સરમાં ક્રશ ન કરવી જોઈએ.
🧊મોટાં બરફના કટકા :- ઘણી વખત મહિલાઓ મોટા બરફના કટકા નાખે અને તેનો ભૂકો કરે છે. પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. તેના કારણે મોટરનો રોડ તૂટવાની સંભાવના વધી જાય છે. ઉપરાંત મિક્સરની મોટર બળી જવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી જો તમારે બરફનો ભૂકો કરવો છે. તો સૌપ્રથમ નાના ટુકડા કરવા ત્યાર બાદ મિક્સરમાં નાખવા જેથી મિક્સરને નુકશાન ન થાય.
🌰ખૂબ ઠોસ વસ્તુ :- મિક્સરમાં ક્યારેય ઠોસ વસ્તુ ન નાખવી જોઈએ.કારણ કે ઠોસ વસ્તુનો ભૂકો કરવા માટે મિક્સરને વધુ લોડ પડે છે. જેના લીધે તેની બ્લેડ ઘસાઈ જવી અથવા તૂટી જવાની પણ સંભાવના વધી જાય છે. તેથી ઠોસ વસ્તુ મિક્સરમાં ન નાખવી જોઈએ.
🥔ગરમ વસ્તુ :- ઘણી વાર ઉતાવળમાં આપણે ગરમ વસ્તુ ક્રશ કરવા મિક્સરમાં નાખી દેતા હોય છીએ.ગ્રેવી કરવા માટે ટામેટાં અથવા બટેટા ગરમ-ગરમ મિક્સરમાં નાખી તેને ક્રશ કરીએ છીએ.આવું કરવાથી બાઉલમાં ગરમ વરાળનું દબાણ વધી જાય છે અને અંદર રહેલી વસ્તુ બહાર નીકળી જાય છે.મિક્સરની બ્લેડને અને મોટરને જોડતો જે રોડ હોય છે તેમાં પ્લાસ્ટિકનો પ્રયોગ થતો હોય છે.ગરમ વસ્તુની વરાળ તેમાં જવાથી તે ઓગળી જાય છે અને ઘણી વાર મોટર બળી જાય છે.
🥤કોલ્ડ કોફી અથવા થિક શેક :- ઘણી વાર કોલ્ડ કોફી અથવા થિક શેક બનાવતી વખતે મહિલાઓ તેને મિક્સરમાં નાખી અને સરખી રીતે દૂધ અને કોફી ભળી જાય એટલા માટે મિક્સરનો ઉપયોગ કરતી હોય છે.પરંતુ તેનાથી મિક્સર ખરાબ થઈ શકે છે. કેમ કે, કોલ્ડ કોફી અથવા થિક શેક થોડું ઘટ્ટ હોય છે તેને મિક્સરમાં નાખવાથી તેના કણ તેની મોટરમાં જાય છે અને મોટર જામ થઈ શકે છે.
તો મિત્રો ઉપર આર્ટીકલમાં દર્શાવેલ માહિતીને જો તમે ધ્યાનમાં રાખો અને મિક્સરમાં અમુક વસ્તુ ન નાખો તો તમારા મિક્સરનું આયુષ્ય વધી જાય છે અને જલ્દીથી ખરાબ પણ નથી થતું. જેથી તમારે વારં-વાર મિક્સર રીપેર કરવાનો ખર્ચ પણ બચી જાય છે.
જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.